ખેડુ દીકરીએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો- એવી પ્રસિદ્ધિ હાંસલ કરી કે…

Share post

ખેડૂતો અને જવાનો એક દેશના મહત્વના અંગ ગણાય છે. જયારે કોઈ ખેડૂત અથવા કોઈ જવાન સારા સમાચાર લાવે ત્યારે દરેક ભારતીયોની છાતી ફૂલી જાય છે અને ખુબ જ ગર્વ અનુભવે છે. આવા સમયે ખેડૂતોને ખુબ જ લોકો માન આપતા હોય છે. કારણ કે દેશનો દરેક નાગરિક દરરોજ ભરપેટ જમી શકે એ માટે દિન રાત ખેતી કરી લોકોને અન પહોચાડતા હોય છે. પરંતુ દુઃખ ત્યારે પહોચે છે કે જયારે ખેડૂતોએ દિનરાત મહેનત કરીને અનાજ ઉગાડતા હોય છે પણ મહેનત મુજબનું જયારે ખેડૂતોને કમાણી મળતી નથી ત્યારે બેકાર ખેડૂત દેવા દુબે છે અને ના ભરવાનું પગલું ભરે છે જે સમાચાર સામે આવતા દેશવાસીઓને ઘણું દુઃખ થતું હોય છે.

પરંતુ ઘણા ખેડૂતો એવા હોય છે કે જે પોતાની આવડત અને કોઠાસૂઝથી એવી ખેતી કરે છે કે તેમની કમાણી લાખોમાં પહોચી જાય છે અને હાલના સમયમાં આવા ખેડૂતો દેશમાં ખુબ વધારે માત્રામાં તૈયાર થઇ રહ્યા છે. ગુજરાતના ખેડુની દીકરીએ સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડ્યો છે હાલ આ સમાચાર સામે આવ્યા છે. એક ખેડું દીકરીએ કોલેઝ, યુનિવર્સીટીમાં પ્રથમ આવી ને પોતાના ખેડું પરિવાર અને દરેક લોકોને ગર્વની અનુભૂતિ કરાવી છે. આ ખેડું દીકરીનું નામ ચૌધરી ક્રિષ્ના રાજેન્દ્ર કુમાર છે. જેમણે આજે પોતાના પરિવાર અને ગુજરાત શહેરનું નામ રોશન કર્યું છે.

પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજમા અભ્યાસ કરતી ક્રિષ્ના ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ પણ પ્રથમ આવી છે. કહેવાય છે ને કે “મન હોય તો માળવે જવાય”,આ કહેવતને આ ખેડું દીકરીએ સાર્થક કરી બતાવી છે. મોડાસા તાલુકાના ઉમેદપુર (દધાલિયા) ગામના વતની અને અખિલ આંજણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ મા અભ્યાસ કરતી ચૌધરી ક્રિષ્ના રાજેન્દ્ર કુમાર એ B.A.Sem 4 અંગ્રેજી વિષયમાં ગુજરાત યુનિવર્સિટીમાં 1 રેન્ક મેળવી શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર સહિત ચૌધરી સમાજ નું ગૌરવ વધાર્યું છે.

ત્યારે અખિલ આંજણા કેળવણી મંડળ વતી પ્રમુખ શેઠ શ્રી હરિભાઈ ચૌધરી એ અભિનંદન પાઠવ્યા હતા. ક્રિષ્ના ચૌધરી ગાંધીનગર ખાતે શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ ગાંધીનગર ખાતે અભ્યાસ કરે છે અને તેના પિતા ખેતી સાથે સંકળાયેલા છે. ક્રિષ્ના ની મહેનત અને શ્રી પી.કે.ચૌધરી મહિલા આર્ટસ કોલેજ માં મળેલા યોગ્ય અને ઉચ્ચ અભ્યાસ થી આજે સમગ્ર રાજ્ય માં એક ખેડૂત પુત્રીએ સમગ્ર રાજ્યમાં ગુજરાત યુનિવર્સિટી મા B.A.Sem 4 અંગ્રેજી વિષયમાં 1 રેન્ક મેળવી ડંકો વગાડ્યો છે.ત્યારે ચો તરફ થી અભિનદન ની વર્ષા થઈ રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post