ખુબ જ લાભદાયક થશે જાંબુના ફળની ખેતી -દસ વર્ષે તૈયાર થતું ઝાડ હવે ત્રણ વર્ષમાં થઇ જશે

Share post

હાલમાં ઘણાં ખેડૂતો વિવિધ પાક તેમજ ફળની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં  છે. વધારે ઉત્પાદનની સાથે જ વધારે આવક મેળવી રહ્યાં છે. વિવિધ ફળોની ખેતીની સાથે અમે આજ આપની માટે ખેતીથી સંબંધિત જાણકારી લઈને આવ્યા છીએ.ખુબ ઓછા સમય ગાળામાં જો આપ જાંબુથી મોટો ફાયદો મેળવવા ઈચ્છતા હોય તો આ જાણકારી આપની માટે છે.

હકીકતમાં જાંબુનાં એક ઝાડને તૈયાર થવામાં કુલ 8-10 વર્ષનો સમય લાગે છે પરંતુ છત્તિસગઢ કૃષિ યુનિવર્સિટી તથા સંશોધન કેન્દ્ર કાંકેર દ્વારા જાંબુની જાતો તૈયાર કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા એવી કુલ 6 જાતોને જીનોટાઈપ કરવામાં આવી છે. જેની મદદથી માત્ર 3 વર્ષમાં પાકને પ્રાપ્ત કરી શકાય છે.

સંસ્થાએ તૈયાર કરેલ આ છોડમાં માત્ર 3 વર્ષમાં ફળ આવવા લાગે છે તથા ફળની ઉપજ પણ વધુ રહે છે. મળેલ જાણકારી અનુસાર માત્ર 1  વૃક્ષથી કુલ 50-60 કિગ્રા ફળ મેળવી શકાય છે. અનુસંધાને કાંકેર, કોડાગાંવ, જગદલપુરના ઘણાં વન ક્ષેત્રોમાં આ પ્રકારનાં વૃક્ષનો સર્વે કરવામાં આવ્યો છે.કોઈ પણ વૃક્ષને જીનોટાઈપ કરવાનો અર્થ એને અનુવાંશિક રીતે સંરચનામાં સુધારો કરીને ગુણવત્તા તેમજ ઉપજમાં વધારો કરવાનો હોય છે.

આ પ્રક્રિયા દ્વારા કોઈ એક લક્ષણનાં સંદર્ભમાં કોઈ પણ છોડ તેમજ છોડનાં સમૂહનાં આનુવાંશિક શ્રૃખલામાં ફેરફાર કરવામાં આવે છે. જીનોટાઈફ છોડનાં બધાં જ જીનો અથવા ખાસ જીન સંબંધિત હોય છે. આ ક્રિયા દ્વારા જાંબુનાં છોડમાં ફેરફાર કરીને ફળ જલ્દી લાવવામાં આવે છે.જીનોટાઈપ જાંબુ એ આરોગ્યની દ્રષ્ટીએ શરીરની માટે લાભદાયક રહેશે. તેનો સૌથી વધુ ફાયદો ડાયાબિટીસનાં દર્દીઓને થાય છે. ઘણાં નિષ્ણાતોનાં મત અનુસાર જીનોટાઈપ જાંબુ કેન્સરની સામે લડવામાં સહાયક બને છે. જાંબુને એન્ટી કેન્સર ફળની શ્રેણીમાં રાખવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post