આદર્શ પશુપાલન માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે અંબાચ ગામના જયશ્રીબેન પટેલ, સાદગીભર્યું જીવન જીવી કરી રહ્યા છે ઉંચી કમાણી

Share post

હાલમાં પશુપાલનમાંથી મહિલાઓ લાખોની કમાણી કરી રહી છે. આવી જ એક જાણકારી સામે આવી રહી છે. એગ્રીકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ, એજન્સીદ ‘આત્મા’ જિલ્લા કક્ષાએ કાર્યરત રજીસ્ટર્ડ સોસાયટી છે. આ એજન્સીનું મુખ્ય કાર્ય જિલ્લાનાં બધાં સંશોધન તથા વિસ્તરણ પ્રવૃતિઓનું સંકલન કરવાનું તેમજ કૃષિ તજજ્ઞતાનાં પ્રસારની પ્રવૃતિઓ હાથ ધરવા તથા કૃષિ વિકાસની સાથે સંકળાયેલ સંસ્થાઓની સાથે જીવંત જોડાણ સ્થાપિત કરવાનું છે. આ સંશોધનોને ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે છે.

વલસાડ જિલ્લામાં આવેલ પારડી તાલુકાનાં અંબાચ ગામનાં જયશ્રીબેન બંકિમચંદ્ર પટેલ પશુપાલન થકી ઘર ચલાવી રહ્યાં છે. વર્ષ 2018-’19માં પારડી તાલુકા ખાતે યોજાયેલ કૃષિ મેળામાં સામાજીક ન્યાય તથા અધિકારીતા વિભાગનાં મંત્રી ઇશ્વરભાઇ પરમારનાં હસ્તે શ્રેષ્ઠ તાલુકા ફાર્મર આત્મા એવોર્ડ આપવામાં આવ્યો હતો. જયશ્રીબેનનું કુટુંબ તેમજ એમના ગામના બીજા પરિવાર મુખ્યત્ત્વે ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવી રહ્યાં હતાં.

સૌની માટે પશુપાલન ગૌણ વ્યવસાય રહેલો હતો. ગામમાં ડેરી કુલ 5 કિમી દુર હતી. ઘરની તમામ બહેનો ઘર કામમાં વ્યસ્ત રહેતી હોવાને લીધે દૂધ પહોંચાડવાં માટે પુરૂષો પર નિર્ભર રહેવુ પડતું હતું. જેથી જયશ્રીબેન તથા અન્ય બહેનોએ મળીને પોતાના ફળિયામાં જ દૂધની ડેરીની શરૂઆત કરવા માટે અરજી કરી હતી. અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરતાં જયશ્રીબેનના ઘરમાં જ દૂધની ડેરીની શરૂઆત કરવાં માટે વર્ષ 2016 માં મંજુરી મળી હતી. હાલમાં જયશ્રીબેન દૂધ ડેરીનાં મંત્રી રહેલાં છે.

પોતાના ફળિયામાં જ દૂધ ડેરી હોવાને લીધે ડેરીમાં દૂધ પહોચાડવાં માટે થતી સમસ્યા દુર થઇ ગઈ. હવે ઘરની બહેનો તેમજ બાળકો કોઇપણ આવીને દૂધ ભરી શકતુ હતું. જેને લીધે ગામમાં પશુપાલનમાં વધારો થયો તથા ડેરીની આવક બેંકમાં જમા થવાને લીધે બહેનોમાં દૂધ ઉત્પાદન વ્યણવસાયમાં ખુબ જ વધારો થયો છે. આની ઉપરાંત આત્મા પ્રોજેકટનાં કર્મચારી દ્વારા પશુધન યોજના વિશે માહિતી મળી.

ગામનાં બીજા પરિવારોને સરકાર દ્વારા દૂધાળા પશુ લેવા માટે સહાય મેળવતાં જોઇને પોતે પણ આ સાહસ કરવાનો વિચાર કર્યો હતો. વર્ષ 2017માં હોસ્ટેપજ જાતની કુલ 7 ગાયો તથા 1 જાફરી જાતની ભેંસની ખરીદી કરી હતી. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી કુલ 3.20 લાખની લોન પશુપાલન માટે લીધી હતી. સરકારનાં આત્મા પ્રોજેકટ પશુધન યોજનામાં જોડાતાં ગાયોની ખરીદી કરવાં માટે વપરાયેલ તમામ નાણાં પરત મળી ગયા તેમજ લોન પર કુલુ 40%  સબસીડીની સહાય પણ મળી હતી.

આ ગાયો દ્વારા રોજ કુલ 40-45 લિટર દૂધ પોતાના ઘરે ચાલી રહેલ દૂધ ડેરીમાં જમા કરાવી રહ્યાં છે. મહિને કુલ 40,000ની આવક મેળવી રહ્યાં છે. ગાયોને જરૂર પ્રમાણે દાણ, લીલો ઘાસચારો વગેરે આપવામાં આવે છે. અંદાજે 2 લાખના ખર્ચે ગાયોને રાખવા માટે આધુનિક તબેલો પણ બનાવવામાં આવ્યો છે. જયશ્રીબેન જણાવતાં કહે છે કે, પશુપાલન નિયમિત આવકનો સ્ત્રોત છે.

ખેતી તથા પશુપાલન એક સિક્કાની બે બાજુ રહેલો છે. પતિ-પત્ની એકબીજાનાં સહકારથી બન્ને કામોમાં સમતોલન જાળવીને સારી આવક મેળવી શકે છે.હાલમાં અંબાચ ગામમાં બધાં જ ઘરમાં પુરૂષો નોકરી અથવા તો ખેતી પર ધ્યાન આપે છે. જયારે મહિલાઓ પશુપાલન થકી ઘરમાં આર્થિક સહાય કરે છે. આમ, અંબાચ ગામના તમામ પતિ-પત્ની એકબીજાનાં પુરક બનીને સાદુ જીવન જીવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post