કિન્નરનો વેષ ધારણ કરી આ રત્નકલાકાર અથાગ પરિશ્રમ કરી ગાયોના જીવ બચાવવા કરી રહ્યા છે એવું કાર્ય કે, જાણીને ગર્વ થશે

Share post

કોરોનાને કારણે ગૌશાળામાં લોકો દ્વારા આપવામાં આવતી સહાય બંધ થઈ જતાં સંચાલકોએ ગાયોને રખડતી મૂકી દીધી ચે ત્યારે હાલમાં ગુજરાતમાં આવેલ બોટાદ જીલ્લામાંથી એક જાણકારી સામે આવી રહી છે. રાજ્યના બોટાદ જિલ્લામાં આવેલ ઝમરાળામાં રહેતા તથા છેલ્લા 2 દાયકાથી ભાવનગરમાં સ્થાયી થયેલ વિનોદ કુમાર કુલ 15 વર્ષ અગાઉ ભાવનગરમાં રત્નકલાકાર તરીકે હીરા ઘસતા હતાં પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હશે.

આ વિનોદ કુમાર જ્યારે રત્નકલાકાર તરીકે નોકરી કરી રહ્યા હતા એ સમયે એક ગાયને રીબાતી જોઈને એમનું હૃદય દ્રવી ઊઠયું તથા મનોમન નક્કી કરીને ગાયોની સેવા કરવા માટે ઘરસંસાર છોડીને કિન્નરનો ભેખ ધારણ કરી લીધો હતો. નિરાધાર, અપંગ ગાયોની સેવા માટે પોતાનું આ જીવન સમર્પિત કરી દીધું હતું.

કિન્નર થવાનું કારણ એ છે કે, મોટા પ્રમાણમાં બીમાર પડતી ગાયોને જોઈને સેવા કરવાની ઇચ્છા હતી. ઘણીવાર પૈસાની પણ જરૂર પડતી ત્યારે આ રત્નકલાકારને વિચાર આવ્યો કે, હું કિન્નરમાં ભરતી થઈ જાવ તથા લોકોની પાસેથી દાન સ્વીકારીને રસ્તા પર નિરાધાર પીડાતી ગાયોની સેવા કરી શકુ. આ વિચારને સાર્થક કરવા રત્નકલાકારે પોતાના પરિવારની મંજુરી ન હોવા છતાં ગાય માતાની સેવા કરવા માટે કિન્નરનો ભેખ ધારણ કરી લીધો હતો.

નયનાકુંવર પોતાની આવકનો ઉપયોગ ગાયોની સેવામાં કરી રહ્યા છે:
નરશ્રેષ્ઠ, નારીશ્રેષ્ઠના અમુક ઉદાહરણો આપણા સમાજમાં રહેલા છે પરંતુ આ વાત છે એક કિન્નરની ! એમણે ગુરુ ક્રિષ્નાકુંવરની પાસે દીક્ષા લીધેલ હોવાથી હાલનું પુરુ નામ નયનાકુંવર છે. ભાવનગર સિદસર ગામ પાસે ભગતની ગૌશાળા તરીકે ઓળખાતો આશ્રમ આવેલો છે.

જ્યાં અપંગ, અશક્ત, બીમાર નિરાધાર એવી કુલ 150થી વધારે ગાયો રહેલી છે. જેની આ કિન્નર દિવસ-રાત સેવા કરે છે તથા ઘણા ભક્તો પણ આર્થિક રીતે સહયોગ આપી રહ્યા છે તથા પોતે પણ કમાઈને આવકનો અહીં ઉપયોગ કરી રહ્યા છે.

રોડ પરથી નીકળતા વાહનચાલકો પાસેથી દાન સ્વીકારીને ગાયોની સેવા કરે છે:
નયનાકુંવર વહેલી સવારે 4 વાગ્યે જાગીને પોતે બનાવેલા મંદિરમાં બહુચરાજી માતાની આરાધના કરે અને ત્યારબાદ કાયમી સ્થળે એટલે કે નારી ચોકડીથી ધોલેરા તરફના રોડ ઉપર ઊભા રહી ઠંડી , તડકો, વરસાદ સહન કરી માર્ગ પર પસાર થતાં વાહનચાલકો પાસેથી દાન સ્વીકાર કરી નિરાધાર બિમાર ગાયોની આશ્રમમાં સેવા કરે છે.

નયનાકુંવરનું જીવન પૂર્ણપણે સંન્યાસીને છાજે તેવું છે. નયનાકુંવર જેઓ દરરોજ વહેલી સવારે નારીગામ પાસે અમદાવાદ હાઈવે પર રસ્તા પરથી નીકળતા વાહનચાલકો પાસેથી દાન સ્વીકારી ગાયોની સેવા કરી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…