ખેડૂતોને આત્મનિર્ભર બનવવા PM મોદીએ કરી મોટી જાહેરાત, જાણો જલ્દી…

Share post

કોરોના મહામારીને લીધે વિખેરાઈ ગયેલ અર્થવ્યવસ્થાને ફરી પાછી પાટે ચઢાવવા માટે ભારતીય રેલવે દ્વારા પૂરતાં પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે તથા બીજી પ્રોડ્ક્ટની સાથે જ કૃષિ પ્રોડક્ટની હેરાફેરી માટે પણ જેવી કે, શાક-ભાજી, ફળ, અનાજ , દૂધ સહિત ઘણી વસ્તુઓને રેલ મારફતે દેશના દરેક ખૂણે પહોંચાડવા માટે રાહત આપવામાં આવી છે.

ટમેટા, ડુંગળી તથા બટેટાથી લઈને બધાં જ ફળ-શાકભાજી આવરી લેવાની જાહેરાત:
કેન્દ્ર સરકાર દ્વારા કિસાન રેલના માધ્યમથી ફળ-શાકભાજીના પરિવહન પર કુલ 50% સબસિડી આપવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ સબસિડી ઓપરેશન ગ્રીન ટોપ ટૂ ટોટલ યોજના( Operation Green-TOP to Total ) અંતર્ગત આપવામાં આવશે. કેન્દ્ર સરકારના ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન અંતર્ગત ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલયે પાયલોટ પ્રોજેક્ટ આધારે કુલ 6 મહિના માટે ઓપરેશન ગ્રીન યોજનાને વિસ્તારીને ટમેટા, ડુંગળી તથા બટેટાથી લઈને બધાં જ ફળ- શાકભાજી  આવરી લેવાની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા મે મહિનામાં જાહેરાત કરવામાં આવી હતી કે, કુલ 500 કરોડ રૂપિયાના વધારાના ભંડોળની સાથે ઓપરેશન ગ્રીનનું વિસ્તરણ કરવામાં આવશે તથા ટમેટા, ડુંગળી તથા બટેટા સહિત બધાં જ ફળો તથા શાકભાજીનો પણ સમાવેશ કરવામાં આવશે. રેલ મંત્રાલય દ્વારા મંગળવારે જાહેર કરવામાં આવેલ આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, આ ફંડના ઉપયોગ માટે ‘ભારતીય રેલવે ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય’ (MOFPI)ને ઉપયોગ પ્રમાણપત્ર ઉપલબ્ધ કરાવશે.

ત્યારપછી મંત્રાલય રેલવેને વધારાનું ફંડ આપવામાં આવશે. ઝોનલ રેલવેને વિનંતી કરવામાં આવી છે કે, એ ‘કિસાન રેલ’ ટ્રેન દ્વારા પરિવહન થનાર ફળ-શાકભાજી પર તત્કાળ પ્રભાવે કુલ 50% સુધીની સબસિડી આપે. એમાં જણાવવામાં આવ્યું છે કે, માલ લઈ જનાર સ્ટેશનના મુખ્ય પાર્સલ નિરીક્ષકે વાતનું ધ્યાન રાખે તથા એ જવાબદારી લે કે, માત્ર અધિસૂચિત સામાન પર જ આ યોજના અંતર્ગત લાભ મળે અથવા તો આપવામાં આવે.

ઓડીટની રીતો તથા બીજી બાબતોને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. આની વિશે જલ્દી જ સૂચનાઓ આપવામાં આવશે. રેલ મંત્રાલયે જણાવતાં કહ્યું કે, ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય દ્વારા શરૂઆતમાં યોજના માટે કુલ 10 કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રકમને દક્ષિણ મધ્ય રેલવે ઝોનની પાસે જમા કરાવવામાં આવશે. કેન્દ્ર સરકાર દ્વારા આ નાણાકીય વર્ષના બજેટમાં વિશેષ પાર્સલ ટ્રેન કિસાન રેલ ચલાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post