પાંચ દિવસના વિરામ બાદ આવનારા દિવસોમાં રાજ્યમાં આવશે ભારેથી અતિભારે વરસાદ- અંબાલાલ પટેલ

Share post

હાલમાં સમગ્ર દેશમાં ભારેથી-અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે જગતના તાતના ચિંતાના વાદળો છવાયેલા છે.  ત્યારે ગુજરતમાં પણ છેલ્લા 17 દિવસથી વારસદ વરસી રહ્યો હતો. જેના કારણે અહીના ખેડૂતો ચિંતામાં પડી ગયા હતા. ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાય ગયા હતા. ખેતરોમાં પાણી ભરાય જતા ખેડૂતોની આખા વર્ષની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હતું. ખેતરોમાં પાણી ભરાતા ઉભેલા પાકોને પણ ભારે નુકશાન થયું હતું. ત્યારે ખેડૂતો માટે ફરી એક વખત ખરાબ સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 5 દિવસના વિરામ બાદ ફરી વરસાદની આગાહી (Weather Forecast) કરવામાં આવી છે.

રાજ્યમાં અવાર-નવાર વરસાદને લઈને આગાહી કરતા અંબાલાલ પટેલે (ambalal patel) ફરી એક વખત વરસાદને લઈને આગાહી કરી છે. રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં છેલ્લા 5 દિવસના વિરામ બાદ ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી અગામી દિવસોમાં પણ હજુ વરસાદ પડશે. અંબાલાલ પટેલે રાજ્યમાં કઈ તારીખે વરસાદ પડશે તે અંગે જણાવતા કહ્યું કે, 7 સપ્ટેમ્બરથી 12મી સપ્ટેમ્બર દરમ્યાન સાયક્લોનના કારણે વરસાદ આવશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 8 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર સુધી વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં અગામી દિવસોમાં આવનાર વરસાદ અંગે અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 18 સપ્ટેમ્બરથી 5મી ઑક્ટોબર વચ્ચે પણ રાજ્યમાં ભારેથી-અતિભારે વરસાદ આવશે. 27 સપ્ટેમ્બરથી 5 ઑક્ટોબર વચ્ચે રહ્યમાં ગાજવીજ સાથે સાંબેલાધાર વરસાદ પડશે. એટલે કે, હાલમાં સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે આ મહિનામાં તો વરસાદ થશે જ. પરંતુ ઑક્ટોબર મહિનામાં પણ એક સાયક્લોન સર્જાશે અને વરસાદ પડી શકે છે. તો ખેડૂતો માટે આ મહત્વના સમાચાર કહી શકાય. કારણ કે, તાજેતરમાં વરસેલા વરસાદે ભારે તારાજી સર્જી હતી. ત્યારે ખેડૂતોને ભારે વરસાદથી કળ વળી નથી ત્યાં જ ફરીથી વરસાદની આગાહી આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નહિવત વરસાદ 
છેલ્લા 24 કલાકના આંકડાઓ અનુસાર, રાજ્યમાં 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમ્યાન સૌથી વધુ વરસાદ અમરેલીના ખંભાળિયામાં સવા બે ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો છેલ્લા બે કલાકમાં જ અમરેલીના ખંભાળિયામાં સવા બે ઇંચ વરસાદ વરસ્યો છે. આણંદના તારાપુરમાં પણ દિવસ દરમિયાન 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો આણંદના પેટલાદમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post