15,000 હજારના ખર્ચે થતી આ ઔષધિની ખેતી ખેડૂતોને 3 મહિનામાં જ કરાવશે ત્રણ લાખની કમાણી, જાણો સંપૂર્ણ માહિતી

Share post

પાકોની સાથે જ ઘણાં ખેડૂતો બાગાયતી ખેતી તેમજ ઔષધિની ખેતી કરતાં હોય છે. આવી જ એક ખેતીને લઈ જાણકારી સામે આવી રહી છે.  ઈસબગુલની ખેતી એ ખેડૂતોની માટે વરદાનરૂપ સાબિત થઈ છે. ઈસબગુલના ઉત્પાદનમાં ભારત પ્રથમ ક્રમ પર આવે છે. ઈસબગુલને ઔષધિય પાક ગણવામાં આવે છે. આ પાકમાં હેક્ટરદીઠ કુલ 15,000 રૂપિયાના રોકાણની સામે ફક્ત 3 જ મહિનાનાં રવિપાકમાં ઉત્પાદન કુલ 3 લાખ રૂપિયા સુધીનું મળી રહે છે. આની સાથે જ સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે.

ઈસબગુલ એ રોકડિયો પાક છે. સૌથી ઓછા ખર્ચમાં વધારે આવક મેળવવાનો આ સૌથી સરળ ઉપાય છે. આની સાથે જ સરકાર દ્વારા સબસિડિ પણ આપવામાં આવે છે. ઈસબગુલને સ્થાનિક ભાષામાં ‘ઘોડજીરૂ’ કહેવામાં આવે છે. ઈસબગુલ એ આપણા દેશમાં ખેતી અંતર્ગત તમામ જ ષધીય પાકોમાં સૌથી વધારે વિસ્તાર ધરાવતો અતિ અગત્યનો પાક છે.

ગુજરાતમાં મુખ્યત્વે બનાસકાંઠા, કચ્છ, મહેસાણા, જામનગર તથા રાજકોટ વગેરે જીલ્લાઓમાં એનું વાવેતર કરવામાં આવે છે. ઈસબગુલના બીજમાં સૌથી અગત્યનો ભાગ એના પર આવેલ ભૂસી છે. જેને હશ પણ કહેવામાં આવે છે. બીજનો કુલ 30% હિસ્સો આ હશ ધરાવે છે. વળી, એમાં કુલ 5% તેલ તથા કુલ 6.8% ભૂકો અને કુલ 8.3% ભેજ રહેલી હોય છે.

ઠંડક માટે વપરાય છે ઈસબગુલ :
ઈસબગુલના બીજ શીતળતા આપી શકે એવા ગુણધર્મો ધરાવે છે. એનો ઉપયોગ આયુર્વેદિક, યુનાની તથા એલોપેથી ચિકિત્સામાં કરવામાં આવે છે. એના બીજ અને એની ભૂકીનો ઉપયોગ પાચનતંત્ર તથા મૂત્રજનનતંત્રના શ્લેષ્મ આવરણોના સોજા દૂર કરવામાં એનો ઉપયોગ થાય છે. આની સાથે જ આંતરડાનાં ચાંદા, મસા તથા ગોનોરીયાની સારવાર કરવાની ઉપરાંત કોલેસ્ટીરોલ ઘટાડવા માટે કરી શકાય છે.

ગર્ભપાત વખતે ગર્ભાશય તથા યોનીમાર્ગના વિસ્તરણ માટે એનો ઉપયોગ કરવામાટે હાલમાં સંશોધન થઈ રહ્યું છે. ઔષધીય ઉપયોગોની ઉપરાંત એનો ઉપયોગ રંગકામ, કાપડનું છાપકામ, આઈસ્ક્રીમ ઉદ્યોગ, મીઠાઈ તથા સૌંદર્ય પ્રસાધન ઉદ્યોગમાં પણ કરી શકાય છે. ભૂસીમુક્ત બીજમાં કુલ 19% પ્રોટીન રહેલું છે તેમજ એનો ઉપયોગ પશુ આહારમાં કરવામાં આવે છે.

જમીન તથા આબોહવા :
ઈસબગુલ એ શિયાળુ પિયત પાક છે. એની ખેતી રેતાળ તથા ગોરાડુ જમીનમાં કરવામાં આવે છે. જે જમીનની નિતારશક્તિ ખુબ ઓછી હોય એવા પ્રકારની જમીન આ પાકનાં વિકાસ માટે અનુકૂળ નથી. એને સૂકું તથા ઠંડુ હવામાન માફક આવે છે.

વાવણીનો સમય :
એની વાવણી 20 નવેમ્બરથી લઈને 20 ડીસેમ્બર દરમિયાન કરવામાં આવે છે. ડિસેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણીનો સમય શ્રેષ્ઠ ગણવામાં આવે છે. વહેલી વાવણી તથા તે પણ ઉંચા બીજના દરે કરવામાં આવે તો તળછારા નામનો રોગ આવવાની શક્યતામાં વધારો થઈ જાય છે.

કમોસમી વરસાદ :
વાવણી મોડી કરવાથી શિયાળામાં વિકાસ માટેનો સમયગાળો ખુબ ઓછો મળે છે તથા એપ્રિલ-મે મહિનામાં થતા કમોસમી વરસાદને લીધે ઈસબગુલના બીજ ખરી પડવાની સંભાવના વધી જાય છે. પાકની પરિપક્વતાના સમયે જો હવામાન ભેજવાળુ હોય તો એના બીજ ખરી પડે છે તેમજ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. વધારે ઝાકળ અથવા વરસાદના છાંટા પડવાથી પણ એના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. પાક તૈયાર થાય તે સમયે જેમ વરસાદ વધારે એમ છોડ પરથી બીજ વધારે ખરી પડે છે.

વાવણી :
ઈસબગુલના સારા સ્ફૂરણ માટે જમીન સારી રીતે ખેડાયેલ તથા નીંદણમુક્ત અને ઢેંફાંરહિત હોવી જોઈએ. હળ તથા કરબથી કરવાની ખેડની સંખ્યાનો આધાર જમીનના પ્રકાર, અગાઉનો પાક તથા નીંદામણના પ્રમાણ પર રહે છે. જમીનનું બંધારણ, ખેતરનો ઢાળ તથા પિયતની સુવિધાને ધ્યાનમાં રાખી યોગ્ય માપના ક્યારા બનાવવા જોઈએ. હલકી જમીન માટે 8/3 ના ક્યારા અથવા તો એનાથી નાના ક્યારા વધુ માફક આવશે.

ખાતર :
આ પાકને ઓછા નાઈટ્રોજનની જરૂર રહેતી હોય છે. સામાન્ય રીતે કુલ 15 કિગ્રા નાઈટ્રોજન તથા કુલ 15 કિગ્રા ફોસ્ફરસ હેક્ટરદીઠ પાયાના ખાતર તરીકે અંતિમ ખેડમાં આપવામાં આવે છે. વાવણી કર્યાં બાદ 1 મહિના બાદ ફરીથી કુલ 15 કિગ્રા નાઈટ્રોજન પૂર્તિ ખાતર તરીકે આપવામાં આવે છે.

બીજ તેમજ વાવણી :
સ્ફૂરણના વધારે ટકા મેળવવા બીજ અગાઉની ઋતુમાંથી તૈયાર કરેલ જગ્યામાંથી લેવું જોઈએ. સામાન્ય પરિસ્થિતિમાં સંગ્રહ કરેલ જૂના બીજ સ્કૂરણશક્તિ ગુમાવે છે. બીજને તળછારા રોગના નિયંત્રણ માટે એપ્રોન કુલ 4 ગ્રામ પ્રતિ કિગ્રા બીજ દીઠ પટ આપી વાવણી કરવી જોઈએ. વાવણી માટે બીજનો દર કુલ 4 કિગ્રા પ્રતિ હેક્ટર મુજબ નક્કી કરવામાં આવેલ છે.

પિયત :
બીજની વાવણી કર્યાં બાદ પ્રથમ પાણી આપવું જોઈએ. ડૂંડીઓમાં સૌથી વધારે દાણા દૂધ અવસ્થામાં હોય ત્યારે છેલ્લું પાણી આપવું જોઈએ. આણંદ તથા વિજાપુર ખાતે કુલ 3 વર્ષ સુધી કરવામાં આવેલ પ્રયોગો પરથી એવું તારણ મળ્યું છે કે, વાવણી કરતી વખતે પહેલું પાણી આપ્યા પછી 1 મહિના પછી બીજું તેમજ  70 દિવસ બાદ ત્રીજુ પાણી એટલે કે, કુલ 3 પિયત આપવામાં આવે તો પણ ઉતારામાં કોઈ બદલાવ આવતો નથી.

નીંદામણ :
પાકની વાવણી કર્યાં બાદ કુલ 25 દિવસ પછી પહેલુ નીંદામણ કરવામાં આવે છે. સામાન્ય રીતે પાકના તબક્કાના 2 મહિના દરમિયાન કુલ 3 વાર વખત નીંદામણ કરવું ખુબ જરૂરી છે. ઈસબગુલનાં બીજની વાવણી પૂંકીને કરવામાં આવતી હોવાને લીધે નીંદામણ ખૂબ ખર્ચાળ બની જાય છે. જેને કારણે નીંદામણનો પ્રશ્ન હલ કરવા માટે નીંદામણનાશક દવાનો ઉપયોગ કરવાથી ખુબ ઓછા ખર્ચમાં નીંદામણ નિયંત્રણમાં લાવી શકાય છે.

કાપણી :
કાપણી કરતી વખતે આકાશ વાદળ વિનાનું તેમજ વાતાવરણ સૂકું હોવું ખુબ જરૂરી છે. કાપણી કરતી વખતે છોડ પર ઝાકળ હોય ત્યારે કાપણી વખતે દાણા ખરી પડે છે. જેને કારણે ઝાકળ ઉડી જાય એટલે કે સવારનાં 10 વાગ્યા બાદ કાપણી કરવી જોઈએ. જમીનની પાસેથી છોડને દાતરડા વડે કાપવામાં આવે છે. જ્યાં જમીન વધારે રેતાળ હોય ત્યાં જમીનમાંથી મૂળની સાથે પણ છોડ ઉપાડી લેવામાં આવે છે.

ઉત્પાદન :
કુલ 1,000 કિગ્રા પ્રતિ હેક્ટરે મળે છે. સામાન્ય રીતે માત્ર 1 હેક્ટરમાં કુલ 15,000 રૂપિયાનાં નજીવા ખર્ચથી ઉગાડવામાં આવે તો આ પાક સારૂ એવું વળતર આપે છે. આની સાથે સરકાર દ્વારા આપવામાં આવતી સબસીડીનો પણ લાભ મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post