IT એન્જિનિયર થયેલા આણંદના દેવેશ પટેલ, ઓર્ગેનિક ખેતી દ્વારા દરવર્ષે કરે છે 1.25 કરોડની કમાણી -જાણો કેવી રીતે…

Share post

હાલમાં ખેડૂતો માત્ર ખેતીમાંથી જ લાખો રૂપિયાની કમાણી કરી રહ્યાં છે. કેટલાંક તો ઉચ્ચું શિક્ષણ મેળવ્યું હોય અથવા તો સારી એવી નોકરીને ઠોકર મારીને પણ ખેતી બાજુ આકર્ષાવા લાગ્યા છે. હાલમાં પણ આવી જ એક જાણકારી સામે અઆવી રહી છે. શિક્ષણ ક્યારેય પણ નકામું જતું નથી. તમે શિક્ષિત હો તો કોઈપણ ક્ષેત્રમાં એનો ઉપયોગ કરીને આગળ આવી શકો છો. આ વાત સાબિત કરી બતાવી છે ગુજરાતમાં આવેલ આણંદ જિલ્લાનાં બોરિયાવી ગામનાં ખેડૂત દેવેશ પટેલે.

દેવેશ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની સાથે જ એન્જિનિયરિંગની ડિગ્રી ધરાવે છે. IT એન્જિનિયર તરીકે તેઓ નોકરી કરીને લાખોનો પગાર મેળવી શક્યા હોત પણ એમણે ઓર્ગેનિક ખેતી કરવાનું પસંદ કર્યું હતું. હાલમાં તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે. આની સાથે આજે પરિસ્થિતિ એવી છે કે, વિદેશીઓ પણ આજે તેમની કંપની સત્ત્વ ઓર્ગેનિકમાં રોકાણ કરવા માટે તૈયાર થયા છે.

દેવેશ પટેલે જણાવતાં કહ્યું હતું કે, અમારો પરિવાર વર્ષ 1992થી ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. અમારા ગામ બોરિયાવીની હળદર સમગ્ર દેશમાં જાણીતી છે. આ વાતને ધ્યાનમાં લઈ અમે વર્ષ 2010માં વેલ્યુ એડિશન કરવાની શરૂઆત કરી. સત્ત્વ બ્રાંડ અંતર્ગત હાલમાં હળદર, આદુ, અશ્વગંધા, લીમડો, મધ, જેઠીમધ, શાકભાજી, અનાજ સહિત કેટલીક વસ્તુઓનું ઓનલાઈન વેચાણ કરવામાં આવી રહ્યું છે.

માર્ચ મહિનામાં શક્તિવર્ધક હળદરની કેપ્સ્યૂલ લોન્ચ કરી :
સત્ત્વ ઓર્ગેનિક છેલ્લાં 4 વર્ષથી કુલ 1.25 કરોડ સુધીનું ટર્નઓવર કરી રહી છે તેમજ ચાલુ નાણકીય વર્ષમાં કુલ 1.50 કરોડથી પણ વધુ ટર્નઓવર થવાની ધારણા રહેલી છે. દેવેશ જણાવતાં કહે છે કે, આ વર્ષમાં માર્ચ મહિનામાં અમે રોગપ્રતિકારક શક્તિ વધારતી હળદરની કેપ્સ્યૂલ લોન્ચ કરવામાં આવી હતી. દેશી હળદરને પ્રોસેસ કરી એમાં રહેલ કુલ 150 જેટલા તત્ત્વોને એક્ટિવ કરવામાં આવ્યાં છે. હાલમાં જે રીતે હળદર ખાવામાં આવે છે એનાથી મર્યાદિત લાભ થાય છે.

બીજું કે, એનો ઉપયોગ પણ નિયમિત ન થતો હોય આપણને એના પૂરતાં લાભ મળતા નથી. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ કેપ્સ્યૂલ વિકસાવવામાં આવી છે. જો કે, કોરોના આવતાં અમે તેને ફક્ત ગુજરાતમાં તેમજ તે પણ અમારા નજીકના વિસ્તારોમાં જ પહોંચાડી શક્યા હતા. હવે જયારે સ્થિતિ સુધરી ગઈ છે તથા લોજિસ્ટિકનો પ્રશ્ન હળવો બન્યો છે ત્યારે અમે આ કેપ્સ્યૂલની સપ્લાય સમગ્ર દેશમાં શરૂ કરી છે. આની ઉપરાંત અમે એને અમેરિકામાં પણ મોકલી રહ્યા છીએ.

યુરોપના લોકોને હળદરનું દૂધ પીવડાવે છે :
દેવેશ પટેલે જણાવતાં કહ્યું હતું કે, અમે ચોકલેટ પાઉડરની જેમ દૂધમાં નાખીને પી શકાય એવો હળદરનો પાઉડર બનાવ્યો છે. આ સંપૂર્ણપણે ઓર્ગેનિક છે તેમજ એને યુરોપમાં પણ નિકાસ કરવામાં આવે છે. હવે એને ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારી ચાલી રહી છે. આની માટે એનાં પેકેજિંગ તેમજ ડિઝાઈન અમદાવાદમાં તૈયાર થઈ રહી છે. બાળકોને ધ્યાનમાં લઈ આ પ્રોડક્ટને તૈયાર કરવામાં આવી છે. યુરોપમાં અમને સારો રિસ્પોન્સ મળ્યો એટલે હવે એને ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

ITનો અભ્યાસ બિઝનેસ ડેવલપમેન્ટમાં કામ આવ્યો :
દેવેશ જણાવતાં કહે છે કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનાં શિક્ષણને લીધે મને ઓનલાઈન માર્કેટિંગ સમજવામાં ખુબ સરળતા રહી. એને લીધે હાલમાં હું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ તથા ઓનલાઈન સારી રીતે માર્કેટિંગ કરી શકું છુ. આની સિવાય મારી કોમ્યુનિકેશન સ્કિલ તેમજ ઇન્ટરનેશનલ કોમ્યુનિટીની સાથે ડીલ કરવાનું સરળ થઈ ગયું હતું.

પતરવેલિયા માટે GI ટેગ માટે એપ્લાય કર્યું :
દેવેશ પટેલે અત્યાર સુધીમાં હળદર, આદુ તથા કેપ્સ્યૂલ માટે પેટન્ટ મેળવી છે. તે જ રીતે હવે બોરિયાવી ગામમાં ઊગતાં પતરવેલિયાનાં પાન માટે જોગ્રોફિકલ આઇડેન્ટિટી (GI) ટેગ માટેનું કામ કરી રહ્યા છે. પતરવેલિયાનાં પાનમાંથી પ્રખ્યાત ગુજરાતી વાનગી રસપાત્ર બને છે. આની ઉપરાંત એમાંથી ભજિયાં તેમજ શાક પણ બનાવી શકાય છે. આયુર્વેદની દૃષ્ટિએ આ પાનને સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવે છે.

વિદેશી રોકાણકારોએ રસ દાખવ્યો :
સત્ત્વ ઓર્ગેનિકનાં ડેવલપમેન્ટને જોવામાં આવે તો જર્મની, અમેરિકા, ફ્રાંસ સહિત ઘણાં દેશોની કંપનીઓએ રોકાણ માટે રસ દાખવ્યો છે. જો કે, દેવેશ પટેલે હજુ સુધી આ અંગે કોઈ નિર્ણય લીધો નથી. એમણે જણાવતાં કહ્યું હતું કે, આવનાર દિવસોમાં અમે વધારે જમીનની ખરીદી કરવાં માગીએ છીએ જેને લીધે વધારે ઓર્ગેનિક ફાર્મિંગ કરી શકાય. હાલમાં અમારી પાસે માત્ર 35 વીઘા જમીન છે અને એમાં કુલ 10 વીઘાનો વધારો કરવામાં આવશે. અમારા ગામનાં કેટલાંક લોકો વિદેશમાં વસે છે અને એમની જમીન અહીં છે. અમે આ લોકોની સાથે વાતચીત કરી રહ્યા છીએ. એમાંના ઘણા લોકોએ પોઝિટિવ રિસ્પોન્સ આપ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post