માત્ર આઠ ગાયથી શરુ કર્યો પશુપાલનનો બિઝનેસ- અત્યારે કરી રહ્યા છે 400 ગાય અને 12 નંદીઓનો ઉછેર…

Share post

હાલમાં થોડાં દિવસ પહેલાં જ બનાસ ડેરી દ્વારા પશુપાલનમાંથી સૌથી વધુ કમાણી કરી રહેલ લોકોની યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાંથી કુલ 10 વ્યક્તિઓમાંથી બધી જ મહિલાઓ હતી. આવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.ગીર ગાય એ ગુજરાતનું આભુષણ રહેલું છે.

ગીર ગાયનું દૂધ સ્વાસ્થ્યની રીતે ખુબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. એક સમય એવો આવ્યો હતો કે જયારે અસલ ગીર ગાયની નસ્લ ઘણી ઘટી ગઈ હતી પણ ગૌપ્રેમીઓનાં પ્રયાસને પરિણામે તેમજ ગાય આધારિત ખેતીને કારણે ગીર ગાયોનું મહત્ત્વ વધી જતાં હવે ઘણાં ખેડૂતો ગીર ગાયોનું પાલન કરતાં થયા છે.

ગીર ગાયનાં જતન તથા સંવર્ધનનાં કાર્યોમાં પણ કેટલાંક પશુપાલકો જોતરાઈ ગયાં છે. હાલમાં ગીર ગાય પણ કમાણીનું સાધન બની ગઈ છે. ગીર ગાયનાં સંવર્ધનથી પણ શ્રેષ્ઠ બ્રીડ તૈયાર કરીને પણ પશુપાલકો આગળ વધી રહ્યા છે.આવી સુંદર ગાયોને જોયા બાદ મન મોહી જાય તો નવાઈ નહીં.

ગીર ગાયમાં જ એવું દૈવત્વ રહેલું છે, કે એનાં પ્રત્યે આકર્ષિત થઈ જવાય. ગાયનાં દૂધ પર સૌપ્રથમ વાછરડાનો હક રહેલો છે. ગાયનું વાછરડું તૃપ્ત થાય ત્યારપછી વઘેલા દૂધનું દોહન કરવું એવાં ધ્યેયની સાથે રાજકોટ જિલ્લામાં આવેલ જસદણ તાલુકાનાં લૂણકી ગામમાં ગૌશાળા સ્થાપીને સફળતાપૂર્વક સંચાલન પણ કરી રહ્યા છે.

દિનેશભાઈ મોહનભાઈ છાયાણી તથા એમનો ભત્રીજો મહેશભાઈ ગેલાણી. દિનેશભાઈનાં ઘરમાં ગાયો તો પહેલેથી હતી પણ એમણે પદ્ધતિસર ગુણવત્તાવાળી ગીર ગાયોને તૈયાર કરી વ્યવસાયની દૃષ્ટિએ આગળ વધવા માટે આર્યમાન ગીર ગૌશાળા બનાવી હતી. વર્ષ 2012માં માત્ર 8 ગાયોથી શરૂઆત કરેલી.

આ ગૌશાળામાં હાલમાં કુલ 400 જેટલી નાની-મોટી ગીર ગાયો તથા કુલ 12 જેટલા નંદી પણ રહેલાં છે.આ ગૌશાળામાં ગાયોનાં શ્રેષ્ઠ ધણ તૈયાર કરવાનાં મુખ્ય ઉદ્દેશની સાથે કામની શરુઆત કરી છે. વર્ષ 2015-2017 સુધી તરણેતરમાં પશુપાલન સ્પર્ધામાં દૂધ ઉત્પાદનનાં ક્ષેત્રે એમની ગાયનો પહેલો નંબર રહ્યો હતો તો વર્ષ ૨૦17 માં રાજ્ય ક્ષેત્રે પશુપાલન ક્ષેત્ર ત્રીજા નંબર પર રહી હતી.

શ્રેષ્ઠ દૂધનાં ઉત્પાદન ધરાવતી વંશાવળીનાં નંદીઓ થકી જ તેઓ ગાયોનું બ્રિડીંગ પણ કરાવે છે. જેને કારણે એમની પાસેની ગાયોનું એવરેજ દૂધ ઉત્પાદન કુલ 14-18 લિટર જેટલું રહે છે. આની સાથે જ માત્ર 1 ટાઈમનું કુલ 7-10 લિટર જેટલું દૂધ પહેલા વેતરમાં જ મળે છે.ગૌશાળામાં હાલમાં કુલ 400 માંથી કુલ 80 જેટલી ગાયોનું દૂધ ઉત્પાદન થાય છે.

જેમાં વાછરડાઓને ધવરાવ્યા પછી કુલ 300 લિટર જેટલું દૂધ મળે છે. ગૌશાળાથી જ માણસો ગીર ગાયનું દૂધ ખરીદી જાય છે. બાકી વઢેલ દૂધમાંથી ઘી બનાવવામાં આવે છે.  1 કિલો ઘી કુલ 2,000 રૂપિયાનાં ભાવથી વેચવામાં આવે છે. બીજી બાજુ છાશ પણ કુલ 20 રૂપિયે લિટર વેચવામાં આવે છે.

ગૌમૂત્ર અર્ક બનાવવા ઉપરાંત ખેડૂતોને ખેતર માટે પણ આપે છે. મહિને દહાડે કુલ 200-250 કિલો જેટલું ઘી નું વેચાણ કરવામાં આવે છે. ગાયોનાં પાલનની પાછળ તેઓને કુલ 6-7 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. આ વખતે એમને કુલ 800 લિટર દૂધ ઉત્પાદનનો ટાર્ગેટ છે. સામાન્ય રીતે ગુણવત્તાવાળી ગીર ગાયની કિંમત કુલ 1.50 લાખ રૂપિયા સુધીની હોય છે.

જેમાં 2 લાખ રૂપિયા સુધીમાં ગાયોનું વેચાણ થાય છે. એમની ગૌશાળામાં મહિને કુલ 5-6 ગાયોનું વેચાણ પણ થતું રહે છે. ગૌશાળામાં ગાયોના ઉછેરની પાછળ દર મહિને કુલ 6 લાખ રૂપિયાનો ખર્ચ પણ કરી રહ્યા છે.ગીર ગાયનાં ઉછેરમાં માસ્ટરી મેળવ્યા પછી મહેશભાઈ હાલમાં અમદાવાદની નજીક આવેલ વિસ્તારમાં ગૌશાળા બનાવીને શહેરી લોકોને ગીર ગાયનું ચોખ્ખું દૂધ મળે એવા પ્રયત્નો કરી રહ્યા છે.

તેઓએ અમદાવાદ પાસે ગ્રામિણ વિસ્તારમાં ગાયોની માટે નવી ગૌશાળા તૈયાર કરી છે. હાલમાં તેઓએ માત્ર 15 ગાયોથી જ અમદાવાદમાં દૂધનું વેચાણ ચાલુ કર્યું છે. જેનાં માત્ર 1 જ લિટરનાં કુલ 80 રૂપિયા ભાવ મળી રહ્યો છે. એમના આ પ્રયત્નોથી શહેરી વિસ્તારમાં ગીર ગાયનું દૂધ પણ મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post