શિક્ષણ મંત્રી ચુડાસમાએ ખેડૂતો માટે કરી મોટી જાહેરાત સૌરાષ્ટ્રના ખેડૂતોને મળશે રાહત..જાણો વધુ

Share post

વાયુ વાવાઝોડાનું સંકટ હવે ગુજરાત પરથી ટળી ગયું છે. જેના કારણે તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ હજી પણ વાયુની અસર ગુજરાતના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. તો કેટલી જગ્યા પર ભારે પવનની સાથે દરિયામાં ઉંચા ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

ગુજરાત પરથી વાવાઝોડાનું સંકટ તો ટળ્યું જ છે. પણ હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ બાબતે ગંભીરતા દાખવીને 48 કલાક સુધી તંત્ર દ્વારા હાઈએલર્ટ યથાવત્ રાખવામાં આવ્યું છે.

આ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સોમનાથ મંદિરે દર્શન કરવા આવતા યાત્રીઓને લઈને એક બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં મેયર, કલેકટર, પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.

આ બાબતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના માથેથી વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે. કુદરતી આફત હતી તે કુદરતના આશીર્વાદ થી દૂર થઈ ગઈ છે. એટલે હું મારા અધિકારીઓ સાથે આજે ભગવાનના દર્શનાર્થે જવાનો છું.

વાયુથી ભારે વરસાદના કારણે જે પણ ખેડૂતોના ખેતરોને નુકસાન પહોંચ્યું છે, તેમના ખેતરોનો સર્વે કરાવીને નુકસાનનો અંદાજ મેળવીશુ અને પછી આગળ કાયદાકીય કાર્યવાહી શરૂ કરીશું. વાવાઝોડાના કારણે રાજ્યમાં એક પણ વ્યક્તિની જાનહાની થઈ નથી. કુદરતી આફતની સામે સરકારે તંત્રને સાબદું કર્યું હતું અને સાથે સાથે સ્થળાંતર કરાયેલા તમામ લોકોને સુવિધા પણ પૂરી પાડવામાં આવી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post