ચીનથી પાછા ફરેલા ઓફિસર સાથે કિમ જોંગએ કર્યું આવું- શું કિમ જોંગ ડરી ગયા છે?

Share post

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગની તાનાશાહી રીતથી દરેક કોઈ જાણકાર છે. અહીંયા એક નાની એવી ભૂલ કરવા ઉપર પણ સજા આપવામાં આવે છે અને એ પણ મોતની. કોરોના વાયરસના સંક્રમણની લઈને જ્યાં પૂરી દુનિયા ઈલાજ શોધવાનો પ્રયાસ કરી રહી છે ત્યાં ઉત્તર કોરિયામાં વાયરસથી સંક્રમિત પીડિતો ઉપર જુલ્મ કરવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર આ વાયરસથી સંક્રમણના આશંકા ઉપર ઉત્તર કોરિયાના એક અધિકારીને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ અધિકારીએ ભૂલથી સાર્વજનિક બાથરૂમ નો ઉપયોગ કરી લીધો, જેની કિંમત તેણે પોતાનો જીવ ગુમાવી ચૂકવવી પડી.

દક્ષિણ કોરિયાના સમાચાર પત્ર ડોંગ-એ-ઇલબો મુજબ આ વ્યક્તિને ચીનથી પાછા આવ્યા બાદ અલગ જગ્યાએ રાખવામાં આવ્યો હતો.અધિકારીના સાર્વજનિક બાથરૂમ ઉપયોગ કરવાના કારણે તેને કોરોના વાયરસના સંક્રમણ ફેલાવવા અને નિયમોનું ઉલ્લંઘનનો દોષત માનવામાં આવ્યો. બાદમાં તેની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી.

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગએ વગર પરવાનગીએ સંક્રમિત લોકો માટે રાખવામાં આવેલ અલગ જગ્યાને છોડી જનાર વાળા વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો સંકલ્પ કર્યો છે.

યુકે મિરરના રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીએ એક અન્ય અધિકારીને પણ ચીનની યાત્રા કરવાની વાત સંતાડવા બદલ દેશમાંથી બહાર કાઢી મુકવામાં આવ્યો છે.

દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ અનુસાર ઉત્તર કોરિયામાં કોરોના વાયરસના ઘણા મામલા સામે આવ્યા છે અને તેનાથી લોકોનું મૃત્યુ થવાની પણ આશંકા છે. જોકે પ્યોંગયાંગમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અધિકારીઓનું કહેવું છે કે તેને હજુ સુધી કોઈ પણ મામલાની સૂચના મળી નથી.

ઉત્તર કોરિયા આ વાતને લઇ લે અડગ છે કે તેને ત્યાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે નથી આવ્યો.જોકે વિશ્લેષકો ને તેની આ વાત ઉપર ભરોસો નથી કે ચીન સાથે 880 માઈલ ની સીમા રાખનાર દેશમાં કોરોના વાયરસનો એક પણ કેસ સામે ન આવ્યો હોય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post