ખેતી ક્ષેત્રમાં દૂધ જેવુ ઉજવળ ભવિષ્ય બનાવવા માટે કરો આ પાકની ખેતી – એક જ વર્ષમાં એટલી કમાણી થશે કે…

Share post

કોરોના જેવા કપરાં સમયમાં પણ ખેડૂતો લાખોની કમાણી ફક્ત ખેતીમાંથી જ કરી રહ્યાં છે. બાગાયતી ખેતીને લઈ એક જાણકારી સામે આવી રહી છે. જે આપને ખુબ જ મદદરૂપ સાબિત થશે. મોગરાના કુલ 2,000 રોપા આપને દર વર્ષે કુલ 6 લાખ રૂપિયાની કમાણી કરાવશે. ગુજરાતમાં વડોદરા, અમદાવાદ, ભરૂચ, સુરત તથા કચ્છ જિલ્લામાં મોગરાની ખેતી કરવામાં આવે છે, જેનો અંદાજીત વિસ્તાર કુલ 600 હેકટર તથા ફૂલોનું ઉત્પાદન કુલ 3,200 ટન છે. મોગરાની ખેતી દક્ષિણ ભારતમાં તમિલનાડુ તથા કર્ણાટકમાં સારાં એવાં પ્રમાણમાં કરવામાં આવે છે, જેનો ઉપયોગ ખાસ કરીને તો અત્ત૨ બનાવવામાં થાય છે. ઉત્તર ભારતમાં લખનૌમાં મોગરાની ખેતી કરવામાં આવે છે.

ગુજરાતમાં ફૂલોનું ભવિષ્ય :
ગુજરાતમાં વેપારી ધોરણ પર ગલગોટા, ગેલડિંયા, ગુલાબ, બીલી, મોગરો, જરબેરા, મદન મોગરો, પારસ, સેવંતી ફૂલોની કુલ 20,000 હેક્ટરમાં ફુલોનું વાવેતર કરવામાં આવ્યું છે. કુલ 2 લાખ મેટ્રિક ટન ફુલોનું ઉત્પાદન ચાલુ વર્ષે થવાની ધારણા રહેલી છે. નવસારીના ખેતરો ફૂલોથી રંગીન બની જાય છે. અહીં સૌથી વધારે ફૂલ ખેતરોમાં ઉગાડવામાં આવે છે. નવસારી ફુલોનું શહેર છેલ્લાં 10 વર્ષથી છે.

નવસારીમાં કુલ 2,400 હેક્ટરમાં કુલ 25,000 ટન ફૂલનું ઉત્પાદન કરવામાં આવે છે. આણંદમાં કુલ 2,000 અને ખેડામાં કુલ 1,800 તથા વડોદરા કુલ 1,700 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ફુલોનું ઉત્પાદન નવસારી, વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ, ભરૂચ, વલસાડ, કચ્છ, ખેડા, દાહોદ, છોટા ઉદેપુર તથા ગાંધીનગરમાં જોવા મળે છે. કૃષિ બાગાયત નિયામકના જણાવ્યા મુજબ રાજ્યમાં વર્ષ 2022 સુધીમાં ફુલ-પાકોનો વાવેતર વિસ્તાર કુલ 50,000 હેક્ટર સુધીમાં લઇ જવાનો સરકારનો લક્ષ્‍યાંક રહેલો છે.

આબોહવા :
મોગરાને ખાસ કરીને ગરમ તથા ભેજવાળુ, જયારે પારસને ઠંડુ તથા સૂકું હવામાન વધારે માફક આવે છે. એમ છતાં પણ આ છોડ વિવિધ પ્રકારના વાતાવરણમાં સારી રીતે ઉછેરી શકાય છે પણ વ્યાપારિક રીતે ઉત્પાદન મેળવવા માટે સમઘાત હવામાન જરૂરી છે.

જમીન :
મોગરાના પાકને ખાસ કરીને તો પૂરતો પ્રકાશ મળી રહે એવી જમીન અનુકુળ આવે છે. આની સાથે જ સારા નિતારવાળી જમીનમાં મોગરો મહોરી ઉઠે છે. જમીન જરા હળવી એટલે કે સામાન્ય હોય તો પણ મોગરાની ખેતી સારા પ્રમાણમાં થાય છે.

રોપણી :
જમીનમાં કટકા કલમ, ગુટી કલમ, દાબ કલમ,પીલાથી તૈયાર કરવામાં આવેલ કલમો જૂન-જુલાઈ માસ અથવા તો સપ્ટેમ્બર-ઓકટોબર માસમાં રોપવી જોઈએ, મોગરાની રોપણી 1 મીટર x 1 મીટરના અંતરે કરવી જોઈએ. જયારે પારસ મોગરાની રોપણી કુલ 1.5 મીટરનાં અંતરે કરવી જોઈએ. જેની માટે ખાડા કુલ 30 સેમી માપના કરવા જરૂરી છે. તમામ ખાડાદીઠ કુલ 3 કિગ્રા સારૂ કોહવાયેલ છાણીયું ખાતર અથવા તો વર્મિકમ્પોસ્ટ કુલ 1 કિગ્રા નાખીને વાવેતર કરવું જોઈએ.

જાતો :
મોગરા તથા પારસમાં ખાસ વિશિષ્ટ જાતો નથી પણ મોગરામાં ફૂલની પાંખડીની સંખ્યા, પાંખડીનો આકાર તથા કૂલના કદને આધારે મોગરાને મુખ્યત્વે કુલ 4 પ્રકારમાં વહેંચવામાં આવે છે.

ખાતર:
મોગરા તથા પારસ પાકને દર વર્ષે છોડ દીઠ કુલ 100 ગ્રામ છાણીયું ખાતર તથા કુલ 100 ગ્રામ મગફળીનો ખોળ આપવો જોઈએ. આની ઉપરાંત ખાતર અને ખોળ છોડની છટણી કર્યા બાદ જમીનમાં બરાબર ભેળવીને આપવું જોઈએ. લીલા પડવાશ તરીકે શણ અથવા ઇક્કડનું વાવેતર કરવું જોઈએ. મલ્ચીંગ તરીકે સેન્દ્રિય પદાર્થોનો ઉપયોગ કરવો જોઈએ. જેને લીધે જમીનની ફળદ્રુપતામાં વધારો થશે તથા જમીનનું થતું ધોવાણ અટકશે.

પિયત :
મોગરાને જમીનની પ્રત તથા આબોહવા મુજબ ઉનાળામાં કુલ 6 દિવસે પિયત આપવું જોઈએ તથા શિયાળા દરમ્યાન છોડને પિયત બંધ કરીને સુષુપ્ત અવસ્થામાં રાખી આરામ આપવો જોઈએ. જયારે પોરસમાં શિયાળામાં ફૂલો આવતાં હોવાંથી શિયાળામાં કુલ 10 દિવસે પિયત આપવું ખુબ જરૂરી રહેલું છે.

ફૂલ ઉતારવા :
મોગરા તથા પારસની પૂર્ણ વિકાસ પામેલ સફેદ રંગની કળીઓ સાંજના સમયે અથવા તો વહેલી સવારમાં ચૂંટવી, ત્યારપછી એને વાંસની ટોપલીમાં ભીના કંતાન અથવા તો કપડામાં નાંખીને પેકિંગ કરી વહેલી સવારમાં બજારમાં મોકલવામાં આવે છે. મોગરાનો પાક ઉનાળામાં આવે છે, જયારે પારસનો પાક શિયાળામાં લેવામાં આવે છે. જો આ બંને પાકોનું વાવેતર એકસાથે થોડાં વિસ્તારમાં કરવામાં આવે તો ખેડૂતોને સંપૂર્ણ વર્ષ દરમિયાન ફૂલોનું ઉત્પાદન મળી રહે અને માર્કેટમાં વેચાણ કરવાં માટે મોકલીને સારી એવી કમાણી કરી શકાય છે,

ઉત્પાદન :
મોગરા તથા પારસમાં વ્યાપારિક ધોરણે ફૂલ ઉત્પાદન ત્રીજા વર્ષથી મળવાની શરૂઆત થાય છે. જે પાંચમાં વર્ષે મહત્તમ હોય છે, મોગરામાં કુલ 15 વર્ષ સુધી નફાકારક ઉત્પાદન મેળવી શકાય છે. હેકટરદીઠ અંદાજે 5,000 કિગ્રા ઉત્પાદન મળી રહે છે. જયારે પારસ મોગરાના ફૂલોનું અંદાજીત ઉત્પાદન કુલ 4,000 કિગ્રા જેટલું મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…