fbpx
Thu. Sep 19th, 2019

પ્રોપર્ટી ખાતે કરતા પહેલા ખાસ આ વાતોનું ધ્યાન રાખો

વસિયતનામું કરાવવું જરૂરી છે .વળી સમયની સાથે તેના નિયમોમાં પણ કેટલાક ફેરફાર થાય છે . એ જાણવા જરૂરી છે .સામાન્ય રીતે ૭૦ વર્ષની ઉમર ના લોકો વસિયતનામું કરાવવાનું વિચારતા હોય છે .જો કે વસિયત લખતી વખતે કઈ મહત્વની વાતોનું ધ્યાન રાખવું તે નીચે મુજબ છે.

સામાન્ય રીતે વસીહત નામુ કરાવવાનું કારણ કે પ્રોપર્ટી બીજા કોઈ લઈ ન શકે અને તમે કોને આપવા માગો છો તેનો ખ્યાલ આવે અને સરળ પદ્ધતિ થઈ જાય તે હેતુ હોય છે. તેના માટે ૨૧ વર્ષની ઉંમર પછી વસિયત લખાવી શકો છો .વળી જો વસિયત ના લખ્યું હોય તો તમારા મૃત્યુ પછી તે સંપત્તિ સક્સેશન લો મુજબ તમારા પરિવારના તમામ સભ્યો વચ્ચે વહેંચવામાં આવે છે.

વસિયત કા તો હાથી થી લખાય છે કા તો પછી ઓનલાઈન કે પછી લીગલ પ્રોફેશન થી બનાવવામાં આવે છે .હાથથી લખેલી અને ટાઇપ કરેલી બંને વચ્ચે કાનૂની રીતે સ્વીકાર્ય છે .તમને જણાવી દઈએ કે ભારત સરકારે વિલ પર સ્ટેપ ડ્યુટી હટાવી દીધી છે. માટે તમે સાદા કાગળ પર પણ લખ્યું હોયે અને રજીસ્ટ્રેશન ના કરાવી હોય તો તેને પણ કાનૂની મનાઈ છે .સમયે સમયે તમારી વસિયત વર્તમાન સ્થિતિ મુજબ તમે અપડેટ પણ કરવી જોઈએ . જ્યારે તમે વસિયતને અપડેટ કરો છો તો તેમાં તારીખનો ઉલ્લેખ જરૂરથી કરો.

રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી પણ ,જે રીતે વીલ છે તેમાં છેતરપિંડી થતી હોય છે .તેથી બચાવા માટે તેને રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે .જ્યાં તમે એક નિર્ધારિત ફી આપી રજિસ્ટર પાસે તમારો વીલ રજિસ્ટર કરાવી શકો છો .સાથે જ વીલમાં જે લોકોને સાક્ષી રાખવાના હોય તે વસિયત લાભાર્થી ના હોવા જોઈએ. વસિયત કરાવવા માટે વકીલની જરૂર નથી. પરંતુ અનુભવી વકીલ પાસે માર્ગદર્શન મેળવી શકો છો. ઓનલાઇન સુવિધાઓ ના ઉપયોગ કરો જેથી લાભ થશે.