આ રાજ્યોમાં સરકારે, સિંચાઈ યોજના માટે મંજુર કર્યા 3,971 કરોડ રૂપિયા

Share post

કેન્દ્રીય કૃષિ મંત્રાલયે રાજ્યોને માઇક્રો સિંચાઇ પ્રોજેક્ટ્સ માટે 3971 કરોડ રૂપિયાની મંજૂરી આપી દીધી છે. જેમાં તમિળનાડુ રાજ્યને આ રકમનો સૌથી મોટો હિસ્સો મળ્યો છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયે માહિતી આપી હતી કે, 3,971 કરોડ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે જેથી માઇક્રો સિંચાઇ પ્રોજેક્ટ્સને વધુ પ્રોત્સાહન મળી શકે. તમિલનાડુ રાજ્ય આ યોજનાના અમલીકરણ માટે કરવામાં આવતી સબસિડી જોગવાઈમાં ટોચ પર છે. નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ) માઇક્રો સિંચાઈ પ્રોજેક્ટ્સના અમલમાં મહત્વની ભૂમિકા ભજવશે.

માઇક્રો ઇરિગેશન ફંડની સ્ટીયરિંગ કમિટીએ 3,971.31 કરોડ રૂપિયાની લોન માટેના પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આ યોજના અંતર્ગત બનાવેલા માઇક્રો સિંચાઈ ફંડ (એમએફ) હેઠળ રાજ્યોને વ્યાજની છૂટ સાથે લોન આપવામાં આવી રહી છે. કૃષિ મંત્રાલયે તમિલનાડુ રાજ્ય માટે 1,357.93 કરોડ રૂપિયાની મહત્તમ લોનને મંજૂરી આપી છે. આ પછી, હરિયાણા માટે 790.94 કરોડ, ગુજરાત માટે 764.13 કરોડ, આંધ્રપ્રદેશ માટે 616.13 કરોડ, પશ્ચિમ બંગાળ માટે 276.55 કરોડ, પંજાબ માટે 150 કરોડ અને ઉત્તરાખંડ માટે 15.63 કરોડની મંજૂરી આપવામાં આવી છે.

માઇક્રો સિંચાઈ પ્રોજેક્ટ શું છે?
આ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાનો એક ઘટક છે. આ અંતર્ગત, ટપક સિંચાઈ સિસ્ટમ પર કુલ ખર્ચના 40%, ફણવારા પદ્ધતિનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, 10% રાજ્ય સરકાર દ્વારા અને બાકીનો 50% લાભાર્થી દ્વારા લેવાય છે.

માઇક્રો સિંચાઇ પ્રોજેક્ટ વિશે વધુ માહિતી ક્યાંથી મળે?
વધુ માહિતી માટે, તમે વેબસાઇટની મુલાકાત લઈ શકો છો http://pmksy.gov.in/ અથવા તમે જિલ્લાના કૃષિ વિભાગનો સંપર્ક કરી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…