“મારા દરેક ટ્વિટ સાચવીને રાખજો”, આવું કહેનાર ક્યાં ગુમ થઇ ગયા મનોજ તિવારી?

Share post

દિલ્હી ચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દિલ્હી ભાજપ અધ્યક્ષ મનોજ તિવારી બહુ ખરાબ રીતે સોશ્યલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યા છે. તેની પાછળનુ કારણ એ છે કે, દિલ્હી ચૂંટણી બાદ તમામ એક્ઝિટ પોલમાં આમ આદમી પાર્ટીને બહુમતિ મળશે તેવા દાવા બાદ પણ મનોજ તિવારીએ ડંફાસ મારીને ટ્વિટ કર્યુ હતુ કે, ભાજપને 48 બેઠકો મળશે . મારું ટવીટ સાચવી રાખજો. .. ભાજપ દિલ્હીમાં 48 બેઠકો લઈને સરકાર બનાવશે .. મહેરબાની કરીને ઇવીએમ પર દોષારોપણ કરવાનું બહાનું શોધી કાઢશો નહીં. હું ગ્રાઉન્ડની રિયાલીટી જાણુ છું. હું દિલ્હીની જનતાને સારી રીતે જાણું છું. તિવારીએ કહ્યું કે, દિલ્હીમાં ભાજપ 48 પ્લસ બેઠકો સાથે સરકાર બનાવશે. 48+, 55, 56 કે 60 સુધી પહોંચી જાય તો EVMને દોષ ન આપતા. જોકે આજે જાહેર થયેલા પરિણામમાં ભાજપનો સફાયો થઈ ગયો છે ત્યારે હવે યુઝર્સ પૂછી રહ્યા છે કે, હવે અમારે આ ટ્વિટનુ શું કરવાનુ છે.

મનોજ તિવારીએ સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે કાર્યકર્તાઓના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન આવવો જોઈએ. તેઓએ કહ્યું હતું કે, જુઓ કોઈ કાર્યકર્તાના ઉત્સાહમાં કોઈ ઘટાડો ન આવવો જોઈએ. મારા ટ્વિટને બિલકુલ સાચવીને રાખવું જોઈએ. હું નથી ઈચ્છતો કે પરિણામ પહેલા મારા કાર્યકર્તા નિરાશ થઈ જાય. ભાજપના દિલ્હી અધ્યક્ષ બન્યા બાદ મનોજ તિવારી માટે આ પહેલી ચૂંટણી હતી. જેમાં પાર્ટીએ ભલે તેમને સીએમ ફેસ તરીકે રજૂ કર્યા નહોતા પણ ચૂંટણી પ્રચારની મોટી જવાબદારી સોંપી હતી.જોકે હવે મનોજ તિવારી અંગે પાર્ટી શું નિર્ણય લેછે તે જોવાનુ રહે છે.

મનોજ તિવારીએ શાહીનબાગ પર કટાક્ષ કર્યો

જણાવી દઈએ કે, ભાજપે આ ચૂંટણીમાં સમગ્ર જવાબદારી મનોજ તિવારીને આપી હતી. તેમણે કાયમ વિશ્વાસ બનાવી રાખ્યો છે કે, દિલ્હીમાં ભાજપની જ સરકાર બનશે. તેમણે કહ્યું હતું કે, મતદાન પુરૂ થતાં જ શાહીનબાગનો વિરોધ ખતમ થઈ જશે. દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીના મતદાન બાદ એક્ઝિટ પોલમાં આવેલા આંકડા પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ આ વાતનો રદિયો આપ્યો છે. તેમણે ટ્વીટ કરી જણાવ્યું છે કે, તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે. મારુ આ ટ્વીટ સાચવીને રાખજો. ભાજપ દિલ્હીમાં 48 સીટ લઈને આવે છે. તેથી ઈવીએમનો વાંક કાઢવાના બહાના અત્યારથી શોધતા નહીં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post