રસ્તા પર બેસીને શાકભાજી વેચતી આ મહિલા હાલમાં છે ચાર કંપનીની માલકિન -જાણો સફળતાની સફળ કહાની 

Share post

બુલંદશહેરમાં રહેતી કૃષ્ણા યાદવનું કુટુંબ રસ્તા પર આવી ગયુ હતું. પતિએ ગાડીનાં બિઝનેસની શરૂઆત કરી હતી, જે ચાલ્યો નહીં. સ્થિતિ એવી થઈ ગઈ કે, જે ઘરમાં રહેતા હતાં એને પણ વેચવું પડ્યું. આ બધું ત્યારે થયું જ્યારે કૃષ્ણાના કુલ 3 બાળકો નાના-નાના હતા. હાલમાં કૃષ્ણા યાદવ કુલ 4 કંપનીઓની માલકિન છે, જેમનું વાર્ષિક ટર્નઓવર કુલ 4 કરોડથી પણ વધારે છે. જાણો રસ્તા પર આવ્યા પછી છેવટે આ બધું તેને કેવી રીતે ઊભું કર્યું.

પતિને કુલ 500 રૂપિયા ઉધાર લઈને દિલ્હી મોકલ્યા હતાં :
કૃષ્ણા જણાવતાં કહે છે કે, પતિ ત્યાં કુલ 3 મહિના સુધી ભટકતા રહ્યાં પણ તેઓને કોઈ જ કામ મળ્યું નહી. કુલ 3 મહિના બાદ હું પણ મારા કુલ 3 બાળકોને લઈ દિલ્હી એમની પાસે જતી રહી હતી. ક્યાંય પણ કામ ણ મળ્યું તો અમે વિચાર્યુ કે, કોઈની પાસેથી ભાડેથી ખેતર લઈને ખેતી કરીએ. કેમ કે, અમે બંને ખેડૂત પરિવારથી હતા. હું ક્યારેય પણ શાળાએ નથી ગઈ પણ બાળપણથી માં-દાદીની સાથે ખેતરમાં ખુબ કામ કર્યુ હતું.

કામ ન મળ્યું તો શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી :
અમે નઝફગઢમાં ભાડેથી થોડી જમીન લઈને ત્યાં શાકભાજી ઉગાડવા લાગ્યા. ગાજર, મૂળો, ધાણા ખૂબ જ થતા તથા શાકભાજીનું વેચણ થવાં લાગ્યું, જેને લીધે અમારી થોડી ઘણી આવક શરૂ થઈ. શાકભાજી એટલી થતી હતી કે, ઘણીવાર તો ખરાબ પણ થઈ જતી હતી. એક વખત મેં દુરદર્શન પર ‘કૃષિ દર્શન’ નામનો પ્રોગ્રામ જોયો. જેમાં ખેડૂતની કમાણીમાં વધારો કરવાં માટે ઘણી રીત જણાવવામાં આવતી હતી.

એમાં જ અથાણાંની ખેતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રોગ્રામને જોયા પછી મારા મનમાં વિચાર આવ્યો કે, જે શાકભાજી વધે છે એમાંથી અથાણાં બનાવીને કેમ વેચવામાં ન આવે. ગામમાં અમારા ઘરમાં બાળપણથી જ અથાણાં બનાવવામાં આવતા હતા. મેં પતિને જણાવ્યું કે, તમે તપાસ કરો કે અહીં સરકાર કોઈ તાલીમ આપે છે કે શું, જ્યાં હું સારામાં સારા અથાણાં બનાવવાનું શીખી શકું.

તેઓએ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં કોઈપણ બેરોજગાર લોકો જઈને નિઃશુલ્ક તાલીમ લઈ શકે છે. સેન્ટર ઉજવા નામની જગ્યાએ હતો. તાત્કાલિક ત્યાં પહોંચીને જણાવ્યું કે, મારે અથાણાં બનાવવાની તાલીમ લેવી છે. ત્યાંથી હું અથાણાં-મુરબ્બો બનાવવાનું શીખી ગઈ. ત્યારપછી ઘરમાં જ અથાણાં બનાવવાની શરૂઆત કરી દીધી.

તેઓએ જણાવ્યું હતું કે, શરૂઆતમાં કુલ 2-2 કિલો બનાવ્યું પણ અથાણાં વેચાતા ન હતા. પતિ દુકાનો પર લઈને ગયા તો તેઓએ જણાવ્યું કે, અમે ખુલ્લા અથાણાંની ખરીદી કરતા નથી. તેઓ ઘરે પાછા આવી ગયા તથા તેઓએ ગુસ્સો કર્યો કે, સારા એવા શાકભાજી વેચાતા હતા, આ અથાણાંના ચક્કરમાં શાકભાજી પણ બગડ્યા. ત્યારપછી મેં વિચાર્યુ કે, અમે ખેતરની નજીકથી પસાર થતાં રસ્તા પરથી જ શાકભાજી તથા અથાણાં કેમ ન વેચી શકીએ. મેં પતિને જણાવ્યું કે, તમે રોડ પર ટેબલ લગાવો. હું તાજા શાકભાજી તમને આપીશ તથા ત્યાં જ અથાણાં પણ રાખજો.

કેટલાંક લોકો રોડ પરથી પસાર થાય છે, આપણે એમને આ વેચીશું. તેઓએ એવું જ કર્યુ. અમે ત્યાંથી પસાર થતા લોકો માટે કુલ 2 માટલાં પણ રાખ્યા હતાં. આ વાત 90ના દશકાની છે ત્યારે તે રસ્તા પર વધારે ભીડ થતી ન હતી. જે લોકો શાકભાજી માટે રોકાતા હતા, અમે તેમને થોડું અથાણું પણ સેમ્પલિંગ માટે આપતા હતા. તેઓને જણાવતાં કે, જો સારું લાગે તો પછી તમે ઓર્ડર આપી શકો છો.

જે લોકો શાકભાજી ખરીદતા, તેઓને ટેસ્ટ માટે અથાણાં આપતા :
કૃષ્ણા જણાવતાં કહે છે કે, ધીરે ધીરે લોકો અથાણાંનો ઓર્ડર આપવા લાગ્યાં હતાં. હું એકલી જ અથાણાં તૈયાર કરતી હતી. બધાં મસાલાઓ વાટવાના પથ્થરથી તૈયાર કરતી હતી. કેમ કે, એટલા રૂપિયા ન હતા કે, હું ચક્કીમાં જઈને એને વાટી શકું. બાળકો શાળાએથી આવતા તો તેઓને પણ કામે લગાડી દેતી હતી. પતિ ટેબલ પર ગ્રાહકોને સંભાળતા હતા. આવું કુલ 5 વર્ષ સુધી ચાલ્યું.

ટેબલથી જ અમને બુકિંગ પણ મળતા હતા. શાકભાજીઓ અમે ખેતરમાં ઉગાડતા તથા અથાણાં ઘરમાં જ તૈયાર કરતા. જેને કારણે ઘર પણ સારી રીતે ચાલવા લાગ્યું તેમજ રૂપિયા પણ આવવા લાગ્યા. ત્યારપછી ધીરે-ધીરે આસપાસની દુકાનોમાં પણ થોડો માલ પણ જવા લાગ્યો હતો. સ્થિતિ સુધર્યા બાદ પતિએ ફુડ ડિપાર્ટમેન્ટમાં લાયસન્સ માટે એપ્લાઈ કર્યુ તેમજ અમને લાયસન્સ મળી ગયું હતું.

લાયસન્સ મળી ગયાં પછી અમે શ્રી કૃષ્ણા પિકલ્સ શરૂ કર્યું. એક દુકાન ભાડેથી લીધી. અમે ત્યાંથી પેકિંગવાળા અથાણાંઓ વેચવા લાગ્યાં. મેં આસપાસ રહેતી મહિલાઓને પણ મારી સાથે જોડી. તે બધાંને અથાણાં બનાવવાની તાલીમ આપી. ધીરે-ધીરે અમારું કામ સારું એવું ચાલવા લાગ્યું. હાલમાં અમારી કુલ 4 કંપની છે. કુલ 2 હરિયાણામાં આવેલ છે તેમજ બીજી કુલ 2 દિલ્હીમાં આવેલ છે. કુલ 4 કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. અથાણાંની સાથે મસાલા, જ્યૂસ, તેલ, લોટ પણ અમે તૈયાર કરીએ છીએ. સેંકડો લોકોને રોજગારી આપી રહ્યાં છીએ. મને ‘કિસાન સન્માન’થી લઈને ‘નારી શક્તિ’ પુરસ્કાર મળ્યાં છે.

સપનું જરૂર પૂરું થાય છે :
જે લોકો કંઈક કરવા ઈચ્છે છે, તેઓને એક સૂચન કરું છુ કે, ક્યારેય કોઈ સપનું જોયું છે તો એને પુરું કરવા માટે મહેનત કરો. હાર ન માનશો નહી. હું ભણેલી-ગણેલી નથી પરંતુ, મેં બાળપણથી જ TV પર આવવાનું વિચાર્યુ હતું. મારા આ કામને લીધે હું ઘણીવાર TV પર આવી છું. મારા ઘણાં પ્રોગ્રામ આવે છે. ઘણી જગ્યાએ મને બોલાવવામાં આવે છે. આ બધું જ તમે પણ તમારી મહેનત પર મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post