26 વર્ષ પછી નોંધાયો આટલો વરસાદ: આ જીલ્લાના ખેડૂતો અને પશુપાલકોને થશે સારો ફાયદો

Share post

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. સૌરાષ્ટ્રની ઘણી નદીઓમાં નવાં નીરનું પણ આગમન થયું છે. આની સાથે જ ઘણાં ડેમો પણ ઓવરફલો થઈ ચુક્યા છે. સારા વરસાદને કારણે સૌ ખેડૂતોને લાભ થયો છે, ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. સુકામલક તથા રણપ્રદેશ તરીકે જાણીતું કચ્છ જિલ્લામાં મેધરાજા મન મુકીને વરસ્યાં છે.

કચ્છ જિલ્લામાં સિઝનનો રેકોર્ડ બ્રેક કુલ 213% જેટલો વરસાદ પડી ચૂક્યો છે. જેને લીધે કચ્છ જેવી સુકી ધરતી પણ પાણીથી ભરપુર થઇ ગઇ છે. કચ્છમાં કુલ 26 વર્ષ પછી આટલો વરસાદ આવ્યો છે.કચ્છ જિલ્લામાં સોથી વધુ કુલ 213% જેટલો વરસાદ નોધાયો છે. જેને લીધે કચ્છ જિલ્લો પાણી પાણી થઈ ગયો છે.

કચ્છ જિલ્લામાં સારા વરસાદને લીધે ઘણાં ડેમો ઓવરફ્લો થઈ ગયાં છે. કચ્છ જિલ્લામાં કુલ 26 વર્ષ પછી સોથી વધુ વરસાદ નોધાયો છે. કચ્છમાં અત્યાર સુધીમાં કુલ 800 મિમી જેટલો વરસાદ નોધાયો છે. સારા વરસાદને લીધે ખેડૂતો તેમજ પશુપાલકોને સારો એવો ફાયદો થશે.

કચ્છમાં મુખ્ય વ્યવસાય તો ખેતીવાડી જ છે. કચ્છ જિલ્લામાં ખેડૂતો વરસાદ પર આધારિત ખેતી કરે છે. ચાલુ વર્ષ દરમિયાન ચોમાસું સારું રહ્યું છે. કચ્છનાં ઘણાં ડેમો તથા જળાશયો ઓઅવરફ્લો થઈ ગયાં છે. કચ્છ જિલ્લામાં આવેલ સારા વરસાદને લીધે ખેડૂતોમાં આનંદનો માહોલ જોવાં મળી રહ્યો છે.

આગામી દિવસોમાં ખેડૂતોની માટે પાણીનાં ભૂગર્ભનાં જળસ્તર ઘણાં ઉચા આવશે. આની સાથે જ સિંચાઈની માટે પણ પાણીનો ફાયદો ખેડૂતોને થશે. કચ્છનાં ખેડૂતો હવે તો શિયાળુ પાક સારી એવી રીતે લઇ શકશે.સારો વરસાદ આવતાંની સાથે જ માલધારીઓમાં આનંદનો માહોલ જોવાં મળી રહ્યો છે.

કચ્છ જિલ્લામાં ઓછો તેમજ અનિયમિત વરસાદ પડે છે, જેને લીધે માલધારીઓને હિજરત કરવી પડતી હોય છે. આ વર્ષે કચ્છનાં પશુપાલન માટે પ્રખ્યાત બન્ની વિસ્તારમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. જેને લીધે એશિયાનું સર્વેશ્રેષ્ઠ બન્નીનું ઘાસિયા મેદાન ફરી જીવંત થયું છે. બન્નીનાં ઘાસિયા પ્રદેશમાં કુલ 60 જાતનાં ઘાસ ઉગી નીકળ્યા છે.

જેને લીધે માલધારીઓને ઘણો ફાયદો થશે. પશુઓની માટે પણ આ વર્ષ ઘણું સારું રહ્યું છે, જેને લીધે દૂધ ઉત્પાદનમાં પણ ઘણો વધારો થશે. આની સાથે જ સારા વરસાદને લીધે માલધારીઓને હિજરત કરવાનો સમય નહિ આવે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…