નવસારીના જશોદાબેને નાના પાયે શરુ કર્યું પશુપાલન, હાલમાં મેળવી રહ્યા છે મબલખ આવક…

Share post

ખેતીની સાથે પશુપાલનમાંથી પણ કેટલાંક લોકો લાખોની કમાણી કરી રહ્યાં છે. હાલના સમયમાં પુરુષો કરતાં મહિલાઓ વધારે કમાણી કરી રહી છે. ઘણીવાર આપણી સામે એવાં સમાચાર સામે આવતા હોય છે, કે મહિલાઓ લાખોની કમાણી કરતી હોય છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે આવી રહી છે. આજે પશુપાલન થકી સમગ્ર નવસારીમાં જુદી ઓળખ જમાવનાર એક પ્રગતિશીલ મહિલાની વાત કરીએ. કહેવામાં આવે છે કે, સંઘર્ષ જેટલી મોટી હોય સફળતા એટલી જ મોટી હોવાની તેમજ આ વાત સાબિત કરીને બતાવી છે.

નવસારી જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા રાજ્ય સરકારની કેટલીક પ્રકારની યોજનાઓનું અમલીકરણ કરીને જિલ્લામાં પશુપાલન કરતાં લાભાર્થીઓને ઘણાં પ્રકારની સહાય આપવામાં આવે છે. આવી જ ગણદેવી તાલુકામાં આવેલ અજરાઇ ગામમાં પશુપાલન ક્ષેત્રે કામ કરતી ગૃહિણીને કેટલ શેડ યોજના વિશે થોડીક માહિતી મળતાં એની વધારે માહિતી માટે પશુ ચિકિત્સા અધિકારી, ગણદેવીનો સંપર્ક કર્યો હતો. આ પશુચિકિત્સા અધિકારીએ કેટલ શેડની યોજના વિશે વિસ્તૃત માહિતી આપી એનાથી થતા લાભથી એમને માહિતગાર કર્યા તેમજ કેટલ શેડ સહાય અર્થે કુલ 15,000 ની સહાય પ્રાપ્ત થઇ.

જશોદાબેનનાં જણાવ્યા પહેલાં તેઓ પહેલાં ગામમાં છુટક મજૂરી કરીને ગુજરાન ચલાવી રહ્યાં હતા. ક્યારેક મજૂરીએ ન જવાને લીધે પરિવારનું ભરણપોષણ કરવું ખૂબ જ અઘરું બની જતું હતું. ત્યારપછી કુલ 2 ગાયની ખરીદી કરીને પશુપાલનનાં ધંધાની નાના પાયે શરૂઆત કરી. ત્યારપછી એમાંથી આવક થતાં પશુપાલન ખાતા તરફથી મળેલ યુરીયા ટ્રીટમેન્ટ સહાય હેઠળ પશુનાં ચારાને યુરીયા ટ્રીટમેન્ટ આપીને પશુને ખવડાવવાથી એની તંદુરસ્તી ખૂબ જ સારી રહેતાં દૂધનાં ઉત્પાદનમાં પણ ઘણો સુધારો થયો.

પશુપાલન વિભાગ દ્વારા આપવામાં આવેલ પશુઓને ઘાસ કાપવાનાં માનવ સંચાલિત સુડાનો પણ લાભ લીધો હતો. જેને લીધે પશુને ઘાસ કાપીને ખવડાવવાની ઘાસનો બગાડ પણ અટકી જતાં ખર્ચમાં ઘણો ઘટાડો થતાં આવકમાં વધારો થયો હતો. આની ઉપરાંત પશુપાલન ખાતાની અનુસૂચિત જાતિ હેલ્થ કવર યોજના અન્વયે એમને મીનરલ મિક્ષ્ચર તથા કરમની દવાઓ પણ આપવામાં આવી છે. જેને કારણે પશુની તંદુરસ્તી ખુબ જ સારી રહે છે તેમજ નિયમિત પશુ ગાભણ થાય છે.

ગાભણ પશુઓની માટે પણ રાજ્ય સરકાર પશુ ખાણદાણ સહાય યોજના અંતર્ગત સમતોલ આહાર પણ વિના મૂલ્યે આપે છે. પશુપાલન વિભાગ દ્વારા પશુ બાંધવાનાં શેડ માટે જે સહાય મળી એ ખૂબ જ મદદરૂપ સાબિત થઇ છે. હાલમાં એમની પાસે કુલ 6 જેટલા દૂધાળા પશુઓ (ગાય) છે. દરરોજનું કુલ 90 લીટર દૂધ થાય છે. જે ડેરી તથા છૂટક વેચાણથી સારી એવી આવક થાય છે. જેમાંથી પશુપાલનનો ખર્ચ બાદ કરતાં ઘરનો ખર્ચ પણ નીકળી જાય છે તેમજ ઘણી બચત પણ થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post