fbpx
Thu. Aug 22nd, 2019

કિશાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ખેતી માટે ફક્ત 4 ટકા વ્યાજ પર લોન મેળવો

કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતી કરતા ખેડૂતોને 6000 રૂપિયા ની સહાય આપવાની ઘોષણા કરી હતી. સાથે જ કિસાન ક્રેડીટ કાડૅ દ્વારા લોન દેવાં ની પણ ઘોષણા થઈ. જો તમે સમયસર પૈસા જમા કરાવી દો છો તો આ કાર્ડની મદદથી ખેતી માટે સરળતાથી લોન મળી શકે છે. જણાવી દઈએ કે આ કાર્ડની મદદથી 3 લાખ રૂપિયા સુધીની લોન માત્ર ૭ ટકા વ્યાજે મળી શકે છે. સમય પર પૈસા પાછા કરી દો તો 3 ટકા અલગથી છૂટ મળે છે. આ રીતે પ્રામાણિક ખેડૂતોને માત્ર ૪ ટકા વ્યાજે લોન મળી શકે છે. છે જમીનદારો અને શાહુકારો થી ઘણી સસ્તી છે.

લોકસભામાં જાહેર કરેલ એક રિપોર્ટ મુજબ ભારતના દરેક ખેડૂત પર સરેરાશ 47 હજાર રૂપિયાની લોન છે. જેમાં જમીનદારો પાસેથી લીધેલી લોન ગણવામાં આવે તો પ્રત્યેક ખેડૂત સરેરાશ 12,130 રૂપિયાની લોન શાહુકારો પાસેથી લે છે. જમીનદારો પાસેથી ઊંચા આવ્યા છે લોન લઈ પરત ન કરતા ખેડૂતો આત્મહત્યા કરે છે. જ્યારે આ કાર્ડની મદદથી ખૂબ જ સસ્તા વ્યાજ દરે લોન મળે છે જેથી ખેડૂતોનું આત્મહત્યા અટકાવી શકાશે.

કોણ લઈ શકે છે લોન :-

હવે કિસાન ક્રેડીટકાર્ડ ફક્ત ખેડૂતો સુધી જ મર્યાદિત નથી. પશુપાલકો અને માછલી બાળકો પણ આનો ઉપયોગ કરી 2 લાખ રૂપિયા સુધીની લોન લઈ શકે છે. ઓછામાં ઓછી ૧૮ વર્ષની ઉંમર અને વધુમાં વધુ ૭૫ વર્ષની ઉંમર હોવી જોઈએ. ખેડૂત ની ઉંમર સાઠ વર્ષથી મોટી છે તો એક જામીન ની જરૂર પડશે. જેની ઉંમર સાઠ વર્ષથી નીચેની છે તેઓ માત્ર ફોર્મ ભરીને લોન મેળવી શકશે.