જાણો આ ખાસ ભેંસ વિશે, જેના પ્રેગનન્ટ થવાથી આખું રાજ્ય મનાવી રહ્યું છે ઉત્સવ !

Share post

છત્તીસગઢમાં હાલમાં પશુપ્રેમીઓમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હકિકતે છત્તીસગઢના પશુપ્રેમીઓ એક જંગલીભેંસને લઇને ખુશ છે કારણ કે આ જંગલીભેંસ મા બનવાની છે. આ જ કારણ છે કે આજકાલ ચારે તરફ આ જંગલીભેંસની ચર્ચા થઇ રહી છે. આ જંગલીભેંસનું નામ ખુશી છે જેની દેખરેખ અને માવજતમાં આજકાલ બધા લોકો લાગી ગયા છે.

ચાલુ મહિનાના અંત સુધીમાં કે પછી ઓગષ્ટના પહેલા અઠવાડીયામાં ખુશી તેમના સંતાનને જન્મ આપશે. ખુશીનું ધ્યાન રાખવા માટે લોકો તો છે જ પરંતુ પશુ ચિકિત્સક પણ નિયમીત રીતે તેમને તપાસવા માટે આવે છે અને તેમને કોઇપણ પ્રકારની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખે છે. ખુશીના મા બનવાની વાત લઇને વનવિભાગના કર્મચારીઓમાં પણ આનંદ જોવા મળી રહ્યો છે.

નોંધનીય છે કે જંગલીભેંસ છત્તીસગઢનું રાજ્યપશુ છે જેમની પ્રજાતી લુપ્ત થવાના આરે છે. ઉદંતી અભ્યારણમાં ફક્ત 6 જંગલીપાડા અને 2 જંગલીભેંસો બચી છે જેમાં એક આશા અને બીજી ખુશી છે. આશા હવે ઉંમરલાયક હોવાના કારણે તે પ્રજનન યોગ્ય નથી જ્યારે તેમની દીકરી ખુશી વંશવેલો આગળ વધારી શકે તેમ છે. ખુશી પહેલી વખત ગર્ભવતી બની છે માટે આ વખતે વન વિભાગ તેમની સેવામાં કોઇ કસર બાકી રાખવા માંગતું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post