કોણ છે આ “કિસાન ચાચી”, જેના રાષ્ટ્રપતિ સહીત PM મોદીએ પણ કર્યા છે ભરપેટ વખાણ

Share post

હાલમાં ખેડૂતો લાખોની કમાણી કરી રહ્યાં છે. આની સાથે જ મહિલાઓ પણ પુરુષોથી ઓછી આવક નથી મેળવી રહી. મહિલાઓ તો પુરુષો કરતાં પણ વધારે કમાણી કરી રહી છે. હાલમાં એક જાણકારી સામે આવી રહી છે કે, જેને તમે કદાચ પહેલીવાર જ સાંભળી જ રહ્યાં હશો. સમગ્ર દેશમાં ‘કિસાન ચાચી’ના નામથી જાણીતાં મુઝફ્ફરપુરની પદ્મશ્રી રાજકુમારી દેવી ફરી એકવખત ચર્ચામાં આવી રહ્યાં છે.

BJPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પોતાના કુલ 2 દિવસના બિહાર પ્રવાસ વખતે ‘કિસાન ચાચી’ને મળવા માટે ગયાં હતાં. એને માટે ‘કિસાન ચાચી’ના ઘર પર પ્રશાસનિક તેમજ રાજકીય ચહલ- પહલની શરૂઆત થઈ ગઈ છે. શનિવારનાં રોજ જે. પી. નડ્ડા ‘કિસાન ચાચી’ને મળવા માટે એમનાં ઘરે ગયાં હતાં. સાયકલ પર ફરીને પોતે બનાવેલ કૃષિ ઉત્પાદનોનું માર્કેટિંગ કરનારી રાજકુમારી દેવી અગાઉ તો ‘સાયકલ ચાચી’ના નામથી પ્રખ્યાત હતા.

ત્યારપછી તેઓ ‘કિસાન ચાચી’ના નામથી ખ્યાતનામ થઈ ગયા હતાં. ‘કિસાન ચાચી’ના નામથી પ્રખ્યાત પદ્મશ્રી રાજકુમાર દેવી સરૈયા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં આવતા આનંદપુર ગામના રહેવાસી છે તેમજ નારી આત્મનિર્ભરતાના આઈકોન છે.  પતિના બીમાર પડ્યા પછી વર્ષ 1990માં જ્યારે રાજકુમારી દેવી ખેતરમાં કામ કરવા માટે ગયા હતાં ત્યારે લોકો તેમની પાછળ પડી ગયા હતાં.

સૌની ચિંતા કર્યા વગર રાજકુમારી દેવીએ ખેતીની સાથે જ ચટણી, અથાણું, જામ, જેલીનો કુટિર ઉદ્યોગની શરૂઆત કરી હતી. સેલ્ફ હેલ્પ ગ્રુપ બનાવી રાજકુમારી દેવીએ ફક્ત પોતાને જ નંબર વન ન બનાવ્યા પણ સાથોસાથ એ વિસ્તારની અન્ય મહિલાઓને પણ એમના પગ પર ઊભી કરી હતી. ‘કિસાન ચાચી’ના સાહસ તથા ઉત્સાહ અની મહેનતને જોતાં બિહાર સરકાર દ્વારા વર્ષ 2007માં એમને ‘કિસાનશ્રી’ની ઉપાધિથી નવાજવામાં આવ્યા હતાં.

વર્ષ 2010માં CM નીતિશ કુમાર પણ એમના ઘરે તેમને મળવા માટે પહોંચ્યા હતાં. વર્ષ 2015-’16માં અમિતાભ બચ્ચના શો KBCમાં એમને બોલાવવામાં આવ્યા હતા. ‘કિસાન ચાચી’ની ઉપલબ્ધિઓને જોતાં ભારત સરકારે વર્ષ 2019માં ‘પદ્મશ્રી’ નાં સન્માનથી એમને વિભૂષિત કર્યા હતાં. આજે પણ ‘કિસાન ચાચી’ ખેતીની સાથોસાથ પશુપાલન તથા ચટણી, અથાણું બનાવવાનો ઉદ્યોગ ચલાવી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post