સૌરાષ્ટ્રના ખેડૂતો ગટરના પાણીથી કરવા જઈ રહ્યા છે આ અશક્ય કામ- જો સફળતા મળશે તો…

Share post

સૌરાષ્ટ્રના તમામ ખેડૂતો કઈક અલગ જ કરી બતાવવાની ભાવના ધરાવતાં હોય છે. ઘણાં ખેડૂતો પાકની ખેતી કરે છે, તો વળી ઘણાં ખેડૂતો અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને કઈક નવું જ કરી બતાવે છે. હાલમાં પણ સૌરાષ્ટ્રમાં આવી જ એક ખેતી સામે આવી રહી છે. જેને સાંભળીને આપ પણ કહેશો કે આ શક્ય જ નથી.

હમેશા માટે અછતનો સામનો કરી રહેલ કચ્છમાં હંમેશા ઘાસચારો મેળવવો ઘણો મુશ્કેલ બને છે ત્યારે આવાં સમયમાં નખત્રાણા તાલુકામાં આવેલ મોટા અંગીયા ગામમાં ઇઝરાયલી પદ્ધતિને અનુસરી પંચાયત દ્વારા ગટરનાં પાણીમાંથી ઘાસચારો ઉગાડવામાં આવશે. જે માત્ર 1 જ નહિ પરંતુ કુલ 3 વર્ષ સુધી માત્ર 1 વિઘા જમીન દીઠ કુલ 15 ટન ઉત્પાદન આપશે.

બારેયમાસ સુકો પ્રદેશ રહેતાં કચ્છમાં પાણીનો અભાવ હોવાંથી હંમેશા ઘાસચારાની અછત જ રહેતી હોય છે ત્યારે નખત્રાણા તાલુકામાં આવેલ મોટા અંગીયા ગ્રામ પંચાયતે અનોખી પહેલ કરીને ઘાસચારાની અછતને હળવી કરી નાંખી છે. મોટા અંગીયા ગામમાં ગટરનાં પાણીમાંથી સારી એવી ગુણવત્તાવાળું ઘાસ ઉગાડવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આની માટે ગામનાં સરપંચ ઇકબાલ ઘાંચીએ ઇઝરાયલી પદ્ધતિનો અભ્યાસ કર્યો છે. જે અનુસાર ગટરનું પાણી પાઇપ દ્વારા કુલ 800 મીટર જેટલુ દૂર પહોંચાડવામાં આવશે. જ્યાં પાણીનાં ખાડામાં પાણી ચોખ્ખું થયા પછી એનો ઉપયોગ પણ થઇ શકશે. ગટરનાં પાણીમાં જરૂરી પોષકતત્વો મળી જતાં હોવાંને કારણે ઉત્પાદનની માટે ખાતરની જરૂર ઉભી થતી નથી.

કચ્છની જમીન ઉપજાઉ ન હોવાંને કારણે અહીં ખાસ બુલેટ નેપિયર પ્રજાતિનું ઘાસ ઉગાડવામાં આવશે. આ ઘાસને ખાવાંથી પશુનાં દૂધનાં ફેટમાં વધારો થશે તેમજ પશુ ખડતલ પણ બને છે. માત્ર 1 જ વિઘામાં કુલ 15 ટન જેટલું ઉત્પાદન સતત કુલ 3 વર્ષ સુધી મળતું રહે છે. ગટરનાં પાણી તથા ઇઝરાયલી પધ્ધતિનો ઉપયોગ કર્યા પછી પાણીની બચત તો થશે જ આની સાથે ઉત્પાદનમાં પણ વધારો થશે ત્યારે બીજી ગ્રામ પંચાયતો પણ આ પદ્ધતિ અપનાવે તો ઘાસચારાની અછતને કાયમી ધોરણે ટાળી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post