ભાવનગરના આ ગામમાં એવી ઘટના સર્જાઈ કે, બે બાળકો સાથે પિતાએ કરી લીધો સામુહિક આપઘાત – કાળજું કંપાવી નાંખનારી…

Share post

4 વર્ષનાં પુત્ર તેમજ 5 વર્ષની પુત્રીને ફાંસે આપ્યા પછી પિતાએ પોતે પણ ગળેફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. પત્ની રિસામણે હોવાનાં લીધે ઘરકંકાસથી કંટાળી આ પગલું ભર્યુ હોવાની ચર્ચા થઇ રહી છે.

ભાવનગરનાં વરતેજનાં નવાગામે કાળજું કંપાવી નાંખે તેવો બનાવ બહાર આવ્યો છે. નવાગામ એક પરિવારમાં સામૂહિત આત્મહત્યાનાં બનાવથી ચકચાર મચી જવા પામ્યો છે. વરતેજનાં નવાગામે રહેતાં એક યુવકે પોતાનાં 2 ફૂલ જેવાં કોમળ સંતાનો સાથે સામૂહિક આત્મહત્યા કરી છે. બનાવનાં પગલે આખા ભાવનગર જીલ્લામાં હાહાકાર મચી ગયો છે.

ઘટનાની વિગત એવી છે કે, ભાવનગર શહેરનાં વરતેજમાં આવેલાં નવાગામે એક પરિવારમાં સામૂહિક આત્મહત્યાનાં સમાચાર ગઈકાલે રાતે જ મળ્યા હતા. પોલીસ બનાવને પગલે દોડી જતા આપઘાતના દૃશ્યો જોઈને ચોંકી ગઈ હતી. અહીં એક પિતાએ પોતાનાં માત્ર 4 વર્ષનાં પુત્ર તેમજ 5 વર્ષની પુત્રીને ગળેફાંસો આપીને તે પિતાએ પણ આપઘાત કર્યો હતો.

મળેલ માહિતી અનુસાર, આ સામૂહિક હત્યા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી પણ આત્મહત્યા કરનાર યુવકની પત્ની રિસામણે ગઈ હોવાની ચર્ચા થઇ રહી છે. ઘરકંકાસ દ્વારા કંટાળીને આ વ્યક્તિએ પોતાનાં કૂમળા ફૂલ જેવાં બાળકોની સાથે પોતાની જિંદગી ટૂંકાવી લીધી છે. બનાવને પગલે આખા ભાવનગર શહેરમાં ચકચાર મચી ગયો છે.

પોલીસ દ્વારા બનાવ સ્થળે જઈને બનાવની તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસને ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં કુલ 3 મૃતદેહો મળી આવ્યા છે જેનું પોસ્ટમોર્ટમ કરાવવામાં હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે તેમજ આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે. પોલીસે મૃતકની પત્ની તેમજ પરિવારજનોની પણ પૂછપરછ ચાલુ કરી છે.

સાવ નજીવી બાબતોમાં વાત વણસતા જિંદગી ટૂંકાવી લેતાં લોકો માટે આ બનાવ એક પડકાર છે. આપઘાતનાં કિસ્સાઓમાં થતો વધારો મનોવૈજ્ઞાનિકો તેમજ સમાજશાસ્ત્રીઓ માટે પણ એક પડકારરૂપ છે. જેમ સમાજ પ્રગતિ કરી રહ્યો છે તેમ હતાશા તેમજ નિરાશાનાં બનાવોમાં આપઘાતના બહાર આવી રહ્યા છે. અત્યારે તો પોલીસ આ બનાવના મૂળ સુધી પહોંચે પછી જ કોઈ સચોટ કારણ મળશે તેવી શક્યતા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post