Tue. Aug 4th, 2020

જમીન કે જામીન આપ્યા વગર માત્ર 3 ડોક્યુમેન્ટના આધારે ખેતી માટે મેળવો 3 લાખની લોન- વાંચો પ્રોસેસ

Share post

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું છે કે, કિસાન ક્રેડીટ કાર્ડ (KCC- Kisan Credit Card) માટે હવે વધુ ડોક્યુમેન્ટ ની આવશ્યકતા નથી. ખેડૂતો હવે માત્ર ત્રણ ડોક્યુમેન્ટ ના આધારે જ કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) કઢાવી શકશે. આ માટે ત્રણ ડોક્યુમેન્ટમાં પહેલું ડોક્યુમેન્ટ જે વ્યક્તિ લોન લે રહ્યું છે તે ખેડૂત છે કે નહીં તેની ખરાઇ કરવા માટેનું પ્રમાણપત્ર. આ માટે બેન્ક ખેડૂતના ખેતરના કાગળો જોઈને તેની નકલો લઈને પ્રમાણપત્ર આપશે. ત્યારબાદ બીજુ ડોક્યુમેન્ટ રહેઠાણનો પુરાવો રહેશે. જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે ખેડૂત સ્થાનિક રહેવાસી જ છે અને ત્રીજુ ડોક્યુમેન્ટ ખેડૂતો નું સોગંદનામું જેથી સાબિત થઈ શકે કે ખેડૂત ને પાછલી કોઈ લોન બાકી નથી.

કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી શેખાવતે વધુમાં કહ્યું છે કે, અમે કોશિશ કરી રહ્યા છીએ કે કિસાન ક્રેડીટ કાર્ડની કવરેજ વધારવામાં આવે. કારણકે આ યોજના હજુ માત્ર દેશના ૫૦ ટકા ખેડૂતો સુધી જ સીમિત રહી છે. દેશમાં ૧૪ કરોડ કિસાન પરિવાર છે જેમાંથી ૭ કરોડ ખેડૂતો પાસે જ કિશાન ક્રેડિટ કાર્ડ છે. આવું એટલા માટે છે કારણ કે, કિશાન ક્રેડિટ કાર્ડ(KCC- Kisan Credit Card) બનાવવા માટે ખેડૂતોને ખૂબ જ જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને ખેડૂત કંટાળીને આ કાર્ડ કઢાવતો નથી.

શેખાવતે વધુમાં જણાવ્યું છે કે આ રાજ્ય સરકારો અને બેંકો દ્વારા કહેવામાં આવ્યું છે કે, તેઓ પંચાયતો ના સહયોગથી ગામડાંઓમાં દરેક જગ્યાએ કેમ્પ લગાવીને કિસાન ક્રેડીટ કાર્ડ(KCC- Kisan Credit Card) બનાવશે. મોદી સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ(KCC- Kisan Credit Card) અને માત્ર ખેતી પૂરતું જ સીમિત નથી રાખ્યું પરંતુ ખેતી સાથે સંલગ્ન પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગ માટે પણ આ કાર્ડ આપવામાં આવી રહ્યું છે . આ બંને ઉદ્યોગ ખેતી સાથે જોડાયેલા હોવાથી તેમાં સરકાર લોન આપી રહી છે સરકાર દ્વારા વધુમાં હો તો બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે. જ્યારે ખેતી માટે ત્રણ લાખ રૂપિયાની લોન આપવામાં આવી રહી છે.

જો તમારી પાસે ખેતી કરવા માટે જમીન છે તો તમે તમારી જમીન ને ગીરવે રાખ્યા વગર લોન લઇ શકો છો. જેની સીમા એક લાખ રૂપિયા સુધીની છે. એક લાખ રૂપિયાથી વધુના લોન પર તમારે જમીન ગીરવે રાખવાની સાથે સાથે જામીન આપનાર પણ જોઈશે. તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, આરબીઆઇએ વગર ગેરંટીની લોન આપવા માટે ની સીમા 1.5 લાખ રૂપિયા કરી દીધી છે, પરંતુ બેંક હજી સુધી આ પ્રમાણે કરી નથી રહી. પરંતુ ટૂંક જ સમયમાં આ સીમા વધવાની નોટિફિકેશન જાહેરાત થઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post