પરંપરાગત ખેતીને બદલે મરચા અને ટેટીની ખેતી કરીને સમાજને ચીંધી નવી રાહ- વાંચો અહીંયા

Share post

સુકાભઠ્ઠ બનાસકાંઠા જિલ્લામાં ખેતી કરતા ખેડૂતો હવે પ્રગતિશીલ બની ગયા છે અને આપત્તિને પણ અવસરમાં બદલીને કૃષિના નવા આયામ સર કરી રહ્યા છે. ત્યારે ડીસા તાલુકાના એક ખેડૂતે તેની માત્ર ત્રણ વીઘા જમીનમાં એક સાથે બે પાક લઇને લાખ્ખોની કમાણી કરી છે.

ડીસા તાલુકાનાં રાણપુર ગામમાં ખેતીની જમીન ધરાવતા કનવરજી ઠાકોર નામના ખેડૂત ઓછી જમીન ધરાવે છે.પરંતુ તેમની કોઠાસુજ ખૂબ જ ઊંચી છે. તાજેતરમાં કનવરજીએ તેમના ખેતરમાં ઉનાળુ પાક દરમ્યાન ત્રણ વીધા જમીનમાં ટેટીનું વાવેતર કર્યું હતું. પરંતુ ટેટીના વાવેતરમાં કર્યું હતું. પરંતુ ટેટીના વાવેતરમાં જમીનનો મોટા ભાગનો હિસ્સો ખાલી પડયો રહેતો હોય છે. ત્યારે કનવરજી ઠાકોરે તેમની કોઠાસુજથી ખેતરમાં ટેટીના વાવેતર બાદ ટેટીના વેલા વચ્ચે મરચાના છોડ રોપી ટેટીની સાથે સાથે મરચાંનું પણ વાવેતર કર્યું હતું.

એકજ ખેતરમાં એક સાથે બે પાકોનું વાવેતર કર્યા બાદ કનવરજી ઉનાળુ સીજનમાં ટેટીમાં ત્રણ લાખની આવક મેળવી છે. જ્યારે મરચાંમાં અત્યાર સુધીમાં 6 લાખ રૃપિયાની આવક મેળવી ચુક્યા છે. અને હજુ પણ મરચાંના છોડમાંથી ઉત્પાદન મેળવી રહ્યા છે. ત્યારે કનવરજી ઠાકોર ને આશા છે કે તેઓ તેમના ખેતરની આ માત્ર ત્રણ વીઘા જમીનમાંથી અંદાજિત 10 થી પંદર લાખની આવક મેળવવાની આશા રાખી રહ્યા છે. જયારે ટેટી અને મરચાની ખેતી કરી રહેલા પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોરે ખેતીમાં માવજત કેવીરેતે કરવું તે પણ જણાવ્યું હતું.

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ઉનાળુ સીજનમાં હવે ટેટીની ખેતી તરફ વળી રહયા છે અને મોટા ભાગના પરંપરાગત બાજરીના વાવેતરના બદલે ટેટીનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે કૃષિ વૈજ્ઞાાનિકો પણ જણાવી રહ્યા છે. કે ખેડૂતો દ્વારા વધુને વધુ આવક કેવી રીતે મેળવી શકાય તે અંગે ખેડૂતો સુધી પહોંચીને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જ્યોર ડીસા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત કનવરજી ઠાકોર કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર દ્વારા આપવામાં આવતા માર્ગદર્શનને અનુસરી રહ્યા છે. અને ખેતીમાં મબલખ આવક મેળવી રહ્યા છે. ત્યારે કૃષિના જાણકારો જો આ રીતે જ ખેડૂતોને માર્ગદર્શન આપતા રહેશે તો પ્રધાનમંત્રીનું ખેડૂતોની આવક બમણી કરવાનું સપનું ચોકકસ પુરું થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post