September 25, 2020

કૃષિ મંત્રાલયની અનોખી પહેલ: ‘કિસાન રેલ’ દ્વારા ખેડૂતોની આવક અને ઉત્પાદનમાં થશે બમણો વધારો -જાણો શું છે ખાસિયતો…

Share post

‘કિસાન રેલ’ પશ્ચિમ મહારાષ્ટ્રનાં તમામ ખેડૂતોની માટે એક નવી રોશની લાવી છે. કારણ કે, આ રેલવે પૌષ્ટિક પ્રતિરોધક ક્ષમતાને વધારનાર ફળ એટલે કે દાડમને મહારાષ્ટ્રનાં ઉત્તર ભારત સુધી પહોંચાડે છે. અત્યાર સુધીમાં છેલ્લા માત્ર 1 માસમાં કુલ 1,100 ટનથી પણ વધુ દાડમનું પરિવહન કરવામાં આવ્યુ છે. સસ્તા તથા સૌથી ઝડપી પરિવહનનો ફાયદો ઉઠાવતાં ખેડૂતો ખુબ જ ઉત્સાહિત છે તથા ખુશ છે. કારણ કે, રેલવે અત્યાર સુધી અઠવાડિયામાં કુલ 3 દિવસ ચાલે છે.

મહારાષ્ટ્રમાં રહેતાં તમામ ખેડૂતોમાં ‘કિસાન રેલ’ ખુબ જ જાણીતી બની છે. કારણ કે, એ  મહારાષ્ટ્રમાં આવેલ સાંગોલા, પંઢરપુર, કોપરગાંવ, પુણે, દોડ, નાસિક, મનમાડ ક્ષેત્રોમાંથી દાડમ, શિમલા મરચા, ફુલાવર, લીંબુ, લીલા મરચા, આઈસ્ડ-ફિશ, જીવિત છોડ, ઈંડા તેમજ બીજા શાકભાજી સતત તથા સમય પર પરિવહન કરવામાં આવી રહ્યા છે. ખેડૂત રેલ દ્વારા અત્યાર સુધીમાં લાવવામાં આવતાં કુલ પેરિશેબલ વસ્તુઓમાંથી કુલ 1,127.67 ટન દાડમનું પરિવહન કરે છે. જે આ રેલથી લોડ કરવામાં આવતાં પેરિશેબલ્સનો અંદાજે કુલ 61% હિસ્સો રહેલો છે.

7 ઓગસ્ટ 2020નાં રોજ દેવલાલીથી દાનાપુર સુધી કુલ 1 સાપ્તાહિક સેવાનાં રૂપમાં શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ મુઝફ્ફરપુર સુધી એને વિસ્તારવામાં આવી તેમજ ત્યારબાદ સાંગોલ-પુણેથી મનમાડમાં એક લિંક રેલથી જોડેલી છે. ‘કિસાન રેલ’ હવે ત્રિસાપ્તાહિક રીતે ચાલી રહી છે. જે ખેડૂતોની વધતી પ્રતિક્રિયા દર્શાવી રહ્યાં છે.

દાડમનાંપાકમાં એક પ્રભાવશાળી પોષક તત્વ રહેલું હોય છે. જેમાં વિટામીન-C, વિટામીણ-K , ફોલેટ, પોટેશિયમ વગેરેનો સમાવેશ થાય છે. એનું નાસિક, પુણે તથા સોલાપુરમાં મોટાપાયે ઉત્પાદન કરવામાં આવે છે. નેશનલ હોર્ટિકલ્ચર બોર્ડનાં જણાવ્યા મુજબ દાડમ એ સોલાપુર પર રાષ્ટ્રીય સંશોધન કેન્દ્ર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવેલ આંકડા કુલ ઉત્પાદનમાં મહારાષ્ટ્રનો ભાગ કુલ 62.91% રહેલો છે. આની માટે આ વિશાળ ઉપજને સમગ્ર દેશમાં માર્ગ પરિવહનનાં માધ્યમથી ટ્રકો પર લઈ જઈ શકાય છે. જેને કારણે ખેડૂતો ઓછી કમાણી પ્રાપ્ત કરી શકે છે તેમજ ઘણાં દિવસો લાગે છે.

‘કિસાન રેલ’ને કૃષિ મંત્રાલયનાં સહયોગથી રેલવે મંત્રાલએ શરૂઆત કરી છે. જેને કારણે ખેડૂતોની માટે પરિવહનની તીવ્રતા, આવકમાં વૃદ્ધિ, પ્રમાણ પર પ્રતિબંધ ન હોવો, માર્ગની તુલનામાં સસ્તી તેમજ મોટી બચતની સાથે ખેડૂતોની માટે આશા બને છે. ટોલ સહિત પરિવહન પડતર ઘણી ઓછી પડે છે. એને કારણે બીજા સાધનોની તુલનામાં સમય ઓછો લાગે છે તેમજ તાજો માલ ઓછા સમયમાં બજારમાં જઈ રહ્યો છે, ફળની ઘણી માંગ રહેલી છે. ખેડૂતોને સારી તથા ઉપજ આપનાર ફાયદો મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post