પ્રમાણિકતાનો સાગર છે આ સાંસદ, 30 વર્ષ પહેલાના 200 રૂપિયાનું દેવું ચૂકવવા આવ્યા પાછા. જાણો વિગતે

Share post

દુનિયામાં ઈમાનદારી ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવા જ ઈમાનદારીના ઉદાહરણ તો અત્યાર સુધીમાં અનેક સાંભળવા મળ્યા હશે, પણ તમને આ ઘટના વિશે જાણી આશ્ચર્ય થશે. આ ઘટના એવી છે કે 30 વર્ષ પહેલા લીધેલા 200 રૂપિયા ચુકવવા કેન્યાના સાંસદ ઔરંગાબાદ પહોંચ્યા હતા.

ઔરંગાબાદના રહેવાસી 70 વર્ષીય કાશીનાથ આ ઘટનાથી ભાવુક થયા જ્યારે કેન્યાના સાંસદ તેના ઘરે પહોંચી ગયા હતા. કેન્યાના સાંસદએ કાશીનાથ ગવલીને 200 રૂપિયા ચુકવવાના હતા. આ 200 રૂપિયા તેમણે 30 વર્ષ પહેલા ઉધાર લીધા હતા.

આ રકમ ચુકવવા માટે તે કેન્યાથી ઔરંગાબાદ પહોંચ્યા હતા. આ સાંસદનું નામ રિચર્ડ ટોંગઈ છે જે કેન્યાથી દૂર નારીબરી ચચે વિસ્તારના સાંસદ છે. રિચર્ડ 1985થી 89 સુધી તેઓ ઔરંગાબાદના એક સ્થાનીય કોલેજમાં અભ્યાસ કરતા હતા. તેઓ જ્યારે કેન્યા પરત ફર્યા ત્યારે તેમણે 200 રૂપિયા લીધા હતા.

તે સમયે ગવની કરીયાણાની દુકાન ચલાવતા. કેન્યાના સાંસદએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમણે તેની મદદ કરી હતી. તે દિવસે જ તેમણે નક્કી કર્યુ હતું કે તે ભારત આવશે અને તે વ્યક્તિનો આભાર માની અને કરજ ચુકવશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post