ગુજરાતી ખેડુની દેશી ટેક્નોલોજીઃ ખેતરમાં આ કામ કરી, ખાલી કુવાને પાણીથી છલો-છલ ભરી દીધો.

Share post

જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા ગામના ખેડૂતે પોતાની વાડીમાં કૂવામાં વરસાદી પાણીના સંગ્રહ માટે પાઇપ મુકીને કૂવો રીચાર્જ કરવાની પઘ્ધતિનો ઉપયોગ કરતા વરસાદ પડવાના કારણે ભૂર્ગભજળ ઉંચા આવ્યા છે. કૂવા રીચાર્જનીખેડૂત પંકજભાઇ પરસોતમભાઇ કથીરીયાએ ખેતરમાં કૂવો રીચાર્જ કરવા માટે આઠ પાઇપ મારફત વરસાદનું પાણી કૂવામાં સંગ્રહ થાય તેવું ગોઠવ્યું હતું.

50 વીઘા ખેતીની જમીનમાં પાણી ભરાયા બાદ ચારેય બાજુ આઠ પાઇપની ગોઠવણ કરીને 125 ફૂટના કૂવામાં જોડાણ આપવામાં આવ્યું હતું. એક જ વરસાદથી 125 ફૂટ ઊંડા કૂવામાં વરસાદી પાણીનો 85 ફૂટ સુધી સંગ્રહ થયો હતો. ત્યારે આ વખતે પંકજભાઇએ કપાસના પાકનો વાવેતર કર્યુ છે. અને હવે ચોમાસા દરમિયાન એકપણ વરસાદ ન પડે તો પણ પંકજભાઇને ચિંતા નથી.

ગુજરાતમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ દ્વારા ગુજરાતના પાણીના સ્ત્રોતોના જળના સ્તર ઊંચા આવે તે માટે સરદાર પટેલ જળ સંચય યોજના હેઠળ ચેક ડેમ બનાવાયા હતા. પછીની સરકારોએ એવું કામ કર્યું નથી. આજુબાજુમાં ફેન્સીંગ કરીને કૂવાની બાજુમાં 8 ફૂટની ઉંડાઇએ ખાડો કરી તેમાં પથ્થરો ભરીને બંધ કરી દીધા બાદ તેની બાજુમાં જ 30 -30 ફૂટનો ખાડો કરીને પાઇપ મુકી સીધુ કૂવામાં ઠાલવે છે.

પાણીની સમસ્યાથી કાયમ છુટકારો મળ્યો છે. એક જ વરસાદમાં એટલું પાણી ભૂગર્ભમાં ઊતરી ગયું છે કે, આખું વર્ષ હવે કુવાથી જમીનમાંથી પાણી ખેંચીને સિંચાઈ કરશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post