ગુજરાતના આ યુવા ખેડૂતે એવું કૃષિ યંત્ર શોધી કાઢ્યું કે, ખેડૂતોનાં ખર્ચમાં થઇ જશે ત્રણ ગણી બચત

Share post

જૂનાગઢ જિલ્લામાં આવેલ માળિયા-હાટિના તાલુકામાં આવેલ પીખોર ગામનાં ઇનોવેટર ભરતભાઇ અગ્રવાતે મલ્ટીપર્પઝ એવું વાવણી તથા નિંદામણ માટે મશીન વિકાસવવામાં આવ્યું છે. ભરતભાઇ અગ્રાવત તથા એમના પિતા અમૃતભાઇ અગ્રાવતે સામાન્ય લોકોનું જીવન સરળ બને એની માટે ખુબ સસ્તાં ઇનોવેશનો કર્યા છે. ભરતભાઇ અગ્રાવત દ્વારા વિકસાવવામાં આવેલ આ વાવણી તથા નિંદામણનું મશીન ચલાવવામાં આસાન છે. આની સાથે જ ખેડૂતો એમની જરૂર પ્રમાણે એનો ઉપયોગ કરી શકે છે.

ભરતભાઇ અગ્રાવતે આ ઇનોવેશનની વિશેષતા જણાવતા કહ્યું હતું કે, ખેતીની જમીન ખુબ ટૂંકી થતી જાય છે. નાના ખેડૂતોને બળદ પોષાતા નથી, આની સાથે જ મિની ટ્રેક્ટર પણ પોષાતા નથી. આવા સમયમાં એવા કૃષિ-સાધનોની જરૂર ઉભી થાય છે કે, જે ખેતીમાં થતો ખર્ચ બચાવે તથા ખુબ સસ્તાં પણ હોય. મેં બેટરીથી ચાલી શકે એવા વાવણી તથા નિંદામણ માટે ઉપયોગમાં લેવા તેવા મશીન વિકસાવવામાં આવ્યાં છે. બેટરી સંચાલિત (ઇ-સીડ ડ્રીલ) મશીન એક વ્યક્તિ ચલાવી શકે છે તથા માનવ સંચાલિત છે.

તે મશીન ચલાવવામાં કુલ 2 વ્યક્તિની જરૂર પડે છે. બેટરી સંચાલિત ઇ-સીડ ડ્રીલ અથવા તો ઇ-વીડર ફક્ત 12 રૂપિયામાં આખો દીવસ ચાલી શકે છે. આ મલ્ટીપર્પઝ મશીન દ્વારા માત્ર 1 દિવસમાં કુલ 15 વીધા જમીનમાં વાવણી અથવા તો નિંદામણ કરી શકાય છે. ખેડૂતોને ટ્રેક્ટર ભાડે કરવા કરતા આ મશીનથી ખેતી કરવી વધારે સસ્તી પડે છે. માનવ સંચાલિત વાવણી તથા નિંદામણ કરવાં માટેના મશીનની કિંમત માત્ર 2,700 રૂપિયા છે. જ્યારે બેટરી સંચાલિત મશીનની કિંમત કુલ 17,000 રૂપિયાથી લઇને કુલ 21,000 રૂપિયા સુધીની હોય છે.

ભરતભાઇએ જણાવતાં કહ્યું હતું કે, અત્યાર સુધીમાં ખેતીમાં આ મશીન દ્વારા જે પ્રયોગો કરવામાં આવ્યાં એમા એમને સફળતા મળી છે તથા ખેડૂતોને આ મશીનમાં ખૂબ રસ પડ્યો છે. આટલું જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી આ મશીનની ખરીદી કરવા માટે ઇન્કાયરી આવવા લાગી છે. ખેતીની જમીનના પ્રકાર મુજબ આ મશીનના સ્ટૂલમાં ફેરફાર કરી શકાય છે. ખાસ કરીને તો એક પાક વાવ્યા બાદ વચ્ચેના ચાસમાં આંતર પાક માટે પણ આ મશીન ખૂબ ઉપયોગી સાબિત થયું છે.

ભરત અગ્રવાત તથા એમના પિતા અમૃતભાઇ અગ્રવાત પરંપરાગત રીતે ખેડૂત તો નથી પરંતુ ખેડૂતો તથા સામાન્ય માણસોની તકલીફોનો ઉકેલ લાવવાને લીધે તેઓ ઇનોવેશન કરવા લાગ્યા હતાં. એમની આ જીવનયાત્રામાં અમદાવાદમાં આવેલ ઇન્ડિયન ઇન્સ્ટટિટ્યુટ ઓફ ઇન્ડિયાનાં પ્રો. અનિલ ગુપ્તાનો અગત્યનો ફાળો રહ્યો છે. પ્રોફેસર ગુપ્તાએ શરૂ કરેલ સૌપ્રથમ શોધયાત્રાથી અમૃત અગ્રાવત જોડાયેલ રહ્યા છે તથા આજદીન સુધી સૃષ્ટિ સંસ્થાની સાથે જોડાઈને રહ્યા છે.

સૃષ્ટિ તથા જ્ઞાન સંસ્થાએ પણ એમના ઇનોનેશનને આગળ લઇ જવામાં તથા વ્યાપાક જન સમાજ સુધી પહોંચાડવામાં અગત્યનો ભાગ ભજવે છે.ભરત અગ્રાવત માત્ર 50 વર્ષના છે તેમજ 10 ધોરણ ભણેલ છે.  એના સંશોધનોએ ઘણા ખેડૂતોને નવા તથા સસ્તા ખેત-ઓજારો આપવામાં આવ્યાં છે. જેના થકી ખેડૂતોની ખેતી સરળ બની છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post