આ ખેડૂત ભાઈએ અશક્ય કાર્યને પણ શક્ય કરી બતાવ્યું: ઘરની છત પર જ ઉગાડી 40 થી વધુ પ્રકારની કેરી- જુઓ વિડીયો

Share post

ઘણીવાર તમે જોયું હશે કે, કેટલાક લોકો ઘરની છત પર કિચન ગાર્ડન બનાવે છે અથવા સુંદર ફળ-ફૂલથી શણગારે છે. આ વ્યક્તિ ફળ-ફૂલ નહિ પણ કેરી ખેતી છત કરી રહ્યા છે. તેમને પોતાના ઘરની છત પર કેરીનો બગીચો રોપ્યો છે. એટલું જ નહીં, તેણે આ બગીચામાં 40 થી વધુ જાતોની કેરીઓ પણ ઉગાડી છે. તેનું નામ જોસેફ ફ્રાન્સિસ છે, જે કેરળના એર્નાકુલમનો રહેવાસી છે.

કેરીના બગીચાએ ઓળખ આપી
62 વર્ષીય જોસેફ ફ્રાન્સિસ AC ટેકનિશિયન છે, પરંતુ તેમને ખેતી પસંદ છે, કારણ કે, તેમના દાદા પણ એક ખેડૂત હતા. આજે તે પોતાનું ગુજરાન ચલાવવા માટે AC નું કામ કરે છે, પરંતુ ખેતી કરતા તેને ખૂબ જ પ્રેમ છે. ખેતીની શરૂઆતમાં તેણે ગુલાબ અને મશરૂમ્સ વગેરે વસ્તુઓ ઉગાડ્યા, પરંતુ કેરીના બગીચાએ તેને એક અલગ ઓળખ આપી છે. આ સિવાય જેકફ્રૂટ, પપૈયા, કરેલા, ભિંડો, ટામેટા વગેરે પણ છત પર ઉગાડવામાં આવે છે.

આ રીતે આવ્યો કેરીનું વૃક્ષ લગાડવાનો વિચાર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના દાદીના ઘરે ઘણા પ્રકારના ગુલાબ હતા, જે તેમના મામા દેશના ઘણાં સ્થળોથી લાવ્યા હતા. તે સમયે, કટ ગુલાબ ફક્ત બેંગાલુરુ અને કેરળમાં ઓછો જોવા મળતા હતા. તે સમય દરમિયાન, કોચીમાં ગુલાબનો સંગ્રહ ખૂબ જ હતો. આની પ્રેરણા લઈને તેણે કેરીના ઝાડ રોપવાનું શરૂ કર્યું.

તેઓ કહે છે કે, જ્યારે કેરીઓ બેગમાં ઉગી શકે છે, તો પછી છત પર કેમ નહીં. તેઓએ બેગને બદલે પીવીસી ડ્રમ્સમાં કેરીના ઝાડ ઉગાડ્યા. તેની મહેનત ફળ આપી અને ઘરની છત પર કેરીનો બાગ બની ગયો. આજે તે આલ્ફોન્સો, નીલમ, માલ્ગોવો સહિત 40 થી વધુ જાતની કેરીઓ ઉગાડે છે, જેમાંથી કેટલીક વર્ષમાં 2 વખત ફળ આપે છે. જોસેફ ફ્રાન્સિસે પેટરીસીઆ નામની કેરીની નવી જાત બનાવી છે, તે કહે છે કે, આ કેરી અન્ય કેરીઓમાં સૌથી મીઠી છે. ઘણા લોકો તેના બગીચાને જોવા આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post