ઘૂઘરા ઘરે-ઘરે બનતા હશે, પણ આવા ‘ખાસ ઘૂઘરા’ ઉંચી કિંમત આપવા છતાંય નઈ મળે! – જાણો રેસીપી

Share post

દિવાળીના તહેવારોની શરૂઆત થઇ ચુકી છે, કોરોના વચ્ચે પણ લોકો ધામધૂમથી દિવાળી અને નવા વર્ષની તૈયારી અને ઉજવણી કરી રહ્યા છે. કોરોના વચ્ચે લોકો વિચારી રહ્યા છે કે, “કોરોનાએ દિવાળી બગાડી!” પરંતુ હાલનો માહોલ જોતા એવું લાગતું નથી કે, આ વર્ષે પણ કોઈની દિવાળી બગડી હોય. આ વર્ષે પણ લોકો ધામધુમથી દિવાળી ઉજવી રહ્યા છે. સામાન્ય રીતે દિવાળીમાં મીઠાઈઓની સૌથી વધારે માંગ રહે છે, પરંતુ આ વર્ષે કોરોનાનો દર લોકોને સતાવી રહ્યો છે, કે આવા સમયમાં ગળ્યું ખાવાથી કોરોના થશે તો? આજે મોટાભાગના ડેરી ચલાવતા લોકોને ખોટનો સામનો પણ કરવો પડ્યો છે. હાલના સમયમાં લોકો ઘરે જ મીઠાઈઓ બનાવે છે અને દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.

દરેક લોકોના ઘરમાં ઘૂઘરા તો બનતા જ હશે, અને મોટા ભાગના લોકોને ઘૂઘરા ખુબ જ પસંદ છે. ઘણા લોકો એવા છે જે બહાર બનતા ઘૂઘરા ખરીદે છે, પરંતુ હાલના સમયમાં એ પણ અશક્ય બન્યું છે. તો આજે મોટા ભાગના લોકો ઘરે જ ઘૂઘરા બનાવી રહ્યા છે. તો આજે એવા જ સ્વાદિષ્ટ ઘૂઘરા કેવી રીતે બનાવવા… એ અંગે વાત થવાની છે…

સામાન્ય રીતે ઘૂઘરા 14 થી 16 દિવસ સુધી સારા રહે છે. ઘૂઘરા બનાવવા માટે વધારે ખર્ચ પણ થતો નથી. એટલે સામાન્ય વ્યક્તિ પણ બહાર કરતા પણ સારા ઘૂઘરા ઘરે જ બનાવી શકે છે.  ઘૂઘરા સૌથી જલ્દી અને સૌથી સસ્તામાં બનતી મીઠાઈ છે. તેને બનાવવા માટે આટલી જ વસ્તુ તમારી પાસે હોવી જરૂરી છે…

ઝીણી સોજી- 1 કપ
ઘી- જરૂર મુજબ
દળેલી ખાંડ- 1 કપ

અડધો કપ કાજુના ટુકડા
અડધો કપ બદામના ટુકડા
અડધો કપ કિશમિશ

અડધો કપ પિસ્તા
1 કપ સૂકા કોપરાનું છીણ
1 ચમચી એલચી પાઉડર
2 કપ મેદો

કેવી રીતે બાંધવો ઘૂઘરાનો લોટ?
સૌ પ્રથમ ઘૂઘરાનો લોટ બાંધવા માટે મેંદાની જરૂર પડશે. મેંદામાં ચપટી મીઠું અને 3 થી 4 ચમચી ઘી ઉમેરી લો, અને થોડું થોડું પાણી ઉમેરી પુરી કરતાં થોડો કડક લોટ બાંધી દો. હવે આ લોટને ઢાંકીને એકતરફ મૂકી દો. સૌથી સરળ રીતથી સ્વાદિષ્ટ ઘૂઘરાનો લોટ તૈયાર થઇ જશે.

કેવી રીતે તૈયાર કરવો ઘૂઘરાનો મસાલો?
હવે પેનમાં 4 થી 6 ચમચી ઘી લઈને તેમાં સોજી 5 થી 6 મિમિટ શેકો અને બહાર કાઢી લો. હવે એ જ પેનમાં કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ થોડા તાપે શેકી લો અને પછી મિક્સરમાં અધકચરા વાટી લો. અને પછી એ જ પેનમાં સૂકા નારિયેળની છીણને બે મિનિટ સુધી શેકી લો. ત્યારબાદ એક બાઉલમાં શેકેલી સોજી, નારિયેળની છીણ, દળેલી ખાંડ, બધાં ડ્રાયફ્રૂટ્સ, એલચી પાઉડર બધી જ વસ્તુ નાખીને બરાબર મિક્સ કરી લો.

મિક્સરમાં આ મિશ્રણ છૂટું પડે એવું લાગતું હોય તો મિક્સરમાં 2-3 ચમચી દૂધ ઉમેરી કરી શકો છો. હવે ઘૂઘરાના લોટના લૂવા કરીને તેની પૂરી વણી લો. અને તેમાં એક ચમચી સ્ટફિંગ ઉમેરીને બજારમાં મળતા સંચાથી અથવા તો ફોકથી ડિઝાઈન કરીને સીલ (પેક) કરી દો. સીલ કરતી વખતે પુરીની કિનારી પર સહેજ પાણી લગાવી દેવું. જેના કારણે બરાબર ચોટી જાય. તમે લોટ કઠણ બાંધશો તો તેનું પડ કડક બનશે. ત્યારબાદ ગરમ તેલમાં મધ્યમ ગેસ પર ઘૂઘરા લાઈટ ગોલ્ડન તળી લો. તૈયાર છે એકદમ ટેસ્ટી અને મજેદાર દિવાળી સ્પેશિયલ ઘૂઘરાની મિઠાઈ. દિવાળી વચ્ચે તમે પણ ઘરેબેઠા જ બહારના મોંઘા ઘૂઘરાનો સ્વાદ માણી શકશો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post