ગુજરાતનું આ મંદિર, ભક્તોને દર્શન આપી સમુદ્રમાં સમાઈ જાય છે- રહસ્ય જાણીને ચોંકી ઉઠશો 

Share post

ગુજરાતમાં ઘણાં ધાર્મિક સ્થળો આવેલાં છે કે, જે ચમત્કારને લીધે ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યા છે.  હાલમાં વાત કરવા જઈ રહ્યાં છીએ ગુજરાતમાં આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિરની. ભગવાન શિવ પોતાના ભક્તોને ચમત્કાર દેખાડતા રહે છે. આવું જ આ મંદિરમાં જોવા મળે છે. દિવસમાં કુલ 2 વખત ભક્તોને દર્શન આપ્યા પછી આ મંદિર સમુદ્રમાં ગાયબ થઈ જાય છે. ભારતના મંદિર સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે.

મંદિરનો સાજ-શણગાર, એમની સાથે જોડાયેલ પૌરાણિક કથાઓ તથા પ્રતિમાની બનાવટ ભક્તોમાં આશ્ચર્યચકિત કરવાનો કોઈ મોકો છોડતી નથી. અત્યાર સુધીમાં તમે ઘણાં પ્રાચીન મંદિરોની વાત સાંભળી હશે. ઘણાં મંદિર પ્રાચીન કાળથી રહસ્યોને લીધે જાણીતાં બન્યાં છે તો અમુક મંદિર પોતાના ચમત્કારને માટે જાણીતાં બન્યાં છે. ગુજરાતનું આ ખાસ મંદિર છે, જે પોતાના એક અનોખા ચમત્કાર માટે ખુબ જાણીતું બન્યું છે.

આ કારણે ગાયબ થઈ જાય છે મંદિર, થાય છે ભગવાન શિવનો ચમત્કાર:
સમગ્ર ભારતમાં તથા ગુજરાતમાં ભગવાન શિવના કેટલાય મંદિર આવેલા છે. ગુજરાતમાં આવેલ સ્તંભેશ્વર મહાદેવ મંદિર પોતાના એક અનોખા ચમત્કાર માટે ખુબ જાણીતું બન્યું છે.  ભગવાન શિવનું આ મંદિર દિવસમાં કુલ 2 વખત ભક્તોને દર્શન આપ્યા પછી સમુદ્રના ખોળામાં સમાઈ જાય છે. આ મંદિર ગુજરાતમાં આવેલ કાવી-કંબોઈ ગામમાં આવેલ છે. જે ભરૂચની ખુબ નજીક આવેલ છે. આ ગામ અરબ સાગરના મધ્ય કેમ્બે બેટ પર આવેલ છે. એવું માનવામાં આવે છે કે, આ મંદિર કોઈનાં પ્રાયશ્ચિતનું પરિણામ છે, જેનો ઉલ્લેખ શિવપુરાણમાં પણ જોવા મળે છે. આ જ કારણે એ સમુદ્રમાં લુપ્ત થઈ જાય છે.

પુરાણોમાં મંદિરનો ઉલ્લેખ, મહાશિવરાત્રિ તથા અમાસના દિવસે મેળો ભરાય છે:
શિવપુરાણ પ્રમાણે તથા અમુક માન્યતા પ્રમાણે તાડકાસુર નામનો એક શિવભક્ત અસુરે ભગવાન શિવને પોતાની તપસ્યાથી પ્રસન્ન કર્યા હતા. એનાં બદલામાં શિવજીએ એને મનોવાંછિત વરદાન આપ્યું હતું. જેના પ્રમાણે, આ અસુરને શિવપુત્રની ઉપરાંત કોઈ મારી શક્તુ ન હતું. આની સાથે જ આ શિવ પુત્રની ઉંમર પર ફક્ત 6 દિવસની હોવી જોઈએ.

આ વરદાન મળ્યા પછી તાડકાસુરે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એનાથી પરેશાન થઈ બધાં જ દેવતા તથા ઋષિ મુનિઓએ શિવજીને એનો વધ કરવા માટે અપીલ કરી હતી. એની પ્રાર્થના સાંભળ્યા પછી શ્વેત પર્વત કુંડથીમાત્ર 6 દિવસના કાર્તિકેય પેદા થયા. કાર્તિકેયે તાડકાસુરનો વધ કર્યો. ત્યારબાદ તે અસુર શિવભક્ત હોવાનુ જાણ થતાની સાથે જ તેઓને શરમ અનુભવાઈ હતી.

કાર્તિકેયને જ્યારે શરમ અનુભવાઈ ત્યારે તેઓએ શું કરવુ તે અંગે ભગવાન વિષ્ણુને પૂછ્યું હતું. એના પર ભગવાન વિષ્ણુએ તે જગ્યા પર શિવલિંગ સ્થાપિત કરવાનો ઉપાય આપ્યો હતો. આ શિવલિંગ બાદમાં  તરીકે સ્તંભેશ્વર મહાદેવ તરીકે જાણીતું બન્યું. જે દરરોજ સમુદ્રમાં ડૂબી જાય છે તેમજ પરત આવીને પોતાના કર્યાની માફી માંગે છે. આ મંદિર પાસે મહાશિવરાત્રિ તથા અમાસના દિવસે મેળો ભરાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post