ખેતી ક્ષેત્રમાં નવી ક્રાંતિનું સર્જન કરનાર આ પટેલ યુવાન, દેશના કરોડો યુવાધન માટે બન્યો પ્રેરણારૂપ 

Share post

હાલમાં એક એવા ખેડૂતની વાત કરવાં માટે જઈ રહ્યાં છીએ કે, જેણે પોતાની ઝળહળતી કારકિર્દીને છોડી ખેતીની શરૂઆત કરી છે. ગુજરાતનાં જેતપુર તાલુકામાં આવેલ દેવકી ગાલોળ ગામના MBA નો અભ્યાસ કરેલ તેમજ જૂનાગઢની બેંકમાં નોકરી કરતા ખેડૂત યુવકે નોકરી છોડીને ખેતી કરીને ક્રાંતિ સર્જી છે. ખેતીમાં પણ પરંપરાગત ખેતીમાં થોડા પરિવર્તનની સાથે કામ કરીને સમગ્ર વિશ્વમાં પોતાની ખેત ઉત્પાદનનું વેચાણ કરીને મબલખ કમાણી કરી રહ્યો છે.

જેતપુર તાલુકામાં આવેલ દેવકી ગોલાળ ગામના તેમજ દ્રષ્ટિએ તો ખેડૂત જ લાગતા ચિરાગ સેલડિયાએ માર્કેટિંગમાં MBA નો અભ્યાસ કરેલ છે તેમજ એમની ઝળહળતી કારકિર્દી હતી. તેઓ જૂનાગઢમાં આવેલ દેશની નામાકિંત બેંકમાં સારા પગારથી નોકરી કરી રહ્યાં હતા. થોડા વર્ષ અગાઉ ખેડૂત પુત્ર એવા ચિરાગને વિચાર આવ્યો હતો કે, હવે પોતાની બધી આવડતને પોતાની વારસાઈ એવી પરંપરાગત ખેતીમાં લગાડીને ખેતી શરૂ કરવી જોઇએ.

પોતાના વતન એવા દેવકી ગોલાળ ગામમાં આવ્યા પછી પોતાના બાપ-દાદાની કુલ 30 વીઘા જમીન પર ખેતી શરૂ કરી હતી. જેમાં એમણે પોતાની આવડત તેમજ કૌશલ્યથી ખેતી કરીને માર્કેટિંગની ખાસ રીતથી પોતાના નાના એવા ખેતરમાં ક્રાંતિ સર્જી છે. ખુબ સારા અભ્યાસુ એવા ચિરાગે પેન તેમજ લેપટોપ છોડીને હાથમાં હળ, કોદાળી તથા દવા છાંટવાનો પમ્પ પકડીને ખેતરમાં આવી ગયો હતો. રાત-દિવસ ખેતી કામ કરતા લાગ્યા હતા.

એમાં પણ તેઓ પરંપરાગત ખેતી છોડીને કંઇક અલગ કરવાનાં ધ્યેય સાથે ખેતી શરૂ કરી હતી. જેમાં તેઓ હાલનાં રાસાયણિક ખાતર વાપરવાના બંધ કરીને જૈવિક ખાતર બાજુ વળ્યા હતા. આની સાથે તેઓ એમણે ખેતરમાં સરગવો, સીતાફળ, હળદર, ચણાનું વાવેતરની શરૂઆત કરી હતી. એમાં પણ ચિરાગે ખાસ કંઇક અલગ કરવાની સાથે એમણે આ બધાં ઉત્પાદનોનું મૂલ્યવર્ધિત થાય તે રીતે વિવિધ વસ્તુ બનાવવાનું શરુ કર્યું હતું.

જેમાં સરગવામાંથી એનો પાવડર, ટેબ્લેટ બનાવીને એનું ઓનલાઇન માર્કેટિંગ પણ શરૂ કરીને ઉત્પાદનો એમણે ગામમાં ઘરે બેઠા-બેઠા ઓનલાઇન વેચી એક ક્રાંતિ સર્જી. આની સાથે જ પોતાની આવક પણ ખુબ જ વધારી છે. પરંપરાગત ખેતીની તુલનામાં એમની આવક કુલ 4 ગણી વધારે છે. ચિરાગ જે રીતે ખેતી કરી રહ્યાં છે એને જોઇ આજના ભણેલા-ગણેલા યુવાનો પણ પ્રેરિત થઈને ખેતી બાજુ વળી રહ્યાં છે.

ચિરાગની પાસેથી ખેતીની પદ્ધતિ શીખીને પ્રાકૃતિક ખેતી કરી રહ્યાં છે. એમની ખેતી કરવાની પદ્ધતિને શીખવા માટે લોકો એમના ખેતરની મુલાકાત પણ લે છે. મુલાકાત લીધા બાદ તેમજ એમની ખેતી પદ્ધતિ જાણ્યા પછી લોકો ખુબ પ્રભાવિત થયા છે. આ રીતની ખેતી કરવા માટે પ્રેરિત થયા છે. જેતપુરમાં આવેલ દેવકી ગાલોળ ગામના આ યુવાન ખેડૂતે આજના બધાં યુવા ધન તેમજ યુવાન ખેડૂતોને એક ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…