જીરાની ખેતી કરીને જસદણના આ ખેડૂતભાઈને આવ્યો રોવાનો વારો, કારણ જાણશો તો પણ ગળગળા થઈ જશો

Share post

હાલમાં એક એવી ઘટના બની છે જેમાં સંજયભાઇ જયંતીભાઇ ખુંટ નામના વ્યક્તિની વાડીમાં ઉગાડેલા જીરૂના પાકમાં અજાણ્યા શખ્સોએ દીવાસળી મૂકી આગ લગાવી દીધી હતી. આથી જીરાનો પાક બળીને ખાખ થતા ખેડૂતને સાડા ત્રણ લાખની નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે. એક તરફ ચોમાસું પાક નિષ્ફળ જતા ખેડૂતે જીરાના પાકથી આર્થિક ફાયદો થશે તેવી આશા હતી. પરંતુ તૈયાર પાકને અજાણ્યા શખ્સોએ સળગાવી નાખતા ખેડૂતની પડ્યા પર પાટા સમાન સ્થિતિ જોવા મળી રહી છે.

આ અંગે ખેડૂત સંજયભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે ગઇકાલે સવારે દસ વાગ્યે વાડીએ હતા અને જીરાના પાકનો ઢગલો કરીને રાખ્યો હતો. આજે સવારે ટ્રેક્ટર દ્વારા કાઢવાની કામગીરી કરવાના હતા. પરંતુ અમને વહેલી સવારે પાડોશીએ જાણ કરી કે, તમારું જીરુ સળગે છે. આ દરમિયાન અમે વાડીએ દોડી આવ્યા હતા. પરંતુ અમારા હાથમાં માત્ર રાખ આવી હતી. અમારે અંદાજે ચાર લાખનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. અમારા કોઈ દુશ્મન પણ નથી. અમારી વાડીની આજુબાજુમાં પણ જીરાનો પાક આવેલો છે. પરંતુ અમારો જ પાક સળગાવી દેવામાં આવ્યો હોવાથી અમારી સીઝનની મહેનત પાણીમાં ગઇ છે.

સંજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે મેં આટકોટ પોલીસને જાણ કરી છે અને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. કોઈ અજાણ્યા શખ્સોએ આ વાડીમાં જીરાનો પાક સળગાવી દેતા નાના એવાં વીરનગર ગામમાં ચર્ચાનો વિષય સર્જાયો છે. નાનાં ખેડૂત પર આભ તુટી પડ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.

ઘટનાની જાણ થતા જ મોટી સંખ્યામાં ગામના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, એક તરફ ખેડૂતોને પાકના ભાવ ઓછા મળી રહ્યા છે, તો બીજી તરફ આ સીઝનમાં કરેલો ખર્ચ પણ પાણીમાં ગયો છે. કેમ કે, જીરું વાવવા જે ખર્ચ થયો તેનું વળતર પણ ક્યાંયથી મળશે નહિ. હાલ તો ખેડૂતની ફરિયાદ પરથી પોલીસ દ્વારા પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને જીરુનો પાક સળગાવનારની શોધખોળ હાથ કરવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post