જૂનાગઢના આ મજૂરે ખેતીમાં એવી બુદ્ધિ વાપરી કે, અત્યારે દરરોજના કમાઈ રહ્યો હજારો રૂપિયા- જાણો કેવી રીતે?

Share post

હાલમાં રાજ્યનાં ખેડુતો વિવિધ જાતની ખેતી કરી રહ્યાં છે. આપણા દેશનાં ખેડૂતો ભણેલ વ્યક્તિ કરતાં પણ વધુ કમાણી કરી રહ્યાં છે, ત્યારે હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.આપે મજૂર તો ઘણાં જોયા હશે. મજૂરની રોજની કમાણી 200, 500 તથા 1,000 રૂપિયા સુધીની હોય એવું સાંભળ્યું જ હશે.

પણ એક મજૂરની આવક દરરોજની 3,000 થી લઈને 5,000 રૂપિયા સુધીની છે પરંતુ આ વાતનો આપને વિશ્વાસ  નહીં આવે.  આ મજુર એવું તો શું કામ કરે છે, કેવી રીતે આવક કમાઈ રહ્યો છે ?ગુરાત જૂનાગઢ જિલ્લામાં આવેલ ભેસાણ તાલુકાનાં રાણપુર ગામનાં વતની છે રણછોડભાઈ ઉર્ફે બાઘાભાઇ વાડોદરિયા.

રણછોડભાઈ એ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને બાઈક પર દવા છાંટવાનો પ્રેસર પંપ બનાવી લીધો છે. પાકમાં દવાનો છંટકાવ કરવાંનું કામ બીજા મજૂર કુલ 2-4 દિવસમાં પુર્ણ કરે છે. જયારે આ કામ ઓછા પૈસામાં રણછોડભાઈ ગણતરીનાં કલાકોમાં જ પૂરુ કરી દે છે.રણછોડભાઈ કપાસ તેમજ મગફળીમાં દવાનો છંટકાવ કરવાંનાં કુલ 1 વીઘા જમીનનાં માત્ર 50 જ રૂપિયા લે છે.

દરરોજ કુલ 80-100 વિઘા જમીનની અંદર દવાનો છંટકાવ કરી રહ્યાં છે. જેથી કુલ 3,000-5,000 રૂપિયા સુધીની રોજની આવક મેળવી રહ્યાં છે. આને લીધે ખેડૂતોને પણ ખુબ જ લાભ થાય છે. કુલ 20 વીઘા જમીનમાં દવાનો છંટકાવ કરતાં ફક્ત 1 મજૂરને કુલ 3 દિવસનો સમય લાગતો હોય છે.

જ્યારે રણછોડભાઈ ફક્ત 2-3 કલાકમાં જ દવાનો છાંટકાવ કરી  દે છે. રાણપુરનાં ઘણાં ખેડૂતો રણછોડભાઈની પાસેથી જ દવાનો છંટકાવ કરાવે છે. હવે વિશ્વાસ આવ્યો ને તમને ! મજૂર પણ કુલ 3,000-5,000 રૂપિયા માત્ર 1 જ દિવસમાં કમાઈ શકે છે. આની પાછળ એની બુદ્ધિ કામમાં આવી છે એટલે કે કહેવત છે, ને કે ‘પંડ કામ કરે પૈસા વાળા ન થવાય’ એટલે કે માત્ર શરીરનો ઉપયોગ કરવાંથી પૈસાવાળા થવાતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post