અંદાજે 600 વર્ષથી પણ વધારે પ્રાચીન આ મંદિરનાં શિખરનો પડછાયો ક્યારેય પણ જમીન પર પડતો નથી -જાણો આની પાછળનું રહસ્ય

Share post

સમગ્ર ભારતમાં રહસ્યોથી ભરપુર કેટલાંક મંદિરો આવેલા છે. આવા જ એક મંદિર વિશે આજે આપને જણાવવા માટે જઈ રહ્યાં છીએ. તમિલનાડુમાં આવેલ મદુરાઈ શહેરને પ્રાચીન મંદિરો માટે ઓળખવામાં આવે છે. અહીં ભગવાન વિષ્ણુને સમર્પિત કૂડલ અઝગર મંદિર આવેલું છે. જે દક્ષિણ ભારતના પ્રમુખ પ્રાચીન મંદિરોમાંનું એક છે. આ મંદિરને ખૂબ જ સુંદરતાની સાથે જ વિવિધ રંગોથી સજાવવામાં આવે છે.

અહીં મળી આવેલ શિલાલેખો મુજબ આ મંદિર અંદાજે 600 વર્ષથી પણ વધારે પ્રાચીન છે એવું માનવામાં આવે છે. 12 મી સદીથી લઈને 14મી સદીની વચ્ચે આ મંદિરના મૂળ સ્વરૂપમાં પંડ્યા રાજવંશના રાજાઓએ બનાવ્યું હતું. ત્યારપછી વિજયનગર તેમજ મદુરાઈના રાજાએ 16મી સદીમાં મંદિરના મુખ્ય હોલ તેમજ અન્ય મંદિરોનું નિર્માણ કરાવ્યું હતું.

કુલ 6 ફૂટની પ્રતિમા :
આ એક વૈષ્ણવ મંદિર છે. મંદિરની અંદર ભગવાન વિષ્ણુની બેઠેલી, ઊભી તેમજ સૂતેલી એમ કુલ 3 અવસ્થામાં પ્રતિમાઓ આવેલી છે, જેને ગ્રેનાઇટથી બનાવવામાં આવેલી છે. બેઠેલી અવસ્થામાં સ્થાપિત કરવામાં આવેલ પ્રતિમા કુલ 6 ફૂટ ઊંચી છે. શ્રીદેવી તેમજ ભૂદેવીની પ્રતિમા ભગવાનની મૂર્તિની બંને બાજુ સ્થાપિત છે. મંદિરની અંદર લાકડાની કોતરણી કરવામાં આવી છે. આની સાથે જ ભગવાન શ્રીરામના રાજ્યાભિષેક સમારોહને પણ દર્શાવવામાં આવ્યો છે. મહત્વની વાત તો એ છે કે, મંદિરના શિખરનો પડછાયો જમીન ઉપર ક્યારેય પણ પડતો નથી.

સોમકા રાક્ષસના વધ માટે કૂડલ અઝગર બન્યાં :
આ મંદિર ભગવાન વિષ્ણુના કુલ 108 દિવ્ય સ્થાનોમાંનું એક છે. માન્યતા મુજબ આ જગ્યા પર ભગવાન વિષ્ણુ કૂડલ અઝગર સ્વરૂપમાં રાક્ષસ સોમકાનો વધ કરવાં માટે પ્રકટ થયાં હતાં, આ રાક્ષસે ભગવાન બ્રહ્માથી કુલ 4 વેદોની ચોરી કરી લીહી હતી. બ્રહ્માંડ પુરાણના 7 મા અધ્યાયમાં પણ આ જગ્યાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

કુલ 5 સ્તરીય રાજગોપુરમ :
મંદિરની ચારેય તરફ એક ગ્રેનાઇટ દિવાલ છે, જે એની અંદરના તમામ મંદિરોથી ઘેરાયેલ છે. મંદિરમાં કુલ 5 સ્તરીય રાજગોપુરમ આવેલ છે. મંદિરનું શિખર કુલ 8 ભાગમાં બનાવવામાં આવ્યું છે. જેમાં ઋષિઓ, દશાવતાર, લક્ષ્મી નરસિંમ્હા, લક્ષ્મી નારાયણ તેમજ નારાયણમૂર્તિના ચિત્ર છે. આ મંદિરમાં નવગ્રહમ એટલે કે, કુલ 9 ગ્રહ દેવતાઓની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ કુલ 9 ગ્રહ બ્રહ્માંડમાં તમામ વસ્તુને પ્રભાવિત કરે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…