રાજકોટના આ ખેડૂતભાઈએ ફક્ત 1 વીઘા જમીનમાં કર્યું અધધધ… 3000 કીલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન- જાણો કેવી રીતે?

Share post

ભારત એક કૃષિપ્રધાન દેશ છે. દેશની 80% વસ્તી ખેતી પર આધારિત છે. અનેકવિધ પાકોની ખેતી ખેડૂતો કરતાં થયા છે. આધુનિક સમયમાં ખેડૂતો પ્રગતીશીલ બન્યાં છે. રાજ્યમાં પણ ઘણીવાર ખેડૂતો કઈક અલગ કરીને બતાવતા હોય છે એનું ઉત્તમ ઉદાહરણ સુરત જીલ્લાના ખેડૂતભાઈ છે કે, જેમણે પંજાબમાં થતાં કાળા ઘઉંની સફળ ખેતી કરી બતાવી છે.

કેટલાંક ખેડૂતો ઓર્ગેનિક ખેતી કરતાં થયા છે તો કેટલાંક ખેડૂતો ગાય આધારિત ખેતી કરતાં થયા છે.  હાલમાં આવી જ એક પ્રગતીશીલ ખેડૂતભાઈની પ્રગતીને લઈ જાણકારી સામે આવી છે. રાજ્યના જામનગર જિલ્લામાં ખેડૂતો નવા બાગાયતી પાકોના પ્રયોગો કરીને સમ્રુદ્ધ ખેતી બાજુ વળ્યાં છે.

કાલાવડ તાલુકાના ખેડૂત વિશાલભાઈએ વૈશ્વિક કક્ષાના એક્ઝોટિક વેજીટેબલ તેમજ ફ્રુટની ખેતી કરીને સતત નવા પાકોનું સંશોધન કરી રહ્યા છે. આણંદપર ગામમાં રહેતા વિશાલભાઈએ અભ્યાસ તેમજ પોતાની ખેતીને જોડીને આ વર્ષ દરમિયાન સ્ટ્રોબેરી, ઝુકીની તથા બ્રોકલી જેવા નવા બાગાયતી પાકોનું પોતાની જમીનના એક વીઘા જમીનમાં પ્રાયોગિક ધોરણે વાવેતર કરતાં સફળતા મળી છે.

ફક્ત 1 વીઘામાં 6,000 જેટલા સ્ટ્રોબેરીના છોડનું વાવેતર ડિસેમ્બર માસમાં કર્યું હતું. આ રોપામાંથી જાન્યુઆરી મહિના એટલે કે ફક્ત 1 મહિનામાં જ વિશાલભાઈને છોડ પર ફળનું ઉત્પાદનની શરૂઆત થઇ ગઈ હતી. જેથી 1 વીઘાના વાવેતરમાંથી કુલ 3,000 કિલો સ્ટ્રોબેરીનું ઉત્પાદન મેળવ્યું છે.

આની સાથે જ તેમણે પ્રાયોગિક ધોરણે ખૂબ નાના વિસ્તારમાં એક્ઝોટિક વેજીટેબલ ઝુકીની તેમજ બ્રોકલીના વાવેતરનો પણ પ્રયોગ કર્યો હતો જેમાં પણ તેમણે સફળતા મેળવી છે. આમ, કઈક અલગ કરી બતાવવા પર સમગ્ર પંથકમાં એમની પ્રશંસા થઈ રહી છે તેમજ ખેડૂતો એમની પાસેથી માર્ગદર્શન મેળવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post