ખેતમજૂરે પોતાની જ દીકરીને એક લાખમાં વેચીને નવી બાઈક અને મોબાઈલ ખરીદ્યો

Share post

હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. ચિક્કાબલ્લાપુર જિલ્લામાં રહેતાં એક ખેતમજૂરે પોતાની માત્ર 3 માસની બાળકીને કુલ 1 લાખ રૂપિયામાં વેચીને નવી મોટરસાઇકલ તથા મોબાઇલની ખરીદી કરી હોવાની ઘટના સામે આવી રહી છે. પાસેનાં ગામનાં એક નિઃસંતાન દંપતીને વેચી મારવામાં આવેલ બાળકીને મહિલા તેમજ બાળ કલ્યાણ વિભાગનાં અધિકારીએ શનિવારનાં રોજ બચાવી લીધી હતી.

બાળકીની માતાની ધરપકડ કરવામાં આવી છે પણ પિતા ફરાર થઈ ગયેલ છે. બેંગ્લુરુથી કુલ 70 કિમીનાં અંતરે ચિંતામણિ તાલુકામાં આવેલ તિનાકાલ ગામમાં આ કિસ્સો બન્યો હતો. બાળકીને વેચી હોવાંની જાણ થતાં જ અધિકારીએ ગામમાં આવીને માતા સહિત ઘણાં લોકોની પૂછપરછ કરી હતી.

પતિએ બીજા લગ્ન કર્યા હતા. પતિ ઉડાઉ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતો હતો. બાળકીનો જન્મ થતાં જ દંપતીએ એને વેચી દેવાનો નિર્ણય કરી લીધો હતો. એમણે બેંગ્લુરુ પાસે ઘણાં લોકોની સાથે વાટચીત શરૂ કરી હતી પણ હોસ્પિટલનાં સત્તાવાળાને એમની યોજનાની ગંધ આવી જતાં તેઓ સાવચેત થઇ ગયા હતાં.

આ દરમિયાન મલામાચેનાહાલી ગામમાં રહેતાં એક નિઃસંતાન દંપતીએ બાળકીની ખરીદી કરવાનો સોદો પાકો કરી લીધો હતો. આધેડ વયની એ વ્યક્તિએ બાળકીનાં બદલામાં કુલ 1,00,000 રૂપિયાની ચુકવણી કરી હતી. બાળકીને ચિક્કાબલ્લાપુરમાં આવેલ બાળદત્તક કેન્દ્રમાં સોંપવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…