ખેડૂતે સર્જન કરેલા આ અતિદુર્લભ ઝાડ પર ઉગી રહ્યા છે 40 જાતના વિવિધ ફળો, વિશ્વાસ ન આવે તો જોઇલો વિડીયો

Share post

ઘણીવાર આપણને એવી જાણકારી મળતી હોય છે કે, આપણને વિશ્વાસ આવતો નથી. અન્ય જગ્યાએ તો ઠીક પરંતુ હાલમાં આવી જ એક જાણકારી ખેતી ક્ષેત્રમાં સામે આવી રહી છે. સામાન્ય રીતે એવુ માનવામાં આવી રહ્યું છે કે, એક ઝાડ પર એક જ જાતનું ફળ આપે છે પણ એવુ નથી. દુનિયામાં એક એવી જગ્યા છે કે, જ્યાં એક જ વૃક્ષ પર કુલ 40 જાતનાં ફળ ઉગાડવામા આવે છે. એ માનવુ ખુબ જ મુશ્કેલ છે પણ એ એકદમ સાચુ છે. અમેરિકામાં વિઝ્યુઅલ આર્ટ્સનાં પ્રોફેસર દ્વારા આ પ્રકારનો અદભૂત પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે કે, જે કુલ 40 જાતનાં ફળ ઉગાડે છે. આ અનોખા છોડને ‘ટ્રી ઓફ 40’ તરીકે ઓળખવામા આવે છે. આ વૃક્ષ બોર, પીચ, ચેરી તથા બટાકા જેવાં કેટલાય ફળો ધરાવે છે.

આ અદભુત વૃક્ષની કિંમત જાણીને આપનાં હોશ ઉડી જશે. આપને જાણીને ખુબ જ આશ્ચર્ય થશે કે, આ વૃક્ષની કિંમત અંદાજે કુલ 19 લાખ રૂપિયા રહેલી છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં સેરાક્યુઝ યુનિવર્સિટીનાં વિઝ્યુઅલ આર્ટ્સનાં પ્રોફેસર સેમ વોન એકેન આ અદભુત વૃક્ષનાં સર્જનહાર છે. આ ઝાડને ઉગાડવા માટે તેઓએ વિજ્ઞાનની મદદ લીધેલી છે. એણે આ કામની શરૂઆત વર્ષ 2008 માં કરી હતી. જ્યારે એમણે ન્યૂયોર્ક રાજ્ય કૃષિ પ્રયોગશાળામાં એક બગીચો જોયો હતો. જેમાં કુલ 200  જાતનાં બોર તથા પીચનાં છોડ હતા.

આ બગીચો ફંડને અભાવને કારણે બંધ થવાનુ હતું, જેમાં કેટલાંક પ્રકારનાં પ્રાચીન તથા દુર્ગમ વનસ્પતિઓ તેમજ વિવિધ પ્રજાતિઓ પણ હતી. પ્રોફેસર વોનનો જન્મ ખેતીથી લગતા કુટુંબમાં થયો હોવાને કારણે એમને ખેતીમા પણ ખૂબ જ રસ હતો. એણે આ બગીચાને લીઝ પર લઇ લીધો તેમજ કલમ બનાવવાની તકનીકો ની મદદથી તેઓ આ અદભૂત વૃક્ષને ઉગાડવામા સફળ રહ્યાં છે.

આ કલમ બનાવવાની રીતને ધ્યાનમાં લઈને આ છોડને તૈયાર કરવાં માટે શિયાળાની ઋતુમાં એક કલમની સાથે વૃક્ષની એક ડાળી કાપીને એને અલગ કરી દેવામાં આવે છે. ત્યારપછી આ વૃક્ષને મુખ્ય ઝાડને વીંધીને વાવેતર કરવામાં આવે છે. ત્યારબાદ જોડાયેલ જગ્યાને પોષક તત્ત્વોની પેસ્ટ લગાવીને શિયાળાની ઋતુ માટે પટ્ટી બાંધીને રાખવામાં આવે છે. ત્યારબાદ ડાળીની ધીમે-ધીમે મુખ્ય ઝાડની સાથે જોડી દેવામાં આવે છે તેમજ એમા ફળો અને ફૂલો આવવાની શરુઆત થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post