ગુજરાતના આ મંદિરમાં બનતો પ્રસાદ વર્ષો સુધી પણ નથી બગડતો, જાણી ચોંકી ઉઠશો

Share post

ગુજરાતનાં મોટાભાગનાં લોકો ભગવાનમાં શ્રદ્ધા રાખે છે. કેટલાય મંદિરો આવેલા છે. ગુજરાતમાં આવેલ ડાકોરનું મંદિર એના નામ પરથી જ ખુબ પ્રખ્યાત બન્યું છે. એને બીજી કોઈ ઓળખની જરૂર નથી. હાલમાં આજે એની વિશે વાત કરીશું. અહીં ભગવાન રણછોડરાયજીને ધરાવવામાં આવતા ભોગ પ્રસાદની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ.

રણછોડરાયજીના પ્રસાદને લઇને પણ સચોટ માન્યતા રહેલી છે. મંદિરમાં શ્રીજીના પ્રસાદરૂપે વહેંચવામાં આવતા લાડુ એક-બે મહિના નહીં પણ સમગ્ર વર્ષ દરમિયાન તાજા જ રહે છે. ભગવાન સમક્ષ ધરાવવામાં આવતા આ લાડુનો 1 વર્ષ પછી પણ એ જ સ્વાદ રહે છે. ડાકોર ધામમાં આ લાડુ છેલ્લા 276 વર્ષથી પરંપરાગત રીતે જ તૈયાર કરવામાં આવે છે.

પ્રસાદના લાડુની ખાસ વિશેષતા એ રહેલી છે કે, તમામ લાડુ તૈયાર થયા પછી એને શ્રીજી સન્મુખ ધરાવવામાં આવે છે. ચાંદીના બંટામાં શ્રીજીને લાડુ અર્પણ કરવાની સાથે જ પિત્તળના મસમોટા તપેલામાં પણ લાડુ ધરાવ્યા પછી આ લાડુને પેક કરવામાં આવે છે. આ લાડુ 1 વર્ષ પછી પણ તાજા જ રહે છે. જેને શ્રધ્ધાળુઓ શ્રીજીનું સત્ કહે છે. ડાકોરના શ્રી રણછોડરાયજીના પ્રસાદના લાડુ એકથી દોઢ વર્ષ સુધી એવાને એવા જ રહે છે.

લાડુ બનાવવા માટે ખાસ સામગ્રી લાવવામાં આવે છે :
ડાકોર મંદિરમાં ફાગણી પૂનમના ઉત્સવ દરમિયાન માત્ર 3 જ દિવસમાં કુલ 3 લાખથી પણ વધારે લાડુનું વેચાણ થાય છે, જ્યારે સામાન્ય દિવસોમાં માત્ર 25,000 લાડુનું સરેરાશ વેચાણ થાય છે. ડાકોરમાં બનાવવામાં આવતાં પ્રસાદીમાં વપરાતી બધી સામગ્રી વર્ષોથી ચોક્કસ જગ્યાએથી જ લાવવામાં આવે છે. જેમાં લાડુ માટેનું ઘી કાઠિયાવાડમાં આવેલ વેરાવળથી લાવવામાં આવે છે. આ ઘી વલોણાનું જ હોય છે. લાડુમાં વાપરવામાં આવતા ઘઉં પણ ચોક્કસ સ્થળેથી જ મંગાવવામાં આવે છે.

જાણો કેવી રીતે બને છે પ્રસાદના આ ખાસ લાડુ?
ઘઉંને આખી રાત પલાળ્યા પછી એને સુકવવામાં આવે છે, ત્યારબાદ એને દળવામાં આવે છે. આ લોટમાં દળેલ ખાંડ, ઘી, એલચી પાવડર, બરાસા સહિતના દ્રવ્યોનું મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. આ મિશ્રણમાંથી હાથેથી લાડુ બનાવવામાં આવે છે. હાથેથી જ બનાવવામાં આવતા તમામ લાડુ અંદાજે 55 ગ્રામ વજનના હોય છે.

લાડુ તૈયાર કરવા માટેની પરંપરા :
મંદિરમાં તૈયાર કરવામાં આવતા લાડુની પરંપરા પણ ખુબ ખાસ છે. લાડુ તૈયાર થતાં હોય ત્યારે બહારની કોઇ જ વ્યક્તિને ત્યાં પ્રવેશ આપવામાં આવતો નથી. લાડુ તૈયાર થયા પછી પણ કોઇની દ્રષ્ટિ એની ઉપર ન પડે એ રીતે જ એને નિજ મંદિરમાં લઇ જઇને શ્રીજીને ધરાવવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post