કેન્દ્ર સરકારની આ યોજના દ્વારા ખેડૂતોને પાકમાં થયેલા નુકશાન માટે મળશે સહાય -જલ્દી અહિયાં કરો અરજી…

Share post

દર વર્ષે કુદરતી આફતોને લીધે ખેડૂતોનાં પાકને નુકશાન થતું હોય છે. પૂરને લીધે તેમજ ક્યારેક દુષ્કાળને લીધે ખેડૂતોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેને લીધે એમને આર્થિક રીતે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડતી હોય છે. ખેડૂતોની આ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રસરકાર દ્વારા પ્રધાનમંત્રી પાકવીમા યોજના રજૂ કરવામાં આવી છે. આ યોજનાનું મુખ્ય ધ્યેય એવા ખેડૂતોને સહાય કરવી કે જેમને કુદરતી આફતોને લીધે નુકસાન વેઠવું પડયું છે.

અહી નોંધનીય છે કે, પ્રધાનમંત્રી પાકવીમા યોજના એવાં ખેડૂતોની માટે છે કે, જેઓ એમની ખેતી કરવાં માટે કૃષિલોન લઈ રહ્યાં છે તથા જેમનો પાક ખરાબ હવામાનને લીધે બરબાદ થાયછે. એના પરના પ્રીમિયમ બોજને ઘટાડવામાં સહાય કરેછે. આ યોજના ભારતની કૃષિવીમા કંપની ચલાવી રહી છે પન હજુ  કેટલાંક એવા ખેડુતો છે કે, જેઓ હજુ પણ આ યોજના વિશે સંપૂર્ણપણે જાગૃત નથી. જેથી આજે અમે આપને અમારા લેખમાં પ્રધાનમંત્રી પાકવીમા યોજના વિશે વિગતે જણાવીશું…

પ્રધાનમંત્રી પાકવીમા યોજના મેળવવા માટેની શરતો :
આ યોજનાનો લાભ મેળવવા માટે આપે પાકની વાવણીના કુલ 10 દિવસની અંદર આ યોજનાનું ફોર્મ ભરી દેવાનું રહેશે.જો,પાકની લણણીના કુલ 14 દિવસની અંદર કુદરતી આપત્તિને લીધે નુકસાન થાય છે તો પણ આપ વીમા યોજનાનો લાભ લઈ શકો છો.વીમા નાણાંનો લાભ ત્યારે જ આપવામાં આવશે કે જયારે પાકને કોઈ કુદરતી આપત્તિને લીધે નુકસાન થયું હોય.કપાસનાં પાક માટે વીમા પ્રીમિયમ ગયા વર્ષે એકરદીઠ કુલ 62 રૂપિયા હતું જ્યારે ડાંગરના પાકની માટે કુલ5૦5 રૂપિયા જયારે બાજરીનાં પાકને માટે કુલ 222 અને મકાઈના પાકની માટે એકરદીઠ કુલ 202 નક્કી કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રીપાકવીમાયોજનાનોલાભમેળવવામાટેનાદસ્તાવેજો :
ખેડૂતનો ફોટો,

ખેડૂતનું ID કાર્ડ એટલે કે પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ, આધારકાર્ડ.

ખેડૂતનાં સરનામાનો પુરાવો એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ, મતદાર ઓળખકાર્ડ, પાસપોર્ટ, આધારકાર્ડ.

જો ખેતર તમારું પોતાનું હોય તો એનો ખાતા નંબર.

પાક ખેતરમાં વાવેલો છે એનો પણ પુરાવા રજૂ કરવા પડશે.

આના પુરાવારૂપે ખેડુતોને પટવારી, સરપંચ, પ્રધાન જેવા લોકોની પાસેથી પત્ર લખાવીને લઈ શકે છે.

જો,ખેતર ભાગમાં અથવા તો ભાડે આપીને પાક વાવવામાં આવ્યોછે તો પછી ખેતરના માલિકની સાથે કરારની નકલ – ફોટોની કોપી લેવી આવશ્યક છે. એમાં ખેતરનું ખાતું એટલે કે  ખાસરા નંબર સ્પષ્ટ લખેલો હોવો જોઈએ. પાકનાં નુકસાનની પરીસ્થિતિમાં સીધા જ તમારા બેંક ખાતામાં પૈસા મેળવવા માટે રદ થયેલ ચેક હોવો ખુબ જ આવશ્યક રહેલો છે.

પ્રધાનમંત્રીપાકવીમાયોજનાનુંફોર્મક્યાંથીમળીશકે?
પ્રધાનમંત્રી ફાસલ વિમા યોજના માટે આપ ફોર્મ ઓફલાઇન એટલે કે બેંકમાં જઇને  તેમજ ઓનલાઇન પણ ભરી શકો છો. જો, તમારે ઓફલાઇન અરજી કરવી હોય તોતમારે પાસેની બેંકની શાખામાં જવું પડશે. પ્રધાનમંત્રી પાકવીમા યોજનાનુંફોર્મભરવુંપડશે.

ઓનલાઇન કેવી રીતે અરજી કરવી ?
સૌ પ્રથમ તો આ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ – https://pmfby.gov.in/ પર જાઓ.

ત્યારપછી હોમપેજ પર  ‘ફાર્મરકોર્નર’  પર ક્લિક કરો.

ત્યારપછી આપનાં મોબાઇલ નંબરથી લોગિન કરો તથા જો આપનું ખાતું હોય તો ‘ગેસ્ટખેડૂત’ તરીકે લોગિન કરો.

ત્યારપછી આપનું નામ, સરનામું, ઉંમર, રાજ્ય જેવી તમામ જરૂરી જાણકારી દાખલ કરો તેમજ અંતે સબમિટ બટન પર ક્લિક કરો.

યોજનાની માહિતી મેળવવાં માટેનો હેલ્પલાઇનનંબર :
પ્રધાનમંત્રી પાકવીમા યોજના અંતર્ગત સરકારે ખેડુતોની માટે એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કર્યો છે. જો, કોઈપણ ખેડૂતને આ યોજના સંબંધિત જાણકારી લેવાનીહોય કે કોઈ મુશ્કેલી હોય તો એ આ હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરી શકે છે.

ફોનનંબર : 01123382012
હેલ્પલાઈન નંબર : 01123381092

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post