પેઢીઓ સુધી આવક આપતી ‘પીળા સોના’ સમાન આ ખેતીમાંથી બનાસકાંઠાનાં ખેડૂતો કરી રહ્યાં છે મબલખ કમાણી

Share post

ગુજરાતનાં ખેડૂતો ખેતીમાં કઈક અલગ કરી બતાવતા હોય છે. આવા જ એક ખેડૂતભાઈને લઈ એક જાણકારી સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લો સરહદી વિસ્તારને અડીને આવેલ છે. આ વિસ્તાર પહેલા સૂકો વિસ્તાર હતો પરંતુ ખેડૂતોની મહેનત તથા નર્મદાના પાણીને લીધે ખેડૂતો બાગાયત ખેતી બાજુ વળ્યા છે. હાલમાં ખેડૂતો ખુબ ઓછા પાણીએ ખારેકની ખેતી કરીને મબલખ કમાણી કરે છે.

સયમની સાથે નવા નવા બદલાવ આવતા રહેતાં હોય છે. આજથી થોડા વર્ષો અગાઉની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાનાં પશ્વિમ વિસ્તારમાં વરસાદ આધારીત ખેતી કરવામાં આવતી હતી. વર્ષ2008 માં નર્મદાના નીર આવ્યા બાદ આ વિસ્તારની કાયાપલટ થઇ હોય એવું કૃષિ, બાગાયત, પશુપાલન સહિત સંખ્યાવબંધ  પછાત ગણાતા એવાં બનાસકાંઠા જિલ્લાાએ હવે રાજય, રાષ્ટ્ર તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવલંત સિધ્ધિળઓ પ્રાપ્ત કરીને કુલ 6 કૃષિ વૈજ્ઞાનિકોના માર્ગદર્શન મુજબ ખેડુતો હવે પ્રાચીન ખેત પધ્ધતિને છોડીને હવે આધુનિક પધ્ધતિ કરતા થયાં છે.

વૈજ્ઞાનિકોના માર્ગદર્શન પ્રમાણે ખેડુતોને એ વાત પણ સમજાઇ ગઈ છે કે, બાગાયતી ખેતી દ્વારા સારી આવક મેળવી શકાય છે. રાજય સરકારનાં બાગાયત વિભાગની સહાયના સથવારે જિલ્લાના પશ્વિમ વિસ્તારમાં કેટલાંક ખેડુતો બાગાયતી ખેતી બાજુ વળ્યાં છે. જિલ્લામાં હાલમાં કુલ 200 હેક્ટર વિસ્તારમાં ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી કરવામાં આવે છે. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતી કરવા માટે પ્રતિ હેકટરે ખેડુતોને કુલ 1,56,000 રૂપિયાની સબસીડી આપવામાં આવે છે.

એક છોડદીઠ કુલ 1,250 ની સબસીડી આપવામાં આવે છે. આ જિલ્લાના ખેડુતો બાગાયતી ખેતી બાજુ વળતાં જિલ્લાના બાગાયતી પાક વિસ્તારમાં સતત વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠાના ખેડૂતો પ્રાચીન ખેતીને છોડી બાગાયત ખેતી બાજુ વળ્યા છે ત્યારે ખેડૂતો ખારેકની ખેતી કરીને મબલખ કમાણી કરતાં થયાં છે. પાણીની અછતને લીધે ખેડૂતો હાલમાં આ ખેતી કરીને ખુબ ઓછા પાણીમાં મબલખ ઉત્પાદન કરી રહ્યા છે ત્યારે ખેડૂતોએ જણાવતા કહ્યું હતું કે, અમે વર્ષોથી પ્રાચીન ખેત પધ્ધતિથી ખેતી કરતાં હતાં.

જેમાં ઉનાળા તથા ચોમાસામાં બાજરી, જુવાર અને શિયાળામાં રાયડો, એરંડા, ઘઉં, જીરૂ વગેરે પાકોની ખેતી કરતાં હતાં. એમણે જણાવતાં કહ્યું કે, મને શરૂઆતથી નવું જાણવાનો શોખ છે એટલે મેં ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તથા ડીસા ખાતે આવેલ ‘આત્મા પ્રોજેક્ટ’ની ઓફિસનો સંપર્ક કર્યો હતો.’આત્મા પ્રોજેક્ટ’ દ્વારા યોજવામાં આવતા પ્રવાસમાં કચ્છમાં આવેલ મુંદ્રા ખારેક સંશોધન કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારપછી વર્ષ 2013-’14 માં ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કરવામાં આવ્યું છે.

કુલ 2,500 રૂપિયાના ભાવે ખારેકના છોડ લાવીને એનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં બાગાયત ખાતા દ્વારા સબસીડી પણ આપવામાં આવી છે.  ખારેકના પાકમાં કુલ 4  વર્ષથી આવક આવવાની શરૂ થાય છે. ખારેકના છોડનું વાવેતર કર્યાં બાદ કુલ 70 વર્ષ સુધી આવક આપે છે તેમજ 100 વર્ષનું આયુષ્ય ગણાય છે. ખારેકની ખેતી પર્યાવરણ જાળવવા પણ અનુકૂળ છે. એમાં કોઇ દવા આપવામાં આવતી નથી.

એના થડમાં માત્ર છાણીયું ખાતર તથા પાણી આપવામાં આવે છે એટલે સંપૂર્ણ ઓર્ગેનિક પણ કહી શકાય. ખારેકના રોપાઓ વચ્ચેની જમીનમાં આંતરપાક તરીકે જીરૂનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાંથી કુલ 4 લાખ રૂપિયાની આવક થઇ હતી. એમણે જણાવતાં કહ્યું કે, ખારેકનું વાવેતર કર્યાં બાદ 4 વર્ષે આવક શરૂ થઇ જાય છે તથા દર વર્ષે લાખો રૂપિયાની ખારેકનું વેચાણ કરી રહ્યાં છે. આ ખારેક માર્કેટમાં હોલસેલના ભાવે 50 રૂપિયા તથા છૂટકમાં કુલ 100 રૂપિયે પ્રતિ કિલોમાં વેચાય છે. એક વખત ખારેકનું વાવેતર કર્યાં બાદ આ ખેતીથી બે પેઢી સુધી આવક મેળવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post