પશુપાલનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ગુજરાતના જીતેન્દ્રભાઈ, 45 ગાયોના ઉછેર સાથે કરી રહ્યા છે મબલખ કમાણી

Share post

પોતાની જમીન હોય તો જ પશુપાલન કરી શકાય એવું નથી. જમીન ન હોય તો પણ જ્યારે ગાયો પ્રત્યેનાં લગાવમાં વધારો થઈ જાય છે ત્યારે એને પદ્ધતિસર અપનાવી શકાય છે. હાલમાં કૃષિ વિશ્વમાં પણ એવા જ એક ગૌપાલકની વાત કરવા માટે જઈ રહ્યાં છીએ. ગાયની યોગ્ય રીતે માવજત કરી એની બધી પ્રોડક્ટ્સમાંથી અંદાજે 2 લાખ રૂપિયા જેટલી ચોખ્ખો નફો મેળવ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાનાં જીતેન્દ્રભાઈ જોશીની ગૌપાલન ક્ષેત્રની સફળતાનું રહસ્ય શું છે ?

ગૌપાલનની સાથે ગવ્ય ચિકિત્સા થકી એક આગવી ઓળખ બનાવી છે ગીર સોમનાથ જિલ્લાનાં ઉના તાલુકામાં દેલવાડા ગામના જીતેન્દ્ર કુમાર જોશીએ. કુલ 4 ભાઈઓનું સંયુક્ત પરિવાર ધરાવતા જિતેન્દ્રભાઈ તથા એમના મોટાભાઈએ ગૌ ચિકિત્સાનો વૈદિક અભ્યાસ કરેલો છે. છેલ્લા 10 વર્ષથી ગૌપાલનની સાથે જોડાયેલ જિતેન્દ્રભાઈની પાસે હાલમાં નાની-મોટી મળીને એમ કુલ 45 જેટલી ગાયો છે. જેના દ્વારા મહીને કુલ 2 લાખ રૂપિયાથી આવક મળી રહે છે. જીતેન્દ્રભાઈ નાના હતા ત્યારથી જ એમના ઘરે ગાયોનો ઉછેર થતો હતો.

હવે તેઓ પણ છેલ્લા 9 વર્ષથી વ્યવસાયિક ધોરણે ગાયનો ઉછેર કરી રહ્યા છે. પોતાનો આઈસ્ક્રીમ રો મટીરિયલનો વ્યવસાય ધરાવતા હોવા છતાં ગાયોની પ્રત્યે વિશેષ લગાવ હોવાંથી તેઓ ગાયનાં પાલન બાજુ વળ્યા છે. એમણે ગૌપાલનની શરૂઆત માત્ર 5 ગાયોથી કરી હતી. હાલમાં એમની પાસે કુલ 45થી પણ વધારે ગાયો રહેલી છે. ગાયોને રાખવા માટે કુલ 100 ફૂટ બાય 30 ફૂટનો શેડ બનાવવામાં આવ્યો છે. જેમાં બંને બાજુ ગમાણ તથા એની વચ્ચેના ભાગમાં ગાયોને બાંધવાની સુવિધા કરવામાં આવી છે.

ગૌમૂત્ર વહીને એક જગ્યાએ ભેગું થાય એની માટે વચ્ચે નાની નીક પણ બનાવવામાં આવી છે. ગાય માટેનો શેડ દેશી સિસ્ટમથી નાળિયેરીના પાન તથા ઘાસનો બનાવવામાં આવ્યો છે. જેને લીધે કુદરતી ઠંડક જળવાઈ રહે. હાલમાં તેઓની પાસે કોઈપણ જાતની જમીન ન હોવા છતાં ભાડે જમીન રાખીને ગાયો માટે ઓર્ગેનિક ઘાસચારો તૈયાર કરીને ખવડાવે છે. ગાયોને કોઈપણ જાતની કંપનીના મિનરલ્સ અથવા તો કેલ્શિયમયુક્ત દવાઓ આપવામાં આવતા નથી. આયુર્વેદિક ઔષધો ધરાવતા કુલ 14 પ્રકારની વનસ્પતિઓનું જાતે તૈયાર કરેલ મિશ્રણ રોજ ખાણની સાથે જ કુલ 15 ગ્રામ આપે છે.

જેને કારણે ગાયોની તંદુરસ્તી તથા દૂધની પૌષ્ટિકતા જળવાઈ રહે છે. ગાયોને સૂકા ઘાસચારામાં માંડવીનો પાલો, ચણાનો પાલો તથા જુવારની કડબ આપવામાં આવે છે. આની સિવાય મકાઈ, લીલી જુવાર પણ ગાયોને ખવડાવવામાં આવે છે. ઘણીવાર ઝેરમુક્ત જંગલના ગૌચરમાં ચરિયાણ માટે લઈ જતા હોવાથી ખોરાકની પાછળ થતો ખર્ચ પણ ખુબ ઓછો આવે છે. આની ઉપરાંત ભાડે રાખેલ જમીનમાં ઝીંઝવો ઘાસ હોય એનો ખર્ચ પણ ઘટે છે. ગૌમાતાને દાન નહીં પરંતુ સન્માન આપોના સૂત્ર સાથે તેઓએ ગૌપાલન અપનાવ્યું છે.

જેમાં ગાયોના ખોરાકની પાછળ દર મહિને કુલ 1.20 લાખ રૂપિયા ખર્ચ કરી રહ્યાં છે. જેમાં ગાયોની રાખવા માટે રાખેલ માણસોનો પગાર પણ આવી જાય છે. ગાયોની માવજત માટે કુલ 4 માણસો રાખવામાં આવેલ છે. કળ 22 જેટલી મોટી ગાયોમાંથી કુલ 14 જેટલી ગાયોનું દૂધ સતત મળતું રહેતું હોય છે. રોજ કુલ 40 લિટર એક ટંકનું દૂધ ઉત્પાદન રહે છે. જેનું સીધું ગ્રાહકોને વેચાણ કરવામાં આવે છે. રોજનું કુલ 15 લિટર દૂધ ઘી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ગાયના ઘીનું માત્ર 1 કિલોના કુલ 1,80 રૂપિયા તથા દૂધનું કુલ 70 રૂપિયા લિટરના ભાવે વેચાણ કરવામાં આવે છે.

દૂધનાં વેચાણથી કુલ 1.30 લાખ રૂપિયા આવક મળી રહે છે તો કુલ 18 કિલો ઘી દર મહીને તૈયાર કરવામાં આવે છે. જેનું વેચાણ અંદાજે કુલ 30,000 રૂપિયા મળી રહે છે. આની સિવાય ગળતિયું ખાતર તૈયાર કરીને પણ વેચાણ મળે છે. તેઓએ સરકારી વૈદિક અભ્યાસ કરેલો હોવાથી ગૌમૂત્ર આધારિત દવાઓ પણ તૈયાર કરવામાં આવે છે.

જેની માટે વહેલી સવારમાં ગૌમૂત્ર સીધું ભેગું કરવામાં આવે છે. આ એકત્ર કરેલ ગૌમૂત્ર, છાણ તથા જંગલમાંથી એકત્ર કરેલ ઔષધીય વનસ્પતિનો ઉપયોગ કરીને ઘણી પ્રોડક્ટ તૈયાર કરવામાં આવે છે. જેનું કુલ 35,000 રૂપિયાનું વેચાણ મળે છે. દર મહિને કુલ 2 લાખ રૂપિયાની ગૌમાતા આવક કરાવી આપે છે. જીતેન્દ્રભાઈને બધાં જ ખર્ચ બાદ કરતાં પણ કુલ 1 લાખ રૂપિયાની આવક મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…