સાંધા અને માંસપેશીઓના દુખાવાને રાતોરાત દુર કરશે આ ચમત્કારી ઈલાજ – જાણો જલ્દી…

Share post

જાયફળનો વધારે ઉપયોગ ભોજનમાં સ્વાદ તેમજ સુગંધ વધારવા માટે થાય છે, પણ આ સિવાય એના ઘણા ફાયદા છે. જાયફળ વધેલા બ્લડપ્રેશરને ઓછું કરે છે તેમજ ઊંઘ ન આવવાની મુશ્કેલીને પણ દૂર કરે છે. યોગ્ય પ્રમાણમાં જાયફળ લેવામાં આવે તો બ્લડશુગર ઓછું થઇ જાય છે, આથી જાયફળ ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ બહુ ફાયદાકારક છે. હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં ડાયટિશિયન ડોકટર અનુજા ગૌરએ જણાવેલા જાયફળનાં ફાયદા વિશે જાણો….

1. સોજા, માંસપેશીઓ તેમજ સાંધાનાં દુખાવામાં રાહત મળે છે…
જાયફળમાં શક્તિશાળી સંયોજનોનું મિશ્રણ હોય છે, આ મિશ્રણ બીમારીઓને રોકવામાં તેમજ સ્વાસ્થ્યને સુધારવા માટે મદદ કરે છે. જાયફળનું તેલ સોજો, માંસપેશીઓ તેમજ સાંધાનાં દુખાવા ઉપર લગાવવામાં આવે તો રાહત મળે છે.

2. કબજિયાત, ગેસ તેમજ ઊંઘ ન આવવાની મુશ્કેલીને દૂર કરે છે
આયુર્વેદ અનુસાર, એક ચપટી જાયફળનાં પાઉડરને એક ગ્લાસ જેટલા ગરમ દૂધમાં ભેળવીને રાત્રે સૂતા પહેલાં પીવું જોઈએ. આ દુધમાં થોડી બદામ તેમજ ઈલાયચીનો પાઉડર પણ ઉમેરી શકો છો. આ દૂધ  ખોરાકના પાચનમાં મદદ કરે છે.  જો તમે કબજિયાત, પેટ ફૂલવું અથવા ગેસની મુશ્કેલીથી પીડિત છો તો સૂપમાં અડધી ચમચી જાયફળ-પાઉડર ઉમેરો અને પીવો. આ કરવાથી યાદશક્તિ પણ વધારો થાય છે.

3. મોંમાં આવતી દુર્ગંધનો નાશ કરે છે
જાયફળ મોંમાં રહેલા બેકટેરિયાને દૂર કરવા માટે મદદ કરે છે. આ બેકટેરિયાને કારણે શ્વાસ લેતી વખતે પણ દુર્ગંધ આવે છે. આયુર્વેદિક ટૂથપેસ્ટ તેમજ ગમ પેસ્ટની સામગ્રીમાં જાયફળનો ઉપયોગમાં થાય છે.

4. સ્ટ્રેસ તેમજ વધેલાં બ્લડપ્રેશરને ઓછું કરે છે
જાયફળમાં ચિંતા ઓછા કરવાનાં ગુણ રહેલા છે. જાયફળ રક્તવાહિનીઓને આરામ આપીને હૃદયનાં કાર્યને સારી રીતે ચાલવા માટે મદદ કરે છે. બ્લડપ્રેશર સાધારણ કરવાથી હૃદય રોગોનું જોખમ ઓછું થાય છે.

5. લિવરનાં સોજાને જાયફળ દૂર કરે છે
જાયફળમાં મેરિસલિગનનની માત્રા ભરપૂર હોય છે, મેરિસલિગન લિવર ડિસઓર્ડર તેમજ ઘાની સારવાર માટે મદદ કરે છે. મળેલી માહિતી અનુસાર જાયફળમાંથી મળતો અર્ક, હેપેટાઈસીસમાં સોજાની સારવાર માટે પણ મદદ કરે છે.

6. ડાયાબિટીસનાં દર્દીઓ માટે પણ ફાયદાકારક
જાયફળમાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં રહેલો હોય છે. મળેલ માહિતી અનુસાર, જાયફળનાં ઉપયોગથી બ્લડશુગર પણ ઓછું થાય છે.

7. ગરમ મસાલો
જાયફળ સાધારણ રીતે મીઠાઈ, મસાલેદાર ભોજન, પુડિંગ, કસ્ટર્ડ, કુકીઝ તેમજ મસાલા કેકમાં ઉપયોગ થાય છે. જાયફળ પનીરની વાનગીઓમાં પણ બહુ સારો સ્વાદ લાવે છે. સૂપમાં પણ જાયફળને ભેળવીને પી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post