સૌરાષ્ટ્રના ખેડૂતપુત્ર કોરોના વોરિયર બનીને કરી રહ્યા છે અનોખી સમાજ સેવા

Share post

આજે કોરોના મહામારીમાં માં સેવા આપવા અને સમાજ ના લોકો ને ઉપયોગી બનવા માટે જે આ બે યુવાનો આપણા દક્ષિણ ગુજરાત માં સમાજ ને ઉપયોગી થઈ રહ્યા છે. જેમાં વડોદરા શહેર ખોઙલધામ સમિતિ ના કનવીનર અને વઙોદરા લેઉવા પટેલ સમાજ ના યુવા કમૅઠ જાંબાજ કુમુદ અકબરી જે દેશ માટે સતત સક્રિય સેવાઓ આપી રહ્યા છે.

પણ ગઈ કાલે વઙોદરા શહેરમાં જે આપણા સમાજ ના ગૅભવતી મહિલા બહેન નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હવે આપ સહુ જાણો છો કે હાલ પ્રશાસન આમાં પુરી દેખભાળ રાખવા માટે સક્ષમ નથી. તો કુમુદ અકબરી કોરોના વોરીયર તરીકે એ ગૅભવતી બહેન ને વ્યવસ્થિત રીતે સારવાર મળે એ માટે કુમુદ અકબરી અને એની ટીમ દ્વારા ખુબ જ મહેનત કરી ને એ બહેન કે જે લાખાપાદર ના મુળ વતની છે. હાલ વડોદરા શહેર માં રહે છે. તેમને બેસ્ટ સારવાર મળે એ માટે આયોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

ફોટો: કુમુદ અકબરી

એ માટે વઙોદરા શહેર ખોડલધામ સમિતિ ના કનવીનર અને વઙોદરા લેઉવા પટેલ સમાજ ના યુવા આગેવાન કુમુદ અકબરી કે જે કાલાવડ તાલુકાના નવા ગામ ના વતની છે હાલ વડોદરા શહેર માં પોતાની કૅમભુમી બનાવી છે અને સમાજ ના વોરિયર્સ તરીકે સેવા આપી રહ્યા છે તો કુમુદ અકબરી અને એની ટીમ ને આ સેવા કાર્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

આજ રીતે બીજા એક લાખેણા યુવા ડો જય ભુવાએ પણ કરી અનોખી સેવા

ફોટો: જય ભુવા

જેઓ અંકલેશ્વર માં એક મોટા ટ્રસ્ટ ની હોસ્પિટલમાં સેવા બજાવી રહ્યા છે અને સૌરાષ્ટ્ર ના કોઈ પણ વિસ્તાર ના દર્દી માટે ખૂબ જ પર્સનલી ધ્યાન રાખીને એક આપણા પોતાના સ્વજન ની જેમ કાળજી રાખે છે. ગઈ કાલે જ મને જીઆઇડીસી વિસ્તારમાં રહેતા એક ભાઈ નો ફોન આવ્યો કે ડો જય ભુવા એ અમારી દિકરી કે જે એ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તેમની ડો જય ભુવા દ્વારા ખુબ કાળજી લીધી હતી તો મારે જય ભુવા નો આભાર વ્યક્ત કરવો છે.

આ રીતે ડો જય ભુવા કે જેઓ જસદણ તાલુકાના સાણથલી ગામના વતની છે હાલ સુરત રહે છે અને અંકલેશ્વર ની ટ્રસ્ટ ની એક મોટી હોસ્પિટલ માં આઈ સી યુ વિભાગ સેવા કાર્ય કરી રહ્યા છે અને સૌરાષ્ટ્ર ના સમાજ ના લોકો ને ઉપયોગી થઈ રહ્યા છે તો આ સમાજ વોરીયૅસ ને પણ ખુબ ખુબ શુભેચ્છાઓ.


Share post