કિસાન ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને 3 લાખ રૂપિયા સુધીની લોન ફક્ત 3 ટકા સુધીના વ્યાજ પર મળશે

Share post

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાછલા મહિને પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ લાભાર્થીઓને કિસાન ક્રેડિટ કાર્ડ સોંપ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ પર કોઈપણ ગેરેન્ટી વગર 1,60,000 રૂપિયાની લોન દેવાની ઘોષણા કરી હતી. એટલું જ નહિ આ યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન અંદાજે ૩ ટકા વ્યાજ પર મળી શકશે. આવો જાણીએ કઈ રીતે તમે આ યોજનાનો લાભ ઉઠાવી શકશો.

કિસાન ક્રેડિટ કાર્ડ ધારકોને ચાર ટકા વ્યાજ પર 3 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. પરંતુ તે માટે નિશ્ચિત સમય પર લોન પર ચૂકવવાની શરત છે.

સરકારી ક્ષેત્રની ભારતીય સ્ટેટ બેન્ક ના મુજબ જો ખેડૂત તરફથી નિશ્ચિત સમય પર લોન ચૂકવવામાં આવે તો વ્યાજનો દર 3 ટકા થઇ જશે. જો લોન ચૂકવવામાં મોડું થાય તો ૭ ટકા વ્યાજ વસૂલ કરવામાં આવશે.

જો ખેડૂત તરફથી 1,60,000 રૂપિયાની લોન સમય પર પરત ચૂકવવામાં આવશે તો જ બીજી 3 લાખ રૂપિયાની લોન મળશે. 1 લાખ ૬૦ હજાર રૂપિયા સુધીની લોન લેવા કોઈપણ પ્રકારની ગેરેન્ટી ની જરૂર નથી.

ખેડૂતોને દેવામાં આવતી લોન પર બેન્કો તરફથી સાધારણ વ્યાજ જ લગાવવામાં આવશે. પરંતુ બેંક ડિફોલ્ટર અથવા તો પેમેન્ટમાં મોડું થતાં ચક્રવૃદ્ધિ વ્યાજ વસૂલ કરવામાં આવશે.

પ્રથમ વખત લોન પર બેંકના અધિકારીઓ દ્વારા ખેડૂત ના પાક વાવવાના અને ત્યારબાદના ખર્ચાનું આંકલન કરીને લોન આપવામાં આવશે. ત્યારબાદ લોન સમયસર પરત ચુકવી દેવામાં આવે તો બીજી લોન ની લિમિટ ત્રણ લાખ રૂપિયા કરી દેવામાં આવશે.

એટલું જ નહીં પરંતુ ક્રેડિટ કાર્ડ દ્વારા રકમ લેનાર ખેડૂતને તેના પાકનો વિમો મફતમાં મળશે. આ ઉપરાંત કિસાન ક્રેડિટ કાર્ડ ધારક ખેડૂતોને તેમના વ્યાજ ખાતા પર વધુ વ્યાજ આપવામાં આવશે.


Share post