વરસાદને કારણે મગફળી સડી જતા જૂનાગઢના ખેડૂતે 20 વીઘાના પાકને સળગાવી દીધો

Share post

ગુજરાત રાજ્યમાં ફરી વરસેલા કમોસમી વરસાદનાં લીધે જગતનાં તાત ખેડૂતોની હાલત કફોડી બની છે. ગુજરાત રાજ્યમાં થયેલા વરસાદનાં લીધે ખેડૂતો ખુબ જ પરેશાન છે તેમજ જેનાં પાક ખેતરમાં ઊભા હતા તે સડી ગયા છે. આ વચ્ચે જૂનાગઢનાં વંથલીમાં આવેલાં શાહપુરનાં એક ખેતરનો હ્યદય દ્વાવક વીડિયો બહાર આવ્યો છે. આ વીડિયોમાં ખેતરમાં મગફળીનાં પાકને આગ લગાડીને નાશ કરવામાં આવી રહ્યો હોવા અંગેનું જોવા મળ્યું છે.

ખેડૂતનાં ખેતરમાં વાવેલી 20 વીઘા જમીનમાં મગફળી કમોસમી વરસાદનાં લીધે સડી જતા તેને નાશ કરવાનો સમય આવ્યો હતો. ખેડૂત પાસે આ મગફળી બાળી નાંખવા સિવાય અન્ય કોઈ રસ્તો નથી. જૂનાગઢ જીલ્લા પંથકમાં 2 દિવસથી કમોસમી વરસાદ બહુ જ વરસી રહ્યો છે.

ત્યારે એવાં સમયે હાસમભાઈ નામનાં ખેડુતે મગફળીનાં પાથરા સળગાવી દીધા હતાં. આ ચાલુ વર્ષે જૂનાગઢમાં 100 ટકા કરતા વધારે વરસાદ પડ્યો છે જેને લઈને ખેડૂતોનાં કપાસ તેમજ મગફળીનાં પાકને નુકશાન થયું છે, તેમજ અત્યારે ખેડૂતો ને બેવડો માર પડ્યો છે. એક તો વધારે વરસાદને લીધે ખેડુતોને પાકનાં બીયારણ, દવા, તેમજ મજૂરી પણ માથે પડી છે તેમજ હાલ જ્યારે ખેતરમાંથી મગફળી કાઢીને ઘણા ખેડૂતો એ મગફળીનાં પાથરા કર્યા હતા.

તે પણ કમોસમી વરસાદને લીધે પલળી ગયા હતા તેની સાથે જ પશુઓ માટેનાં ચારાને પણ ઘણું નુકશાન થતા પોતાનાં પશુઓને કેમ સાચવવા તેની મૂંઝવણ ખેડૂતોને સતાવી રહી છે.  જૂનાગઢ જીલ્લામાં પણ કમોસમી વરસાદને લીધે રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા હતા. અને ખેડૂતોને પાકને સળગાવી દેવાનો વારો આવ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post