આંદોલનમાં ખેડૂત ભૂખ્યો ન રહી જાય એ માટે ગામડાની મહિલાઓ રાત-દિવસ કરી રહી છે અથાગ પરિશ્રમ, જાણી તમને પણ ગર્વ થશે

Share post

કૃષિ સુધાર કાયદાની વિરુદ્ધ હાલમાં સમગ્ર દેશના ખેડૂતો દિલ્હી બોર્ડર પર આક્રમક રીતે આંદોલન કરી રહ્યાં છે. આવા સમયની વચ્ચે પંજાબમાં આવેલ ગામડાની મહિલાઓ અને યુવાનોએ રસોઈનો મોરચો સંભાળી રાખ્યો છે. અહીં કેટલાંક ગામમાં રસોઈ બની રહી છે તો કેટલાંક ગુરુદ્વારામાં રસોઈ બની રહી છે. આંદોલન કરી રહેલ ખેડૂતોની માટે જમવાનું ખોરવાઈ ન જા એની માટે દિવસ-રાત સરસવનું શાક, રોટલી તથા પિન્નિઓ બનાવવામાં આવી રહી છે.

આસાનીથી બનાવવામાં આવતી કોબીજ, ડુંગળી, ગાજર, ટામેટા જેવી શાકભાજી કાચી જ મોકલવામાં આવી રહી છે. મહિલાઓ જમવાનું બનાવી રહી છે તેમજ યુવાનોનું જૂથ તેને લઈ સિંધૂ તથા ટિકરી બોર્ડર સુધી પહોંચાડી રહ્યું છે. જેની ખાસિયત તો એ છે કે, તેનો સંપૂર્ણ ખર્ચ ગામલોકો એકસાથે મળીને ઉઠાવી રહ્યાં છે. આની સાથે જ ગુરુદ્વારાને પણ દિલ ખોલીને જમવાના સહિત તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.

આંદોલન તથા જમવાનું મેનેજમેન્ટ કુલ 4 પોઈન્ટમાં સમજો :

1. જમવાની તૈયારી અને શાકભાજી એકત્ર કરવી :
ગામમાં એક જગ્યા પર તમામ લોકો એકત્ર થઈ રહ્યાં છે. જેના ઘરમાં અથવા તો ખેતરમાં જે કઈપણ સામાન અથવા તો શાકભાજી હોય તેઓ લઈને ત્યાં પહોંચી જાય છે. સરસવનું શાક એટલા માટે કારણ કે, તે ઝડપથી ખરાબ થતું નથી. આની સાથે જ પંજાબીઓને ભાવતું ભોજન છે. હાલમાં સરસવના શાકની સિઝન પણ ચાલી રહી છે. ગામલોકોએ એકત્ર થઈને સામાન ભેગો કર્યો હતો. ત્યારપછી દિવસ-રાત સરસવનું શાક તૈયાર કરવામાં આવ્યું હતું. ઘી, શાકભાજી તેમજ બાકીનો સામાન પેક કરીને તૈયાર કરી દેવામાં આવ્યું હતું.

2. એવું જમવાનું બનાવ્યું કે, જે ટકાઉ હોય :
ફગવાડાનું ગામ જગતપુરા જટ્ટાં. અહીં ખેડૂતોની માટે દેશી ઘીની પિન્નિઓ તૈયાર કરવામાં આવી રહી છે. અંદાજે 1 ટન પિન્નિઓ અહીંયા તૈયાર થઈ ચુકી છે. દિવસ-રાત જોયા વિના મહિલાઓ અને યુવાનોએ પિન્નિઓ તૈયાર કરી હતી. જેનું પેકિંગ કરીને આંદોલન વાળી જગ્યા પર મોકલવામાં આવી રહી છે. રોટલીઓ તો છે જ, પરંતુ આની સાથે જ દેશી ઘી માંથી બનેલ પિન્નિઓ ખાવાથી ભૂખ લાગતી નથી. જેને કારણે આંદોલન કરી રહેલ ખેડૂતો હેરાન ન થાય, તેના માટે આવી તૈયારી કરવામાં આવી છે.

3. આંદોલન માટે લગ્ન જેવું મેનેજમેન્ટ :
જગતપુરા જટ્ટાંના જસવિંદર સિંહ, મનજિંદર સિંહ, જસવીર જૌહલ અને જસવંત સિંહે કહ્યું હતું કે, તૈયારી, જમવાનું બનાવવાનું તથા પેકિંગનું સંચાલન કરવામાં આવ્યું છે. તમામ લોકોએ એકત્ર થઈને પુરે પુરી દેખરેખ કરી રહ્યાં છે. અહીંના ગુરુદ્વારા સાહિબમાં આ લંગર તૈયાર કરાવવામાં આવ્યું છે. જેને જોઈ એવું લાગી રહ્યું છે કે, કોઈ આંદોલન માટે નહીં પરંતુ લગ્ન માટેની સુવિધા કરવામાં આવી રહી હોય.

4. જમવાનું ટ્રાન્સપોર્ટેશન :
ભઠિંડાના યુવા કુલદીપસિંહ, અમનજીત સિંહ, સંદીપ સિંહ, અમૃતપાલ સિંહ, પ્રદીપ સિંહ, હરદીપ સિંહ અને જગજીત સિંહ ટિકરી બોર્ડરના રસ્તામાં છે. તેમના ટ્રેક્ટરમાં અંદાજે 1,000 થી પણ વધારે ખેડૂતોની માટે સરસવનું શાક, કુલ 10 કિલો દેશી ઘી તથા ગાજર, કોબિજ, ડુંગળી, ટામેટાની બોરી છે. યુવાન જણાવે છે કે, તેમને નીકળ્યા એને 24 કલાક જેટલો સમય થઈ ચુક્યો છે. જમવાનું આંદોલનની જગ્યા પર જઈ રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…