જો ચંદ્રના દર્શન ન થાય તો, શું કરવાચોથનું વ્રત સફળ મનાય? જાણો અહીં…

Share post

આજનાં દિવસે એટલે કે, 4 નવેમ્બરનાં રોજ મહિલાઓ કરવા ચોથનું વ્રત કરે છે. પતિના લાંબા આયુષ્ય તેમજ સમૃદ્ધિની કામનાથી મહિલાઓ સંપૂર્ણ દિવસ દરમિયાન ભોજન કર્યા વગર તેમજ પાણી પીધા વગર વ્રત રાખશે. સાંજે ચંદ્રના દર્શન કર્યાં બાદ અર્ઘ્ય આપવામાં આવશે. આ દિવસે સૌથી વધુ ચંદ્રની રાહ જોવામાં આવે છે. સામાન્ય રીતે ચંદ્રના દર્શન જલ્દી થઇ જાય છે પણ ચોથના દિવસે ચંદ્રોદયમાં વધુ સમય લાગે છે. જેની પાછળ ભૌગોલિક તથા જ્યોતિષીય કારણ રહેલું છે.

ચંદ્રના દર્શન ન થાય ત્યારે પણ પૂજા થઇ શકે છે :
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા મુજબ સૂર્ય તેમજ ચંદ્ર ક્યારેય અસ્ત થતાં નથી પરંતુ પૃથ્વીને લીધે આપણે એને જોઇ શકતાં નથી. એવા સમયમાં જ્યોતિષીય ગણનાની મદદથી ચંદ્રને જોવાનો સમય બતાવવામાં આવે છે. જેને સામાન્ય ભાષામાં ‘ચંદ્રોદય’ તરીકે ઓળખવામાં આવે છે એટલે કે, કરવા ચોથના દિવસે ચંદ્રોદયના સમય મુજબ પૂજા કરવામાં આવે છે. દેશના અમુક ભાગમાં ભૌગોલિક સ્થિતિ અથવા તો હવામાનમાં પ્રદૂષણને લીધે ચંદ્ર દર્શન થઇ શકતાં નથી, જો ચંદ્ર દેખાય નહીં તો પંચાંગના સમય મુજબ ચંદ્રોદયની દિશા બાજુ પૂજા કરી લેવી જોઇએ તેમજ ચંદ્રને અર્ઘ્ય આપવું જોઇએ. આવું કરવાથી દોષ લાગતો નથી.

મહાભારતમાં ચંદ્ર પૂજા તથા વ્રત :
પં. મિશ્રાના જણાવ્યા મુજબ મહાભારત કાળથી આ વ્રત કરવામાં આવી રહ્યું છે. કૃષ્ણના કહેવા પ્રમાણે દ્રૌપદીએ અર્જુનની માટે આ વ્રત કર્યું હતું. અજ્ઞાતવાસમાં અર્જુન તપસ્યા કરવા માટે નીલગિરિ પર્વત પર જતો રહ્યો હતો. દ્રૌપદીએ અર્જુનની રક્ષા કરવાં માટે ભગવાન કૃષ્ણ પાસે મદદ માંગી હતી.  એમણે દ્રૌપદીને તેવો જ ઉપવાસ રાખવાનું કહ્યું, જેવો માતા પાર્વતીએ ભગવાન શિવ માટે રાખ્યો હતો. દ્રૌપદીએ ઉપવાસ કર્યો તેમજ થોડાં સમય બાદ અર્જુન સુરક્ષિત પરત ફર્યાં હતાં. આ વ્રતમાં દ્રૌપદીએ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા ચંદ્ર સ્વરૂપમાં કરી હતી.

રામચરિતમાનસમાં ચંદ્રની પૂજા :
રામચરિતમાનસના લંકા કાંડ મુજબ, ભગવાન શ્રીરામ જ્યારે સમુદ્ર પાર કરીને લંકા પહોંચ્યા હતાં ત્યારે એમણે સાથીઓને ચંદ્રની વચ્ચે રહેલ કાળાશ વિશે પૂછ્યું. તમામ લોકોએ પોતાના વિવેક મુજબ ઉત્તર આપ્યો હતો. શ્રીરામે સમજાવ્યુ હતું કે, ચંદ્ર તથા વિષ સમુદ્ર મંથન વખતે બહાર આવ્યાં હતાં. વિષ ચંદ્રનો ભાઈ છે એટલે એમણે વિષને પોતાના હ્રદયમાં સ્થાન આપ્યું છે. પોતાની વિષયુક્ત કિરણોને ફેલાવીને તે વિયોગી નર-નારીને જલાવતો રહે છે.

આ સંપૂર્ણ પ્રસંગનો મનોવૈજ્ઞાનિક પક્ષ એ રહેલો છે કે, જે પતિ-પત્ની કોઈ કારણવશ એકબીજાથી અલગ થઈ જાય છે, ચંદ્રની વિષયુક્ત કિરણો એમને વધારે કષ્ટ પહોંચાડે છે એટલે કે, કરવા ચોથ પર ચંદ્રની પૂજા કરીને સ્ત્રીઓ એવી કામના કરે છે કે, કોઈપણ કારણે એમને તેમના પ્રિયતમનો વિયોગ સહન કરવો પડે નહી. આ જ કારણ રહેલું છે કે, કરવા ચોથના દિવસે ચંદ્રની પૂજા કરવાનો વિધાન છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post