પવિત્ર શ્રાવણ મહિનામાં વિશેષ ફળની પ્રાપ્તિ માટે કરો માત્ર આ એક શિવલિંગની પૂજા- પૂરી થશે દરેક ઇચ્છાઓ

Share post

લિંગપુરાણ તથા શિવપુરાણમાં પારદ શિવલિંગનું પણ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. તેનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. આની સિવાય ઘરમાં પણ આ શિવલિંગ રાખવામાં આવે તો તેનો વિશેષ ફાયદો થાય છે. વાસ્તુમાં પણ પારદ શિવલિંગને ઘરના દોષ દૂર કરનાર તરીકે જ માનવામાં આવે છે. શિવજીને અતિપ્રિય એવો શ્રાવણ મહિનાનો પણ શરૂ થઇ ગયો છે.

શિવભક્તો પણ શિવની આરાધના કરીને પુણ્ય મેળવવા માટે આતુર રહેતા હોય છે. આ માસમાં પારદ શિવલિંગની પણ વિશેષ અર્ચના કરવાથી ભક્તોની મનોકામનાઓની પુર્ણાહુતી થાય છે. તો, આપ પણ શક્ય હોય ત્યાં સુધીનું શ્રાવણમાં આ શિવલિંગની પૂજાનો પણ આગ્રહ રાખો. કરોડો શિવલિંગનાં ફળથી પ્રાપ્ત થતાં ફળથી પણ કરોડો ગણું ફળ મળે છે પુણ્ય. શિવમહાપુરાણ મુજબ ..

” लिंगकोटिसहस्त्रस्य यत्फलं सम्यगर्चनात्। तत्फलं कोटिगुणितं रसलिंगार्चनाद् भवेत्।।
ब्रह्महत्या सहस्त्राणि गौहत्याया: शतानि च।
तत्क्षणद्विलयं यान्ति रसलिंगस्य दर्शनात्।।
स्पर्शनात्प्राप्यत मुक्तिरिति सत्यं शिवोदितम्।।”

આ શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે, કરોડ શિવલિંગના પૂજનથી જે ફળ પ્રાપ્ત થતું હોય છે, તેનાથી પણ કરોડ ગણું વધુ ફળ પારદ શિવલિંગની પૂજા તથા દર્શન માત્રથી જ પ્રાપ્ત થાય છે. પારદ શિવલિંગનાં સ્પર્શ માત્રથી પણ તમામ પાપમાંથી મુક્તિ મળી શકે છે.

તરલ ધાતુનાં પારાથી શિવલિંગ કેવી રીતે બને છે? પારો એ તરલ ધાતુ છે. એના દ્વારા શિવલિંગ બનાવવાનું કાર્ય ખૂબ જ અઘરૂં પણ છે. પારદ શિવલિંગ બનાવવું ખુબ જ મુશ્કેલ છે, તથા તેમાં વધુ પડતો સમય પણ લાગે છે. સૌપ્રથમ તો પારાને સાફ કરવામાં આવે છે. પારદ શિવલિંગ બનાવવા માટે પ્રથમ તો અષ્ટ-સંસ્કાર કરવામાં આવે છે.

ત્યારપછી ઘણી ઔષધીઓને ભેળવીને આ તરલ પારાને બાંધવામાં આવે છે. એટલે, કે તેને ઘન સ્વરૂપ આપવામાં આવે છે. અષ્ટ સંસ્કારમાં અંદાજે 6 માસનો સમય પણ લાગે છે. ત્યારપછી બીજી ક્રિયાઓમાં પણ કુલ 2-3 મહિનાનો સમય લાગે છે. આટલાં મહિનાનાં પરિશ્રમ પછી પારામાંથી શિવલિંગ બનીને તૈયાર થતી હોય છે.

શ્રાવણમાં શિવપૂજાનું છે ખાસ મહત્વ

પારદ શિવલિંગની પૂજા કરવાથી કરોડ ગણું પુણ્યની પ્રાપ્તિ થાય છે.

ઘરમાં પારદ શિવલિંગને રાખવાથી વાસ્તુ-દોષ પણ દૂર થાય છે.

ઘરમાં હાથના અંગૂઠાના પહેલાં ભાગથી મોટું શિવલિંગ પણ રાખવું જોઇએ નહીં.

જ્યાં પણ શિવલિંગ રાખવામાં આવ્યું હોય છે, ત્યાં ચોકસાઈનું પણ વિશેષ ધ્યાન રાખવું જોઈએ.

દરરોજ સવાર-સાંજ શિવલિંગની પાસે દીવો પ્રગટાવવો અને ત્યારબાદ ભોગ પણ ધરાવવો જોઇએ.

ઘરમાં ક્યારેય ક્લેશનો માહોલ ઊભો થવા દેવો નહીં.

શિવ મંત્રનો જાપ પણ કરવો જોઈએ. જેનાથી શિવજીની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે.


Share post